SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ અશેકવર્ધન [ પ્રથમ સંપૂર્ણ સામગ્રી અને ઠાઠમાઠ સાથે, તેમને વિદાય કર્યા. આ વિદાયગીરી, સ્થળ માર્ગે ન કરતાં, જ્યાં ગોદાવરી નદીનું મુખ છે, ત્યાં આગળથી દરિયા માર્ગે કરવામાં આવી છે. ( કારણ માટે આગળ જુઓ.) બિંદુસાર બહુ નબળા હોવાથી, તેના સમયે ઘણાં રાજ્ય મગધની સત્તા રાજ્ય વિસ્તાર, તળેથી છૂટા પડીને સ્વતંત્ર થઈ ગયાં હતાં તે આપણે જોઈ ગયા છીએ. એટલે મગધનું સામ્રાજ્ય જે ચંદ્રગુપ્તના સમયે લગભગ સારાયે ભારતવર્ષમાં પથરાઈ ગયું હતું, તે અશોકવર્ધાને જ્યારે રાજ્યની લગામ હાથમાં લીધી ત્યારે બહુજ સંકુચિત હદમાં આવી ગયું હતું. એટલે તેની ઉમેદ રાજ્યાભિષેક થયા બાદ બધે અનુક્રમવાર જાતે જઈ, એક પછી એક તાબે કરીને પાછું જેવું ને તેવું સામ્રાજ્ય મજબૂત બનાવી દેવાની હતી. પણ તેનું નશીબ બે ડગલા આગળ હતું. આ બાજુ સિકંદરશાહે જેવી પીઠ ફેરવીને હિંદની ભૂમી છોડી દીધી એટલે અશોકે પિતાના રાજ્યાભિષેકની તૈયારી કરવા માંડી; અને તે પ્રસંગ બનતા વૈભવથી ઉકેલ્ય પણ ખરો. પણ બીજી બાજુ સિકંદરશાહે પંજાબના જે પ્રાંતિ જીતી લઈને પિતાના સરદારના આધિપત્ય નીચે સુપ્રત કર્યા હતા, તેઓ તથા પંજાબનાં બે નાના દેશી રાજ્યો ( પૌરસ રાજા અને અંલિ રાજાનાં ) એકબીજાની સાથે અંદર અંદર, વિશેષ સત્તા મેળવવા માટે લડી પડવા મંડયા હતા. તેને લાભ લઈને અશોકે તે બધાને જીતી લઈ, પિતાની સત્તા ત્યાં મજબૂત કરી દીધી. આમાં કેટલાયની કલ પણ થઈ ગઈ ને કેટલાય નાશી છુટયા.૯૧ (આ પ્રસ્તાવનું વિસ્તૃત વર્ણન ઉપર લખાઈ ગયું છે. તે જુઓ ) એટલે અશોકને કળ વળી કે હવે આપણે પરદેશી હુમલામાંથી છૂટયા, પણ વાસ્તવિક સ્થિતિ તેમ નહોતી. કેમકે, સિકંદરશાહની ગાદીએ, તેના મરણ પછી તેનો એક મોટો ( ૯૫ ) ઇ. હિ. કર્વે, પુ. ૫, ૧૯૨૯ પૃ. ૯:એ ઉપરથી ધારી શકાય છે કે જેવી ( ઈ. સ. પૂ.૩૨૬ ને સપ્ટેબર ) અલેકઝાંડેરે પિતાની પીઠ હિંદ તરફ ફેરવી કે તુરત જ તેની સામે (તેની સત્તાની સામે) એક સામાન્ય બળવો થશે. અને સેંડ્રેકેટસને રાજ્યાભિષેક પણ તે જ સમયે કે, તેની અગાઉ તુરત જ પાટલિપુત્રમાં થયો હતો (સપ્તમ પરિચ્છેદની હકીકતમાં મેં દેરી આપેલા નિર્ણય સાથે સરખાવો). મૌ. સા. ઇતિ. ૧૧૮ (ઇ. જી. હાબેલના કથનથી) સિકંદર કે ભારત સે લૌટને કે એક સાલ બાદ વિછત પ્રદેશમેં વિદ્રોહ પ્રારંભ હુઆ. પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય તક્ષશિલા ઇસ વિદ્રોહ ક કેંદ્ર થા Ind. His. Quart. V. 1929 P. 9:– Assuming therefore that, as soon as Alexander turned his back upon India (Sept B.C. 326 ) there was general revolt against him. Sandracottus' accession to the throne of Pataliputra would appe- ar to have taken place simultaneously or a little earlier. ( ૯૬ ) ઉપરની ટીકા નં. ૮૩ તથા ૪૨ જુએ તથા પ્રથમ પરિચ્છેદમાં દર્શાવાયલી હકીકત સાથે સરખા. ( ૯૭) રૂલર્સ ઓફ ઇન્ડિઆ સીરીઝનું અશોક નામે પુસ્તક પૃ. ૧૪ -તેણે મેળવેલી ફતેહાને લીધે સેલ્યુકસને-નિકેટર-વિજેતા તરીકે ઉપનામ મળ્યું હતું. Rulers of India Series, Asoka P.14: Selcucus, surnamed Nicator the conqueror, by reason of his victories ( fal vid પ્રતિસ્પધી" અશોકને મળ્યા હશે તે આ ઉપરથી સમજાશે.) ( ૯૮ ) ધિ ભિલ્લા ટેમ્સ પૂ. ૯ર--(સેલ્યુકસની સાથે કરેલી તહની શરતો સંબંધમાં લખતાં જણાવે છે કે ) જ્યાં ? શત્રુ સૈન્ય સામે ) ફતેહપૂર્વક ધસારે કરી શકાતું ન હોય ત્યાં, માનપૂર્વક પીછેહઠ કરવી તે ચોક્કસ લાભદાયી નીવડે છે. લગ્નગ્રંથીની કબુલાતથી મિત્રાચારી ગાંઠ વધારે મજબૂત બનાવવામાં આવી
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy