SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગુપ્તના ધર્મ [ પંચમ યાત્રિજનેને પાણીની તંગી ન પડે માટે, ગિરીરાજ- ની તળેટીમાં પિતે સુદર્શન તળાવ બંધાવ્યું99 હતું. જેમાં કેટલાક ગ્રંથકારોએ અનુમાન બાંધ્યું છે, કે ચંદ્રગુપ્ત આ સુદર્શન તળાવ રાજકારણને અંગે, કૃષિકારનું હિત વિચારીને, અખૂટ જળસંગ્રહ તરીકે બંધાવ્યું હતું, તે તે અનુમાન તદન ખોટું છે. અથવા કૃષિહિત જાળવવા માટે હોય તે પણ કાઝલ વખતે તે કાર્ય સારૂ ઉપયોગ કરવામાં આવતું હશે. જે કેવળ કૃષિકાર માટે જ હેત તે ચંદ્રગુપ્ત પિતાના સામ્રાજયના દરેકે દરેક વિભાગમાં તેવાં તળાવો બનાવવાને બદલે, માત્ર તેના સામ્રા. જ્યના એક ખૂણે જ આવો પ્રબંધ કૃષિ નિમિત્તે કાં રમ્યો તેમજ સામ્રાજ્યની બીજી કઈ દિશામાં કેમ નહીં ? અરે ખુદ મગધ દેશમાં પણ કેમ ન ર ? આ એક પ્રશ્ન જ નિર્વિવાદિત રીતે સિદ્ધ કરે છે કે સુદર્શન તળાવ, તે, કૃષિની ખીલવણું અર્થે બંધાવવામાં નહોતું આવ્યું. પણ પિતાના સહધમાં યાત્રાળુઓ, છૂટક યા સંધ કાઢીને આવે, (૫છી રાજા હોય કે ગૃહસ્થ હોયતીર્થ માટેના સ કાઢયા હોવાનું લખાયું છે, પણ આવા શિલાલેખી અને અટળ એતિહાસિક પુરાવા આપનારા સ્મરણવાળે કોઈ સંધ નીકાન્યાનું નેધાયેલ જણાયું હોય, તો તે આ પહેલાજ દષ્ટાંત મારી નજરે પડે છે. ( 77) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ. તેને સમય મ. સં. 160 થી ૧૬૫=ઈ. સ. પૂ. 367 થી 362 ગણી શકાય. આગળનો જમાને હાલની માફક આગગાડી અને વીજળીને નહતો તેથી યાત્રાળુઓને યાત્રા સ્થાને જવામાં ઘણી વિડંબનાઓ પડતી. જેથી કોઈ પુણ્યાત્મા યાત્રાળનો સમુદાય-સંધ-દેરવી લઈ જવા બહાર પડત તે અસંખ્ય શ્રદ્ધાળુઓ આત્મહિત માટે આવા સંધમાં જોડાતા. વળી તે સમયે આજીવિકા પ્રાપ્તિ સુલભ હેવાથી, ઘણો લાંબે વખત તેઓ પોતાના સ્થાનથી બહાર રહેવાની જીજ્ઞાસા પણ ધરાવતા. એટલે દેખીતું છે કે આવા સમુદાયમાં જનારા વિશેષ હોય. વળી જે સમુદાય લાંબી મજલથી આવે, તો તેમાં સંખ્યા પણ વિશેષ; વળી જેમ મનુષ્ય સંખ્યા વિશેષ અને તેમના પિતાના કામ ધંધાથી ગેરહાજરી વિશેષ, તેમ તેમની સાથેને અસબાબ નોકર ચાકર પણ વિશેષ. તેથી તેને અંગે તે બધું વહન કરી લઈ જનારાં, ભાર બરકારીના વાહન અને તેને ખેંચી લઈ જનારાં બળદ, ઘોડાઓ, ગાડાં, રથ, વિગેરે વધારે? વળી આવડા મોટા સમુદાયને માટે પાણીની અતિ મેટી અને અનિવાર્ય જરૂર પણ પડે એટલે નાના કુવા કે ટાંકાં જેવાં સાધન પર પડી ન જ શકે, તેમ આજની માફક લાંબે વેરથી નળ વાટે પાણી પૂરું પાડવાની યોજના હશે કે કેમ તે આપણું જાણમાં આવ્યું નથીજ. એટલે યાત્રાળએ જયાં પડાવ નાંખીને વસવાટ કરે, ત્યાંથી નહીં અતિ નજીક, તેમ નહીં અતિ , એવા સ્થળે મોટા પ્રમાણમાં જળ સંગ્રહ રાખજ પડે. અને તેમાં વળી સંધને નેતા જેને સંધવી કહેવાય, તે સંધવી સમ્રાટ ચંદ્રગુપ્ત જેવો સર્વ વાતે હામ દામ ને ઠામ ધરાવતો પુરૂષ હોય, ત્યારે તે વાત જ શું કરવી ? એટલે શાશ્વતા તીર્થની તળેટીમાં સુદર્શન તળાવ જેવું મોટું વિસ્તાર ધરાવતું તળાવ બાંધવાનો વિચાર કર્યો હોય, તો તેમાં આશ્ચર્યકારક પણ શું ? આમ કરીને શ્રી ચંદ્રગુપ્ત અને તેના સલાહકાર રાજગુરૂ ચાણકયજીએ પોતાની દીર્ધદજીને પુરા પૂરું પાડે છે. એટલું જ નહીં, પણ તેઓ પ્રજ્ઞાવાન પુરૂષની ગણનામાં મૂકી શકાય, તેવી સાબિતી આપી છે (એટલે કે તળાવનું નિર્માણ તે ધાર્મિક કારણ હતું, નહીં કે રાજકીય, જેમ હાલના ગ્રંથકાર માને છે તેમ ) ( 78 ) E. H. I. 3rd Edi Smith P. 133:--The fact (Sudershana lake) that so much pains and expense were lavished upon the irrigation work in a remote dependency of the empire is conclusive evidence that the provision of water for the fields was recognized as an imperative duty by the great Mauryan Emperor. અ. હી. છે. ત્રીજી આવૃત્તિ પૃ. 133 ( મગધ ) સામ્રાજયના એક ખૂણાના પ્રાંતમાં ( સુદર્શન તળાવ ) ની નહેર બંધાવવા પાછળ એટલી બધી મહેનત લઈને અને છૂટે હાથે જે ખર્ચ કરાયો હતો, તે હકીકતજ પૂરતી રીતે સાબિત કરી આપે છે, કે ખેતરને પાણી પૂરા પાડવા માટેની ગેવણનું કાર્ય, મહાન સમ્રાટના
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy