SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ યવનપતિ અલેકઝાંડર તથા તેના સરદારને લગતી હકીક્ત વિશે જે તદન મૌન સેવાતું રહ્યું છે તેને લગતું એક તદ્દન નવું જ પ્રકરણ ઉમેર્યું છે અને (૫) સર્વથી ચડી જાય તેવું પ્રકરણ તે બુદ્ધદેવ તથા મહાવીરના ઇતિહાસને લગતું અને તે બને ધર્મ પ્રવર્તકેના ધર્મનાં સ્મારકોનાં દ, ચિહ્નો, શિલ્પકામ વિગેરેને સમજૂતી સાથે ઉકેલ બતાવ્યો છે. બા પ્રમાણે અનેક વિધ રસમય અને ઉપયોગી સામગ્રીથી આ દ્વિતીય ભાગ ભરચક બનાવવામાં આવ્યું છે. ત્રીજો ભાગ પણ લગભગ તેવી જ રીતે નવીન અને વિસ્મયમાં ગરકાવ કરે તેવી સામગ્રી પૂર્ણ બન્યો છે. જે સ્વયં હાથમાં આવતાં ખાત્રી કરી આપશે. આ પ્રમાણે પુસ્તક વર્ણનને મુખ્ય દેહ સંપૂર્ણ કર્યા બાદ, પાંચમે પરિ છે એવું નામ આપી, તેમાં મૂળ ઈતિહાસથી અલગ પડતી પણ તેની અંગભૂત ગણી શકાય તેવી હકીકતનાં ચાર પરિશિષ્ઠ ઉમેરવાં પડ્યાં છે (૧) ધર્માશોક” શબ્દ કોને લાગુ પાડી શકાય તેની ચર્ચાને લગતું (૨) સુદર્શન તળાવને લગતું (૩) સમ્રાટ પ્રિયદર્શિન સાથે કૌટુંબિક તેમજ રાજકીય સબંધ ધરાવતી દશરથ અને શાલિશુક નામે બે વ્યક્તિઓની ઓળખ આપતું () અને તેવી જ રીતે જે અન્ય એક વ્યકિત સબંધ ધરાવતી આવી છે પણ અદ્યાપિ પર્યત જેને તદન અંધકારમાંજ પડી રહેવા દીધી છે તેને લગતું; આ પ્રમાણે ચાર પરિશિષ્ટ જોયાં છે, અને તે દરેકમાં પણ, મૂળ પુસ્તકની પેટેજ, તદન નવીન હકીકત દેખા દઈ રહેલી માલુમ પડે છે. જે અત્રે વર્ણવવા કરતાં તે વાંચી જવાથી ખાત્રી થશે. છતાં એક ટકેર જરા કરી લઉં. કે છેલ્લાં બે પરિશિષ્ટમાં તે નવીન જ વસ્તુ ભરેલી છે. જ્યારે પહેલાં બેમાં, જેમ અશોક અને પ્રિયદર્શિન વચ્ચે ભેદ અને ભ્રમ ફેડી નંખાય છે, તેમાં પ્રથમ પરિશિષ્ટમાં સુદર્શન તળાવની રચનાનું કારણ તથા તેના કર્તા રૂદ્રદામન ક્ષત્રપને ગણવામાં આવ્યો છે તે બંને બીનાનું સ્વરૂપ ઉથલાવી નંખાયું છે. જ્યારે દ્વિતીય પરિશિષ્ટમાં તેજ પ્રમાણે ધર્માશેક નામની વ્યક્તિ જે ધરાતી આવી છે તેને બદલે તે પદવી એક નવીન વ્યક્તિને જ અપતી હોવી જોઈએ એમ સિદ્ધ કરી બતાવ્યું છે. પુસ્તક પૂરું કરાયા બાદ પ્રથમ ભાગની પેઠેજ, વંશાવળી તથા નામાવલી, તે બાદ સમયાવળી, શું અને કયાં? અને શુદ્ધિપત્રક તથા સર્વના અંતે, પુસ્તકના અંગે મળેલા અભિપ્રાયના ટુંક ઉતારા આપ્યા છે. આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. ધારું છું કે, આટલાં પગલાં લેવાથી વાચક વર્ગની દરેક પ્રકારની સુલભતા સચવાઈ રહેશે. છતાં નવીન સૂચનાઓ મળશે તે જરૂર તે ઉપર લક્ષ આપી, આદરણીય લાગતાં ત્રીજા પુસ્તકે તેને અમલ કરવામાં આવશે. હવે આ બીજા ભાગ સબંધમાં કેટલાક સામાન્ય વિચારે જણાવવા જરૂર જોઉં છું. (૧) આખાએ ગ્રંથનું મૂળ લખાણ ઈ. સ. ૧૯૨૮ સુધીમાં પૂરું થઈ ગયું હતું. જ્યારે તેની છપાઈ ઈ. સ. ૧૯૩૫ થી શરૂ થઈ છે. વચ્ચેના સાત વર્ષના ગાળામાં થયેલ શોધખેાળ અને સુધારા વધારા જે મારા વાંચવામાં આવ્યા છે, તે યથાસ્થાને આમેજ કરતો ગયો છું. તેમાં જે મોટા અને ખાસ ધ્યાન ખેંચવા લાયક દેખાયા છે, તે તે વિષયોને છૂટા પાડીને તેમના તેમના પરિચ્છેદના અંતે પરિશિષ્ટ” અને “વધુપ્રકાશ” તરીકે, અને કિંચિત જેવા હતા તેને ચાલુ લખાણની
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy