SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સ્વપ્ન પણ એવી જ કોઈ વસ્તુ છે કે તેની ક્ષણભંગુરતા પણ તે કાળે ભૂલી જ જવાય છે, તે સ્વપ્નને સ્વપ્ન કહી કેમ કાઢી નાંખી શકાય ? સર્વજ્ઞાન પીને તૃપ્ત થયેલા રાજા ચંદ્રપ્ત ગુરૂના ચરણે સેવે છે. સદ્દગુરૂ તેને અંગીકાર કરે છે. અને બને દક્ષિણ તરફ ચાલી નીકળે છે. પંચમ પરિચ્છેદ કેઈકનાં જીવન, સંતેના સહવાસથી ઉજવલ થઈ જાય છે અને કંઈકના જીવનનાવ જીવજંતુ જેવાં પામર પ્રાણીનાં દષ્ટાંતથી પાર ઉતરી જાય છે. ડોસી અને તેના દીકરાની વાતે ચંદ્રગુપ્તના જીવનમાં કાંઈ એ છે મહત્વને પાઠ ભજવ્યું નથી ? ચંદ્રગુપ્તની સગર્ભા રાણીથી ઝેર લેવાઈ જાય છે. ગર્ભના જીવને બચાવવા ચાણકય રાણીનું મૃત્યુ ઈચ્છે છે. શત્રુ જયની યાત્રા અને યતિ-સંન્યાસની પરીક્ષા ધર્મજીવનાં મહત્વનાં અંગ છે ષષ્ઠમ પરિછેદ–તે વખતે લડાઈઓ અને યુદ્ધો સર્વ સામાન્ય હતાં. આપણા રાજાઓ પાયદળ, હયદળ અને ગજદળ ઉપર નિર્ભર રહેતા અને રથને ઉપગ પણ સપ્રમાણ થતું જ. ચાણકયનું તેનું સજાણ મૃત્યુ અને તેના વેર બદલાની તીવ્રતા તેના દુશ્મનને પણ તેજ રસ્ત વિદાય દે છે. સપ્ત પરિચ્છેદપરાજીત પિરસ રાજા પિતાની તલવાર અલેકઝાંડરને સેપે છે. વીરને શોભતી રીતે અલેકઝાંડર પિરસને તેની તલવાર પાછી મેંપી તેને રાજ્યાસને બેસાડે છે. પરદેશીથી સન્માનિત પિરસ તેના જ દેશબંધુના હાથે ખૂનને ભેગા થઈ જાય છે. મગધપતિ રાજ્યગાદી જીતી લે છે. ચતુર્થ ખંડ પ્રથમ પરિવછેરાજા અશોકનું જીવન અનેકવિધ રંગે રંગાયેલું છે. અસામાન્ય ચમત્કારે પણ તેના જીવનનાં સામાન્ય બનાવે થઈ ગયેલા. હિંસક સિંહ પણ તેને થાક ઉતારવા તેને ચાટે છે. એમ કહેવાય છે કે નાનપણમાં અશોક મહ ર અને પાપી રાજા હતે. નરકાગાર તેનું તે માટેનું સાધન હતું. તેના આખા જીવનમાં તેના પુત્ર કુણાલની અંધ દશા એ તિવા કરૂણતાને પ્રસંગ છે. દ્વિતીય પરિચ્છેદ–બાળક પ્રિયદર્શિનને લઈને અશોક ગાદીએ બેસતે અને તેના નામે રાજ્ય રાજ્યપૂરા ચલાવતે. પરંતુ એ બધાં કાર્યો સાથે તેની ધર્મસરિતાનાં પુર એટલા જ વેગથી વહેતાં હતાં. તેની દીકરી સંઘમિત્રા ધર્મનું જ્ઞાન પ્રસારવા સિલેન જાય છે. તેને જમાઈ તેમજ બીજી દીકરી (?) નાગાધિરાજને ખેળો ખૂંદી નેપાળમાં ધર્મનાં બીજ નાખે છે. તૃતીય પરિચ્છેદ – ઉક્તિ છે કે રાજા પ્રિયદર્શિન પૂર્વભવમાં ભિખારીને બાળક હતે. સાધુઓના આશ્રયથી તેનું જીવન ઉજવલ બને છે. પૂર્વ ભવના સ્મરણને વારસે લઈને અવતરેલા પ્રિયદર્શિનને, પૂર્વ જન્મના ગુરૂઓ જોઈને અંતર ઉમિ ઉભરાય છે, અને તે તેને પગે લાગે છે, ઘણું પાપથી ઘેરાયેલું હદય ધર્મસ્થાને મંદિરે વિ, બંધાવી માર્ગ ખુલે કરે છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy