SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] પર્વજન્મની સાંપ્રત ૩૭ ઉપાશ્રયે ગયા અને ગુરૂ મહારાજને વિનંતી કરી. ગરમહાજે ( એટલે અમે ) કહ્યું કે, અમારી ભિક્ષ તે જે સાધુ-અમારા જેવા-હોય, તેને જ ખપે; માટે જે તમે અમારા જેવા થાઓ તે જ અપાય. એટલે તમે, તે મીઠાઇની લાલચે તુરતજ જૈન દીક્ષા લેવા ઇચછા કરી અને અમે તમને દીક્ષા આપી સાધુ બનાવ્યા. તમને પછી મીઠાઈ આપી તે તમે આરોગી. આવું સ્વાદિષ્ટ ભજન પ્રથમવાર મળેલું હોઈને, ખૂબ અકરાયા પણે તમે ખાધું. એટલે પેટમાં વીંટ આવી અને પરિણામે અશુચિ થવા માંડી. આ બાજુ નવદીક્ષિત સાધુને (તમે તુરતની દીક્ષા લીધી હતી તેથી નવદીક્ષિત) જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે, અનેક સાધ્વીઓ વિધિપૂર્વક વંદન કરવા ૧૨ તથા સુખશાતા પૂછવા આવતી તેમ શ્રાવિકાઓ પણ વાંદવા આવતી જતી. માત્ર છે કલાકાર જ જે માણસ તરફથી પિત, હડધૂત થતા તે જ માણસ તરફથી આ દીક્ષા માત્રના પ્રભાવે વંદન કરાતો થયો તેથી તમે તમારા મનમાં દીક્ષાના પ્રભાવની પ્રશંસા અને અનમોદના કરવા મંડયા. બીજીબાજુ અશુચિ તે વધવા માંડી ને કઈ રીતે કળ ન વળે. આમ તેમ તરફડીઆ મારવા માંડયા. એટલે શ્રાવકે જેઓ ભલે ગરીબ હોય કે કરોડપતિ હોય છતાં, આ પીડાતા નવ. દીક્ષિત સાધુ મહારાજની (તમારી) અનેક પ્રકારે શુશ્રષા કરવા તથા અછાછ વાના-ખમાખમાકરવા મંડી પડયા. આથી કરીને તમારી આસ્થા દીક્ષા તરફ વધારે ને વધારે દઢીભૂત થતી ગઈ, બીજી બાજુ અશુચિનું વળતર ન થવાથી અંતે ત્રણ દિવસમાં દીક્ષાની અને સમ્યકત્ત્વની નિઝમણા કરતાં–અનુમોદન કરતાં કરતાં સમાધિપૂર્વક મરશુ પામ્યા. અને અત્ર રાજકુટુંબમાં જન્મ પામ્યા. ૧૪ આ પ્રમાણે ગુરૂ મહારાજ પાસેથી પોતાના પૂર્વભવને વૃત્તાંત સાંભળી તથા પિતાને થયેલ જાતિ સ્મરણજ્ઞાન આધારે પિતાને પાછલે ભવ જે જોયો હતો, તે બનેની સાદશતા અનુભવી, ફરી ગુરૂ મહારાજને વંદન નમસ્કાર કરી, પિતે ઉપર ૧૫ શ્રાવક થયા. ૧૬ મ. સં. ૨૩૮-૯=ઈ. સ. ૫. ૨૮૮-૭, આ કથાનક જે ખરી હકીકતના માત્ર ટુંક સાર આશ્રમ, વિહાર કહે છે તેવું સ્થાન. ( ૧૨ ) જૈન ધર્મને એ સિદ્ધાંત છે કે ઓછી સમયની દીક્ષાવાળે સાધુ, વધારે સમયની દીક્ષા વાળા સાધુને પોતાથી મોટા ગણે તથા વંદન કરે (મતલબ કે, સાધુનું નાનું મોટા પણું તે પોતાની ઉમરના વર્ષ પ્રમાણે નથી ગણાતું. પણ દીક્ષા લીધાને કેટલે સમય થયો છે તેની ગણત્રીથી લેખાય છે). તેમ સાથીઓ પણ અરસપરસમાં તેમજ વર્તે: પણ સાધુ અને સાવીના બાબતમાં તે, સાધ્વી ગમે તેટલા કાળથી દીક્ષિત થયેલી હોય છતાં, અને સાધુ તો માત્ર એક દિવસ ને તે શું પણ તુરતનો જ દીક્ષિત થયા હોય છતાં, સાધ્વીએ સાધુને વાંદવા જ જોઈએ. ત્યાં પુરૂષનું પ્રાધાન્યપણું જ શાસ્ત્રકારે ગણાવ્યું છે ( જુઓ ક. સુ. સુ. ટીમ પૃ. ૨. ) ( ૧૧ ) સરખા ખડક લેખ નં. ૪, ભ. બા. 9. ભાષાં. પૃ. ૧૭૭. આ શબ્દ. જેનને પારિભાષિક છે. બૌદ્ધમાં નથી જ. (૧૪) વડે. લાઈ. સંપ્રતિકથાની પિથી પૃ. ૮૪ (તે ધર્મના પ્રભાવથી રાયમાન કાંતિવાળી કુણાલની સ્ત્રીના ગર્ભમાં તે રંકને જીવ ઉત્પન્ન થયે ) ( ૧૫ ) ઉપાસક એટલે ઉપાસના કરે છે: અને ઉપાસના એટલે તથા પ્રકારે વૃત્તો આદરવાની છે. ઇરછા તેનું નામ ઉપાસના કહેવાય. મતલબ કે ઉપાસક એટલે, વૃત્તોને અદરનાર નહીં, પણ વૃત્તોને આદરવાની દઢ પણે ઇચ્છા કરનાર એમ થઈ શકે, અને તેવા જ અર્થમાં તે ઉપાસક થયો છે એમ અહીં ગણવું. બાકી વૃત્ત લેવાની વિધિ તો હવે પછી અઢી વરસ બાદ તેણે ગ્રહણ કરી છે ( જુઓ આગળ ઉપરનું વર્ણન ) ઉપાસના=આરાધના, ભક્તિ, શ્રદ્ધા ( અહીં શ્રદ્ધાનંત થયે એવો ભાવ લેવો ) ( ૧૬ ) હરમન જેBબી કૃત પરિશિષ્ટ પવ પૃ. ૬૮; સે. બુ. ઈ. ૫. ૨૨: જૈન ધર્મ પ્રસારક
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy