SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્વતું કહેવાતાં [ પંચમ કરવાનું સ્વપ્ન પણ ધાર્યું ન હોય, તેને મુક્ત કંઠે સ્વીકાર કરતા થવા ઉપરાંત તેના પ્રશંસક બન્યા છીએ. આટલાયે ઉલ્લેખ કરવાની એટલા માટે જરૂરિયાત પડી છે કે, આપણામાંના કેટલાનું માનસ એવા પ્રકારનું બની ગયું છે, કે અન્ય પ્રદેશી વિદ્વાને કહે તેજ સાચું. બાકીનું, ફાવે તે આપણા દેશી વિદ્વાનોએ કહ્યું હોય, કે શાસ્ત્રીય ગ્રંથોમાં સાબિતી પૂર્ણ જણાવાયું હોય, તે પણ અસ્વીકાર્ય-નિષ્પક્ષ વિચારકેએ આવું કદાગ્રહી વલણ ત્યજવું જ જોઈએ. જેમ આ સ્થિતિ, અન્ય વિષયો પરત્વે છે, તેવી જ ઇતિહાસ અને ભૂગોળ પર પણ ચાલી આવે છે. જો કે આ પુસ્તક ભલે ઇતિહાસને લગતું છે છતાં જ્યારે સુદર્શન તળાવના સ્થાન પર પ્રશ્ન ચર્ચાય છે, ત્યારે તે ભૌગોલિક કક્ષાનો વિષય બને છે, એટલે તે દૃષ્ટિએ પણ જરા વિચારણા કરવી રહે છે. કુદરતની ગતિ પણ અમુક કાયદાને આધીન છે. (જુઓ પુ. 1. પૃ. 4) મહાપુરૂષોના નિષ્ક્રમણ પણ અમુક સિદ્ધાંતાનુસાર થયાં કરે છે ( જુઓ પુ. 1. પૃ- 6 તથા ઉપરમાં પૃ. 1 થી 5 ). તથા કાળદેવની અસર પણ પદાર્થો ઉપર થયાં કરે છે. ( જુઓ પુ. 1, પૃ. 227 થી 230 માં મોહનજાડેરે અને જેસલમીરના રણની ઉત્પત્તિનું વર્ણન ) ઇત્યાદિ વિવેચન કરતાં આપણે જણાવી ગયા છીએ કે, કુદરત જેવી વસ્તુ પણ છે. તેમ તે કેટલેક દરજજે આ દુન્યવી પદાર્થોના નિયમનની દેરવણી પણ કરે છે. અને તેની આવી કાર્યવાહીમાં જ્યારે મોટું પરિવર્તન જેવું દેખાય છે ત્યારે જ તેના અસ્તિત્વનું આપણુ–મનુષ્યને ભાન થાય છે, આવા અનેક પલટાઓ થાય છે, થાય છે ને થશે. પણ આ સુદર્શન તળાવનું જે સમયનું વર્ણન આપણે કરી રહ્યા છીએ તે સમયમાં તેવાં મોટાં ત્રણ પરિવર્તને કુદરતને અનુભવવાં પડ્યાં હતાં, અને તે ત્રણે પરિવર્તનથી કેવો ફેરફાર થયું હતું, તે જાણવા માટે તે ત્રણની તેમજ તેની લગોલગ પૂર્વના સમમની સ્થિતિની ઝાંખી કરી હોય તે જ થયેલ ફેરફારને આપણને ખ્યાલ આવી શકે. એટલે તે ચારેના સમયને વિચાર કરીશુંઃ જૈન મતાનુસાર આ ચારે સમયો નીચે પ્રમાણે ગણાય છે. (1) ઇ. સ. પૂ. 569 ( જુઓ પુ. 1. પૃ. 369 ) તેમના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરે દીક્ષા લીધી તે સમય (2) ઇ. સ. પૂ, પર( જુઓ 5. 1 પૃ. 399 ): શ્રી મહાવીરના નિર્વાણ પામ્યા પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસને સમય જતાં, અવસર્પિણી કાળને આરે બદલાયો તે સમય. (3) ઇ. સ. પૂ. ૪૬૩=મહાવીરના નિર્વાણ બાદ 64 વર્ષે તેમની બીજી પાટે થયેલા શ્રી. જંબુનું નિર્વાણ થયું તે સમય ( જે સમયે મગધમાં મેટે દુષ્કાળ પડ્યો હતો, તથા હાથી ગુફામાં વર્ણવાયેલી, નહેર બનાવવી પડી હતી. ) | ( 4 ) ઇ. સ. ની શરૂઆત થઈ તે સામાન્ય નજરે તરી આવે તેવા બીજા તે અનેક ફેરફારો થયા હતા, પણ તે વિષય અત્રનો નથી. એટલે અહીં તે ઉપરના ચાર જ્યારે વૈજ્ઞાનિકે માનતા થયા છે ત્યારે, નભે મંડળમાં ખાતા અન્ય ગ્રહોની પૃથ્વીઓ પણ હોય, તેમજ આપણી આ પૃથ્વીથી પર ( એટલે તેની સપાટી ઉપર નહીં પણ તેને વીંટળાઈ રહેલા, અને તેની સપાટીમાં આવી ન શકે તેવા ) એવા અન્ય સમુદ્રો વિગેરે પણ હોઈ શકે.. તેમ માનવાને વાંધો શું આવી શકે? બલકે સારા રસ્તો એ છે કે, જેમ તમે અમુક વસ્તુ ન માનવાને હક ધરાવે છે, તેમ અન્યની માન્યતા જે છે તે અન્યથા છે, એવું સાબિત કરવાની તત્પરતા પણ દાખ. તોજ ન્યાય કહેવાશે. બાકી, આમ ન હોવું જોઈએ. એમ માત્ર બેલ્યા કરવા કરતાં, આમ વસ્તુ નથીજ પણ આમ છે, એમ સાબિત કરવા મંડવું જોઇએ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy