SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. ને રાજ્ય વિસ્તાર ર૭૭ શતવાહન વંશીઓએ પોતાની સ્વતંત્રતાના૧૦૯ ખીલા વધારે મજબૂત ઠેકી દીધા હતા. કહેવત છે કે, દુઃખની પછાડી સુખ તે ઉક્તિ અનુસાર, મહારાજા આનંદ. અશોકના અત્યાર સુધીના દુઃખમય, ચિંતાજનક અને ઉપાધિમય કૌટુંબિક તેમજ રાજકીય જીવનમાં કંઇક આશાજનક અને આલ્હાદકારક ફેરફાર કુદરતે પૂરવા માંડયો હતે. “ લાખો નિરાશામાં, કઈક આશા છુપાઈ છે.” પિતાના પ્રિયપુત્ર કુણાલને કેમ અધત્વ પ્રાપ્ત થયું હતું અને સંપ્રતિ / જન્મ વિશે કેવી રીતે સમ્રાટને ખબર આપી સંતોષાય તે હકીકત જરા સમય હોવાથી અત્રે ટ્રકમાં જણાવવા જરૂર લાગે છે તે નીચે પ્રમાણે જાણવી. પ્રિયદર્શિનને પિતા કુણાલ, તે અશોક મહારાજને લાડકે પુત્ર હતો. વળી તે ષ્ટ પુત્ર હોવાથી તેમજ બહુ ચાલાક અને ઉજવળ કીતિ મેળવવાની આગાહી આપતા હોવાથી તેને યુવરાજ પદે નિયુક્ત કરવામાં આવ્યો હતે. મહારાજા અશોકે, પોતાના ભાઈના સીધા સંરક્ષણ નીચે ઉછેરવા તેને અવંતી ( ઉજ્જયિનિ ) ૧૦ રાખ્યો હતો. કારણ કે અશોકને હમેશાં સંશય રહ્યા કરતું કે, રખેને પિતાની પટરાણી તિષ્યરક્ષિતા, કુમાર કુણાલની જીંદગીની સાથે અડપલાં રમે કે કાવત્રુ કરી તેને મારી નાંખે, એવી ઉમેદથી કે તેણીના પિતાના કુંવર મહેન્દ્રને રાજ્ય ગાદી મળે. અંતે અશોકનો ભય ખરે પડયો હતો. તે સમયે બાદશાહી-રાજકુટુંબની સર્વે ટપાલ ખાસ દૂતે મારફત મોકલવામાં આવતી. જયારે કુમાર કુણાલની ઉમર રાજદ્વારી અનુભવ લેવા ગ્ય થઈ, ત્યારે અશોકના મનમાં એ વિચાર ફૂર્યો કે જો કુમારને લાયક એવી કેળવણી અપાય તે સારૂં. તે ઉપરથી પોતાના ભાઈ, કે જેમની દેખરેખમાં કુણાલને મૂકયો હતો, તેમના ઉપર ખાસ પત્ર ( અજ્ઞા ) લખે કે કુમારને અધ્યયન કરાવે, આ આજ્ઞાપત્ર પુરે લખ્યું, તે ખરે. પણ તેવામાં જરૂરી કામને અંગે, સહી સિક્કો કર્યા સિવાય ને પિતાનું. સીલ માયો સિવાય, ઉભો થઈને બહાર ચાલ્યો ગયો. તેવામાં રાણી તિષ્યરક્ષિતા ત્યાં અકસ્માત આવી ચઢી. તેણી ઉઘાડ કાગળ જોતાં ચમકી, પિતાના હાથમાં લીધે, વાંચ્યો, અને જોઇને દાવ અણધાર્યો મળી જવાથી, તુરત લાભ ઉઠાવી લીધે. પાસે સાવરણીની સળી પડી હતી તે લઈ પિતાની આંખમાં આસ્તેથી ફેરવી, કાજળવાળી કરીને પત્રમાં જે સર્ણન શબ્દ હતું તેમાં ના ૪ ને માથે અનુસ્વાર ઉમેરી દીધો. એટલે ૧૧૧માનં = વિદ્યાભ્યાસ કરાવવાને બદલે સંધ્યા કરાવવું= “આંધળે કરે તેવો અર્થ થયો. એવી ગણત્રીથી કે કુણાલ જે આંધળે થાય તે મહેન્દ્રને ગાદી મળે. પછી જેવી તે આવી હતી તેવીજ તે ખંડમાંથી બહાર નીકળી ગઈ. મહારાજા અશોક પાછા આવ્યા ને ઉતાવળમાં ને ઉતાવળમાં, ચક્રવતી સમ્રાટ ન થા (અશક અને પ્રિયદર્શિન ભિન્ન ભિન્ન છે તે દર્શાવવામાં આ એક મુદ્દો છે.) (૧૦૯ ) જે આપણે ચોથા અને પાંચમા આંધ્રપતિ ના સિક્કા ઉપરથી સમજી શકીએ છીએ જુઓ સિક્કા પ્રકરણે આંક નં. ૫૭, ૫૯, ૬૦ ઈ. ( ૧૧૦ ) ઉપરમાં પૃ. ૨૬૦ માં રાણી તિષ્યરક્ષિતા વિશેનું લખાણ નં. ૨ વાળુ તથા પૃ. ૨૬૧ ઉ૫રનું કુણાલની હકીકતવાળું જુઓ. ( ૧૧૧ ) મૂળ હકીકતમાં સાનીથીયતા કુકાર: એ વાકય છે. તેમાં માત્ર મ ના ઉ૫ર અનુસ્વાર કરી દી, જેથી રૂાનીuથી સાં યુHiR. એ પ્રમાણે વંચાયુ, એટલે પહેલા વાકયથી “હવે કુમારને અધ્યયન ભણાવવો જોઈએ ” તેને બદલે “ હવે કુમારને આંધળો કર જઈએ ” આ મતલબ નીકળવાથી વિવેકી કુમાર પિતાની આજ્ઞા પાલન કરવા માટે સ્વયં-પિતેજ આંધળો થયો.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy