SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ્ર ] ચંદ્રગુપ્ત રાજાના અંતિમ દિવસે તે મહિસર રાજ્યે એલગાલ તીથે=શ્રવણ ખેલગાલના સ્થાન ઉપર વ્યતીત થયા છે એમ આપણે તેને વૃત્તાંત લખતાં, અનેક પુરાવા રજુ કરી, સાબિત કરી આપ્યુ' છે. તે નમદાના કિનારે શુકલતી માં ગયેા હાય અને ત્યાં મરણ પામ્યા હોય તે વિષયની ચર્ચામાં ઉતરવા હવે જરૂર રહેતી નથી, અહીં તે આપણે માત્ર ચાણકય સંબધીજ પ્રશ્ન ઋણુવા રહે છે. અને તેમાં પણ તે લેખકના શબ્દો એટલા તા સ્પષ્ટ છે, કે કાઇ જાતના સંદેહ જ તેમાં રહી જતા નથી. માત્ર જે શોધી કાઢવુ રહે છે તે એટલુંજ કે, આ શુકલતીર્થાંનું સ્થાન નદા નદીના તટ પ્રદેશમાં કયાં આગળ આવી રહેલું છે. કારણ કે તે વાક્યમાં કયાંય સ્થળ નિર્દેશ ચાકકસ સ્થાન ઉપર કર્યાં થી. તથા સ્થળ નિર્દેશ વર્તમાનકાળે ન`દાના તીરે, વૈશ્વિક મતાનુયાયીનું એક સ્થાન શુકલતીર્થના નામથી વિખ્યાતી પામેલું છે. તે સ્થાન તે નદીના મુખ આગળથી એટલે ભરૂચ બંદથી, નદીના ઉપર વાસે ૩૦-૩૫ માઇલ ઉપર આવેલું છે. ત્યાં આગળ આસમાજીસ્ટ બંધુઓ વિદ્યાસ્થાન ( ગુરૂકુળ અને હાઇસ્કુલ જેવાં ) પણ ચલાવી રહ્યાં છે. તેમજ અતિ પ્રાચીન સમયથી હસ્તિ ધરાવતા મોટા વડ છે, જે તેની અનેક શાખા પ્રશાખાને લીધે કબીરવડના નામથી મશહુર છે. આવી રીતે મહત્ત્વતા ધરાવતું તે સ્થાન તીર્થ તરીકે જાણીતું થયું છે. તેજ ચાણકયજીનું સ્વર્ગ`ગમનનું સ્થાન હશે કે અન્ય જગ્યાએ તે વિચારવું રહે છે. માણસને આત્મચિંતવન,ધ્યાન અને સાધનાને માટે હમેશાં એકાંત સ્થાન વધારે ઇચ્છનીય થઇ પડે છે, અને તેવુ... સ્થાન ગિરિક ંદરામાં, મોટા વનખ’ડમાં ક્ર નિર્જન ઝાડીઓમાં જેવુ અનુકૂળ પ્રાપ્ત થાય છે તેવું, સપાટ પ્રદેશમાં કે વસ્તીઆણુવાળા ભાગમાં મળી આવે તે જરા અશકય છે. છતાં નદી તટે અમુક નિર્જન સ્થાન ૨૧ પસંદ કરી ત્યાં કુટિર જેવું બનાવી, પાતે આત્મસાધન ન જ કરી શકે એમ કાંઇ નથી, એટલે વર્તમાનકાળના શુકલતીર્થ નામે ઓળખાતા સ્થાન પરત્વે, વિચાર કરતાં ચાણકયજીના અંતિમ નિવાસ માટે જો કે વિશેષ સંભાવના તેા નથી દેખાતી, છતાં તદ્દન અસભવિત પણ નથી લાગતું. એક સાધારણ રવૈયા પડી ગયા છે કે, દરેક મનુષ્યને, સ્વધર્મનું સ્થાન હોય તે તે સ્થાને જઇ વસવાટ કરવાને મન આકર્ષાયાં કરે છે, અને તે નિયમ તે સમયે પણ સચવાતા હશેજ એમ અનુમાન કરી શકાય છે. એટલે ચાણુકયજી પણ સ્વધર્મના સ્થાન પ્રત્યે આકર્ષાય, તે મુદ્દો પણ સાથેાસાથ વિચારવાજ પડશે. ઉપર જણાવી ગયા છીએ કે વમાનનુ શુકલતી તે વૈશ્વિક બ્રાહ્મણ ધવાળાને વધારે માનનીય છે. તે સમયે–એટલે ઇ. સ. પૂ. ની ચેાથી શતાબ્દિમાં પણ તેજ સ્થિતિ પ્રવતી હતી કે કેમ. તેની સાબિતી આપણે ચોકકસપણે જો કે ધરાવતા નથીજ, છતાં કબૂલ રાખી શકાય કે તેમજ હતુ.. એટલે કે તે તી. સ્થાન વૈદિક મતાનુયાયીનું હશે. અને તેમ હોય તે ચાણકયજીને બ્રાહ્મણ તરીકે આ સ્થાન માટે લગની લાગી હેાય તેમ માની લેવું પણ રહે. પણ તે તો જન્મથી બ્રાહ્મણ હોવા છતાં, ધમે તા જૈન મતાનુયાયી હતા એમ આપણે આગળ જોઇ ગયા છીએ, એટલે આ શુકલતી પ્રત્યે તેમનું મન વધારે ઝંખ્યા કરે એમ માની શકાતુ નથી. એક પ્રકારે તે આ ગિરિકંદરા જેવુ નિર્જન સ્થાન નથી તેથી, તેમ વળી સ્વધર્મનું સ્થાન નથી. આ પ્રમાણે—એ કારણાથી તે સ્થાન હાલનું શુકલતી હાય, એમ વજનદાર ધારી શકાતુ નથી. એટલે અન્યસ્થાનની તપાસ કરવી રહે છે. આવું એક સ્થાન નજરે પડે છે ખરૂં'. અને એમને એમ શુકલતીથી ન`દા નદીના તટેને તટે છેક ઉપરવાસે જતાં જ્યાં જબલપુર પાસેથી તે નદી વહે છે અને છૂટાછવાયાં નાનાં નાનાં
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy