SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ પ્રિયદર્શિનની [ દ્વિતીય મિત્રાચારીની ગાંઠ બાંધી લીધી હતી. અને તે આધારે તે બે જણાએ પિતાના એલચી ૯૩ જે કે હિંદી દરબારે મોકલ્યા તે હતા, છતાં યે તે બે મિત્ર રાજાઓ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના સામર્થ્ય વિશે એટલે બધો ઉંચો ખ્યાલ ઉભો થયો હતું કે, ગ્રીક ઇતિહાસકારોએ તેને Amitrochades૯૪ (કે જેને કોઈ દુશ્મન જ નથી. જેણે પિતાના બધા શત્રુઓને જેર કરી વાળ્યા છે એવો અર્થ થાય છે ) બિરૂદથી સંબો છે. જૈન ગ્રંથોમાં તેને અમિત્રઘાત બિરૂદ આપ્યું છે. જ્યારે કોઈ રાજા પિતાને એલચી, બીજાના દરબારે મોકલે ત્યારે તે તે બંનેને મિત્રાચારીને દાવો હોય એ તાત્પર્ય નીકળી શકે. પણ સેલ્યુસ નિકેરનાં વંશના વિભાગ પડતાં યવન તરીકે ઓળખાવવા માંડયા હતા. એટલે કે છેવટે ચેન અને યવન શબ્દ બન્ને એક જ અર્થમાં અરસ પરસ વપરાવા લાગ્યા હતા. ( ૯૩ ) બુ. ઈ. પૃ. ૨૭૨–“ Greeks toll us that Deimachos was sent as an ambassador by Antiochos and Dionysios by Ptolemy of Philadelphos = ગ્રીક લોકોનું કહેવું થાય છે કે, એન્ટી એકસે ડાઈમેકેસને અને ફિલડેલફસના ટેલેમીએ ડિએનીસીસને પોતપોતાના એલચી તરીકે મોકલ્યા હતા, ” આ બે નામે મેસિડેનિઆ અને મિસરના રાજાઓનાં છે. તે બે છતાયા વિનાના હોય અને બાકીના ત્રણ છતાયા હેય; જેથી તે બેના એલચીઓ નીમાયા ન હોય એમ અનુમાન કરવું વધારે યોગ્ય લાગે છે. ભાંડારકરનું અશોક, પૃ ૪૫ ની માન્યતા પ્રમાણે (ાઓ ખડક લેખ નં. ૧૩) એક બાજુ સિરિયાને એન્ટીઓકસ બી, થીએસ: ( ઇ. સ. પુ. ૨૬૧ થી 384; ( Antiochus II Thoos of Syria ) હિંદથી દૂર દૂરના મુલકને રાજા ગણાવવો અને બીજી બાજુ તેને વળી હિંદની લગોલગ સરહદને ( conterminous country ) plant sal a zji અસંગત નથી લાગતું ? જે લગોલગ સરહદનો રાજા એન્ટીઓકસને કહેવા માંગે, તો પછી પ્રિયદર્શિનનું રાજ્ય ઠેઠ સિરિયા સુધી લંબાયહું માનવું રહે છે અને તેથી પ્રિયદર્શિનની અને સિરિયાના રાજાની હદ એક બીજાને મળતી હતી એમ ઠરાવવું જ પડે. અને ખરી વાત તેમજ છે. બલકે સિરિયા પણ પ્રિયદર્શિનને તાબે જ હતો ( નેટ. લગોલગ સરહદના દેશોનાં જે નામો અપાયાં છે તેમાં એક બાજુ જેમ દક્ષિણ હિંદના દ્વીપ કપના જોડેજોડ પ્રદેશનાં નામો અપાયાં છે અને ત્યાંથી ઉપડસા કે એકદમ સિરિયા, ગ્રીક અને મિસર જેવા દૂર દેશનાં નામ જે દેવાં પડ્યાં છે તેને બદલે, કાં સીંધ, બલુચિસ્તાન, અફગાનિસ્તાન, ઇરાન, ઇરાક, મેસીપેટેમીઆ, અરબસ્તાન કે તેવાં કોઈ વચ્ચે આવતાં દેશનાં નામ આપ્યાં જ નથી? આ હકીકત પુરવાર કરે છે કે, આ સર્વે પ્રદેશેવાળી ભૂમિ તેના સામ્રાજ્યમાં અંતર્ગત થઈ ગઈ હતી. અને તેના રાજ્યની છેવટે સીમાપ્રાંત તરીકે જે સિરિયા વિગેરે હતા તેને માત્ર ઉલ્લેખ કરવો તેને વ્યાજબી લાગે છે. વળી ગ્રીક ઇતિહાસથી પણ જ• થાય છે કે સેલ્યુકસ નિકેટર, હિંદથી પાછો હઠીને એકદમ ગ્રીસંદેશ જતો રહ્યો હતો. વચ્ચેના કોઈ પ્રદેશ ઉપર તેની સત્તા રહી નહોતી. અને જે સત્તા હોત તો, શું ઠેઠ ગ્રીસ સુધી એટલે બધે લાંબે દૂર ચાલ્યો જાત ખરે કે? તેમ ઇરાનમાં પણ ઇ. સ. પુ. ૫૦૦ થી ઇ. સ. પૂ. ૩૦૦ સુધીના રાજકર્તાઓનાં નામ ઇતિહાસમાંથી મળી આવે છે. જ્યારે તે પછીને સે ઢસે વર્ષને ખાંચે પડયો હોય એમ દેખાય છે. આ હકીકત પણ એમજ સાબિત કરે છે કે, ઠેઠ સિરિયા સુધી મૌર્યવંશી હિંદી રાજાઓની (પ્રાય: મુખ્યત્વે કરીને સમ્રાટ પ્રિયદર્શિનની અને તે પહેલાં થોડા ભાગ ઉપર સમ્રાટ અશેકની ) આણ પ્રવર્તી રહી હતી. (૯૪) જુઓ પૃ. ૨૮૯ ઉ૫ર ટી. નં. ૧૩. ( ૯૫) અમિત્રઘાતનો અર્થ પણ ઉપરનેજ મળતે થાય છે. અમિત્ર જે મિત્ર નહીં તે, એટલે દુશ્મન અને તેને ઘાત એટલે નાશ કરનાર: મતલબકે દુશ્મનનો નાશ કરનાર ( જુઓ કે. હિ. ઈ. પૃ. ૪૫; ત્યાં પણ એજ આશયનું જણાવ્યું છે કે Slayer of foes or enemies) અથવા જેણે સર્વે દુશ્મન અથવા વિરૂદ્ધ પક્ષ વાળાને નાશ કર્યો છે તેને અમિત્રઘાત કહેવાય (જુઓ પૃ. ૨૮૯ નું ટી. નં. ૧૩ તથા પૃ. ૨૧૫ નું ટી. નં. ૪૩ અને ઉપરની ટી. નં. ૯૫ ની હકીકતો )
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy