SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પરદેશીની [ સપ્તમ અને ચિનાબ નદી વચ્ચેના પિતાના અસલ મુલક ઉપરાંત બીજો ભાગ સોંપ્યો હતે. અલેકઝાંડરને તે તાબે થયા હતા, તેમજ ગ્રીક શહેનશાહનું સાર્વભૌમત્વ તેણે સ્વીકાર્યું હતું. ( ૪ ) આભિ અને ફિલિપના પ્રદેશના વાયવ્ય ખૂણે, પેરેપનીસીડાઈ નામને પ્રાંત આવ્યો હતે. તેના ઉપર એલેકઝાંડરના શ્વસૂર એઝીઆસને નીમ્યો હતો. ઇ. સ. પૂ. ૩૨૪માં ફિલિપનું ખૂન તેનાજ લશ્કરમાંના કોઈ સંનિકે કર્યું હતું. તેના સમાચાર અલેકઝાંડરને મળવાથી, અન્ય સંતોષકારક વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી, ફિલિપના સ્થાને યુડેમેસની નીમણુંક કરાઈ હતી. વળી ફિલિપના બહોળા પ્રાંતના વહીવટની જવાબદારી તેની (યુડેમેસની) સાથે અભિના ઉપર મૂકવામાં આવી હતી. અત્યાર સુધી અભિ ગ્રીકે નિમકહલાલ મિત્ર હતો અને તેના ઉપર બહુજ વિશ્વાસ રખાતા હતા. ઈ. સ. પૂ. ૩૨૩ ના જુનમાં, બાબિલેન ગામમાં અલેકઝાંડર મરણ પામ્યો, પણ ફિલિપના સ્થાને કેઈ અમલદારની જાશુકની નીમણૂક કરાઈ નહોતી. અલેકઝાંડરના મરણ બાદ, તેના સરદાર બાબિલેનમાં કૌસલ રૂપે એકઠા થયા અને સામ્રાજ્યના સધળા પ્રદેશની વાંટણી કરવાની યોજના ઘડી કાઢી. જો કે હિંદી પ્રાંત ને તે અલેકઝાંડરના સમયે જેમ ચાલતું હતું તેમજ રહેવા દેવામાં આવ્યા હતા ( જુઓ મિ. વિન્સેટસ્મિથ કૃત અશોક પૃ. ૧૪ કે. હિ. ઈ. પૃ. ૪૨૮ પંકિત ૨૩-૮ ) એટલે કે હિંદી પ્રતિના સૂબા તરીકેની સેપણીમાં કેઇ ફેરફાર કરવામાં આવ્યો નહે. બાકી ઉપર જે વ્યવસ્થા કર્યાનું વર્ણન લખ્યું છે તે પ્રમાણે વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી. વળી ઇ. સ. પૂ. ૩૨૧ માં સિરિયાના ટ્રિપેરેડીઝ ગામે, એન્ટીપેટરના નેતૃત્વ નીચે વહેંચણીમાં સુધારો કરવામાં આવ્યું હતું. તે ફેરફાર નીચે પ્રમાણે હતઃ ( ૧ ) પિથાને સિંધ છેડવું. તેને બદલે સિંધુની પશ્ચિમે અને પેરેપેનીસીડાઇની પૂર્વમાં કોઈ બીજો પ્રાંત સાંપો. ( ૨ ) પારસને વિશેષ મોટો પ્રદેશ સેપો જેથી કરીને તેની સત્તા વધતી વધતી, નદીને રસ્તે ઠેઠ દરિયા સુધી પહોંચે (કે. હિ. ઈ. ૫. ૪૨૮ ) ( ૩ ) આભિ અને પારસની સતા સંકુ ચિત બનાવવાને જરાએ પ્રયત્ન સેવા નહોતે. કેમકે તે બને અતિશય પ્રરાક્રમી લેખાતા હતા. (૪) યુડેમેસ વિશે કાંઈ જ ઉલ્લેખ નહોતા. પણ તેની હાજરી છે, સ. પૂ. ૩૧૭ સુધી સૈનિકે સાથે આ દેશમાં હતી. તેણે દગો કરીને પિરસને મારી નાંખ્યા બાદ તેના લડાયક હાથીઓ લઈ લીધા હતા તથા પિતાના સર્વ લશ્કર સહિત હિંદુસ્તાન બહાર નીકળી આવ્યો હતે. એટલે એમ માનવાને આપણને કારણું નથી, કે ઈ. સ. પૂ. ૩૧૭ સુધી અભિની સાથે તેને સંબંધ પૂર્વવત નભાવી ન રાખ્યો હોય તથા પિતાની સૂબા તરીકેની કામ ચલાઉ નીમણુક ચાલુ રાખી ન હોય. તે બાદ હિંદમાં રહેવું પિતાને સહી સલામત લાગ્યું નહીં હોય. એટલે સમજાય છે કે ઈ. સ. પૂ. ૩૧૭ સુધી પંજાબ અને તક્ષિલામાં, ગ્રીક સત્તા તથા રાજ્ય વ્યવસ્થા ચાલુ જ રહી હતી. અને ચંદ્રગુપ્ત (અલબત્ત જેને તેમણે સેકેટસ નામથી સંબોધ્યો છે તે ) અથવા બીજા કેઇએ તે સમય સુધી પિતાની ઉન્નતિ સાધી હોય એ એક અક્ષર વટીક પણું સાંભળવામાં આવ્યું નથી. When Alexander left the bounds of India towards the end of 325 B.C. he made the follow
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy