SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] રાજધાની ૭૦૩ તેને પિતાને તે રાજગાદીના સ્થળ તરીકે પાટલિપુત્રને ત્યાગ કરવો જ પડે. એટલે કાંઈક મરજીવાત ( પહેલા કારણથી-રાજદ્વારી નજરે જોતાં ) અને કાંઈક ફરજીયાત (પિતાના દાદાનું વચન પાળવું જ જોઈએ તેથી ) કારણોને લીધે રાજા પ્રિયદર્શિનને રાજગાદીના સ્થળ તરીકે અન્ય સાનુકૂળ જગ્યા પસંદ કરવાની જરૂર ઉભી થઈ હતી. અને એ તે આપણે જોઈ જ ગયા છીએ કે, ૧૭ મૌર્ય સમ્રાટ હમેશ પિતાના યુવ- રાજને અથવા તે માનીતા કુમારને, અવંતિ પ્રદેશના સૂબાપદે નીમે જ હતું. કારણ કે મગધ પ્રાંત કરતાં તુરત જ રાજદારી નજરે ઉતરતે પ્રતિ અવંતિ ને જ ગણવામાં આવતું હત; એટલે આ મુદ્દાથી જ કુમાર અશોક તેમજ કુમાર કુણાલ અવંતિ પ્રાંતે, યથા સમયે તે પ્રાંતના સૂબા તરીકે નીમાયા હતા. વળી કુમાર પ્રિયદર્શિને પણ પિતાના પિતા અંધ કુણાલ સાથે અવંતિમાં જ પોતાની કુમારાવસ્થા પસાર કરી હતી, એટલે તેને આ પ્રદેશ ઉપર કાંઈક પક્ષપાત હોય એ નૈસર્ગિક છે. ઉપરાંત પોતાની તીવ્રબુદ્ધિથી રાજકીય નજરે તુરત જ માપ કાઢી લીધું હતું કે, વિશાળ ભારતીય સામાન્ય ઉપર દેખરેખ રાખવાને પણ ભારતના મધ્યમાં આવેલ સ્થાનને જે રાજગાદીના પાટનગર તરીકે સ્વીકારાય તે અતિ ઉત્તમ અને રાજકીય ડહાપણ ભરેલું ગણાશે. તેમજ પ્રાચીન જ્યોતિવિંદની ૧૮ નજરે પણ આ અવંતિ પ્રદેશના એક ભાગનીપશ્ચિમ અવંતિની રાજગાદિ જે ઉજૈની નગરી તે અતિ ઉપયોગી સ્થળ હતું. કારણ કે, આ સમય પૂર્વે લગભગ એક સદી ઉપર થઈ ગયેલા મહાન જયોતિર્ષિ વરાહમિહિર, ૧૯ તેમજ તેમના વડીલબંધુ ભદ્રબાહુ સ્વામિ ( જે જેમાં એક મહાન આચાર્ય થઈ ગયા છે, અને જેમના હાથ નીચે સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન દીક્ષા પ્રહણ કરી હતી. જુઓ ઉપર ચંદ્રગુપ્ત રાજ્ય ) જેઓ પણ તેમના કરતાં જ્યોતિષ વિદ્યામાં વિશેષ નિપુણ હતા, તે બધાએ વેધશાની તિષના દેશાંશ-રેખાંશ ગણવાને આ ઉજૈની નગરીથી શરૂઆત કરી હતી. એટલે કે અવંતિ પ્રાંત રાજકીય દષ્ટિથી, જ્યોતિષની દષ્ટિથી, તેમજ સામાજીક અને ધાર્મિક દષ્ટિથી પણ૭૧ અતિ ઉપયોગી પ્રાંત હતો. સામાજીક દષ્ટિથી એમ કે, અવંતિ પ્રાંતના બંને વિભાગોની રાજધાની, પૂર્વ વિભાગની વિદિશાનગરી અને પશ્ચિમ વિભાગની ઉજૈની નગરીતે અને શહેરો વેપાર માટે મોટાં ધિકતાં સ્થળા ( ૬ ) જુએ . ૧૪૪ તથા ટી. ન. ૪૭. ( ૧૮ ) જુઓ ઉપરમાં પૃ. ૬૪ ની હકીકત. ( ૬૯ ) વેદિક ગ્રંથમાં આ મહાન પુરૂષને. ઇસવી સનના પાંચમા કે છઠ્ઠા સૈકામાં થયેલ માને છે: કદાચ તેમ હશે, પણ તે બીજા વરાહમિહિર હશે: બાકી આ પ્રથમ પુરૂષના સમય માટે તો મ. સં. ૧૪૦= ઇ સ. પૂ. ૩૮૭ એટલે કે ઇસ્વી, પૂર્વની ચોથી શતાબ્દિ છે. તેઓ દક્ષિણ દેશે પૈઠણના રહેવાસી હતા. પ્રથમ જૈન દીક્ષા લીધી હતી. વળી શ્રી ભદ્રબાહુસ્વામિના લધુ સહોદર થાય. વિશેષ જીવનાધિકાર જાણનારને મરતેશ્વરબાહુબળી વૃત્તિ વાંચવી. ( ૭૦ ) વરાહમિહિર અને શ્રી ભદ્રબાહ સ્વામિના જેતિ વિષયક જ્ઞાનની સરખામણી પણ ઉપરના પુસ્તકથી માલુમ પડશે. આ પ્રસંગ જ વાહ મિહિરને જૈન દીક્ષાને ત્યાગ કરવાને કારણભૂત થયા હતો. ( ૭૧ ) કદાચ તે પહેલાં પણ હોય. પણ અન્ય પુરાવા નથી મળતા. માટે અત્રે આ સમય આરંભ તરીકે લેખ્યો છે. ( ૭૨ ) આ વિષય પણ ચંદ્રગુપ્તના વૃત્તાંતમાં લંબાઈથી ચર્ચાઈ ગયા છે.. . ( ૭૩ ) જુએ પુ. ૧ પૃ. ૧૭૮-૧૮૧: એ છે, પુ. ૮ સુદર્શન તળાવની પ્રશસ્તિ ૫. ૯ અને આગળ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy