SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. કૌટુંબિક પરીવાર નામો આપવા અસ્થાને નહીં ગણાય. કેમ કે તે ઉપરથી આવા કુમારની સંખ્યાને અંદાજ કાઢી શકાશે –( ૧ ) સૌરાષ્ટ્ર પ્રાંત (૨) ગાંધારતશિલા (૩) કાશ્મિર (૪) કૌશાંબી (૫) ખેટાન (૬) નેપાળ (૭) તિબેટ ( ૮ ) સિંધ (૯) અફગાનિસ્તાન (૧૧) સુવર્ણગિરિ" ( ૧૧ ) કેરલ પ્રાંત-મલબાર પ્રાંતને મુખ્ય ભાગ ( ૧૨ ) ઇસિલા જેની રાજધાની થઈ હતી તે પ્રાંત (નામ જણાવાયું નથી, પણ તેમાં હાલના મહીસુર રાજ્યવાળો પ્રદેશ સમાવિષ્ટ થતા હતા અને ( ૧૩ ) તસલી નગરી જેની રાજધાની હતી તે પ્રાંત, જેમાં હાલને ગંજામ છલ્લો તથા મદ્રાસ ઇલાકાના ઉત્તર સરકાર પ્રાંતને કેટલોક ભાગ. તેમ જ એરીસાના જગન્નાથપુરી અને કટકવાળા ભાગને સમાવેશ થાય છે તે; ઉપરાંત બીજા પણ હેવા સંભવ છે જ. તેમાંના જાલૈક માટે પરિશિષ્ટ : અને કુસ્થન માટે આગળ જુઓ. પણ તેમના નામનો નિર્દેશ થયો દેખાતું નથી. દેવકુમાર સિવાય કેટલાક આર્યકુમારને પણ આવી સૂબાગીરી ઉપર નિયત કર્યા હતા. પણ તેઓ દૂર દૂરના કોઈ ક્ષત્રિયવંશી નબીરાઓ હશે, કે અન્ય વર્ણન મોટા સરદાર જાગીદાર કે ઇનામદારે મહેલા હશે, તે નિશ્ચયપણે કહી શકાય તેમ નથી. પણ તેઓ રાજકુટુંબના નિકટના સંબંધી તે નહેતા જ, એટલું ચેકખું દેખાય છે. એટલે તેમને ઉલ્લેખ પુત્રપુત્રીની સંખ્યા ગણનામાં કરવો તે અનાવશ્યક છે. - પુત્રપુત્રીઓની હકીકત સાથે જે એક બે ઉપયોગી વ્યકિતએ ખાસ રાજકુટુંબ સાથે નિકટ સંબંધ ધરાવનારી દેખાઈ આવી છે તેનો પણ અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે. કારણ કે તેઓને સમાવેશ પણ ખાસ રાજકુટુંબી જને તરીકે જ કરી શકાય તેમ છે. સૌથી ઉચ્ચ સ્થાને મહારાજ પ્રિયદર્શિનના સગા કાકાના પુત્ર, કુમાર દશરથનું નામ મૂકવું પડશે. જેની વિશેષ ઓળખ તથા હકીકત આપણે ઉપર ૫. ૨૬૫ તથા અન્ય ઠેકાણે આપી છે તેવી જ બીજી આપણું ધ્યાન ખેંચનારી વ્યક્તિ કુમાર શાલિશુક છે. આ કુમાર મહારાજ પ્રિયદર્શિનના નાને સાદર જ છે. તેના જન્મ પછી તેની જનેતા તુરતમાં જ મરણ પામેલી હોવાથી, તેમજ તે એક ભાવિ સમ્રાટને સહોદર છે આવા ખ્યાલથી ઘણું લાડમાં ઉછેરાયે હતા અને તેથી મોટપણમાં સ્વભાવે કડક તથા ઉમ્ર નીવડયા હતા. પિતાની યુવાનીમાં, આવા સ્વભાવને લીધે તેની વર્તણૂક કેટલીક વખત એટલી બધી પ્રજાપડિક થઈ પડતી કે એક સમયે તે ખુદ સમ્રાટ પ્રિયદશિન સુધી તે ફરિયાદ પહોંચતાં તેણે પિતાના નાનાભાઈને પોતાની સાનિધ્યમાં બોલાવી ફરિયાદ આવેલ પ્રજાજન સમક્ષ બે બોધવચન કહી ભાઇના પ્રજાપીડન૭ કાર્યથી પિતાને ઉપજેલ દુઃખ માટે ત્યાંને ત્યાં અખલિત પણે આંસુ પણું પાડવાં પડયાં હતાં. આ ઠપકાથી કુમાર શાલિકને પણ ઘણું માઠું લાગ્યું હતું અને લગભગ એક સપ્તાહ સુધી તો તેણે એકાંત વાસ જ સેવ્યો હતો. પછી યેષ્ઠ બંધુની માફી માંગી પિતાને ક્યાંક દૂર મોકલવાની માગણી કરતાં, સૌરાષ્ટ્ર પ્રાંતના સૂબા પદે તેને મૂકવામાં આવ્યું હતું. જ્યાં તેની સૂબાગીરીના કાળ કરમ્યાન તેને આપણે ગિરિરાજની તળેટીમાં મોટા વાવાઝોડા અને વરસાદની રેલમછેલમને લીધે “ રાજ્યવ્યવસ્થા "વાળ હકીકત. (૫૫) ભાં. અશોક પૃ. ૪૯. ટી. ૧. (૫૬) સૌરાષ્ટ્રના સૂબા શાલિકને મેટે ભાઈ સંપ્રતિ (બુદ્ધિપ્રકાશ પુ. ૧, અંક ૩, પૃ. ૮૯. થી ૯૭ જુએ; કે જે લખાણુ બધું વાયુપુરાણના આધારે કરવામાં આવ્યું છે તથા આ પુસ્તકના અંતે પરિશિષ્ઠ જુઓ). (૫) જુઓ નીચેની ટીકા નં. ૫૮ ( ૧૮ ) આ હકીકત છેડા ફેરફાર સાથે પ્રોફેસર રાધા કુમુદ મુકરજીએ (જુઓ તેમણે બનાવેલું “અશોક”.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy