SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ તદ્દન ઉલટી જ છે. કેમકે પ્રિયદર્શિન તથા અશોક બને ભિન્ન જ વ્યક્તિઓ હોવાથી, તેમજ તે સર્વે પ્રિયદર્શિનના રચેલાં હેવાથી, પ્રથમ દરજજે તે સર્વે જે ધર્મને પ્રિયદર્શિન સમ્રાટ અનુયાયી હતે તે જન ધર્મને લગતાં જ ફરમાને છે. અને બીજે દરજે વર્તમાનકાળમાં જૈન ધર્મનાં મનાતાં રહેલાં ત કરતાં, તેમાં દર્શાવેલ ફરમાને અને તે કેટલાં શુદ્ધ સ્વરૂપે તે સમયે પ્રવૃર્તી રહેલાં હતાં, તેનું જ્ઞાન–ભાન ઈતર મતાનુલંબીઓ કરતાં, જેન પ્રજાને જ સારી રીતે તેમાંથી પ્રાપ્ત થતું દેખાય છે. ઉપરાંત તેઓને તેમના ધર્મનાં અનેક તીર્થ સ્થળ વિશે પણ નવીન જ પ્રકાશ ફેંકતા સમજાશે. (૨) ગ્રીક ઈતિહાસમાં આલેખેલી સેંડ્રેકેટસ નામની હિંદી સમ્રાટની જે વ્યકિતને સઘળા વિદ્વાનેએ ચંદ્રગુપ્ત ઠરાવી દીધો છે, તેને બદલે તે ચંદ્રગુપ્ત નહીં, પણ તેને પૌત્ર અશકવર્ધન હતું, એમ મારે ઠરાવવું પડયું છે. અને તેમ કરવામાં, તેમણે જે હકીક્તને આધારે તે નિર્ણય બાંધ્યો છે તેના મૂળ લખાણમાં કેવા શબ્દો છે, તે શોધી કાઢી વાચક વર્ગ પાસે શબ્દ શબ્દ અસલ રજુ કરીને, તે ઉપર ટીકાઓ સાથે ખરી વસ્તુસ્થિતિ તેના યથાર્થ સ્વરૂપમાં મેં સ્પષ્ટ કરી બતાવી છે. એટલે બૌદ્ધ સાહિત્યમાં વર્ણવાયેલ અશોકના જીવનમાંના કેટલાક પ્રસંગે, જે શિલાલેખમાં કોતરાયેલ હકીકતથી જુદા પડતાં માલૂમ પડે છે તે સર્વે ટપટપ આપમેળે બંધબેસતા થઈ જાય છે. જેવાં કે (1) અશોકના ધર્મ પરિવર્તનને સમય ખરી રીતે રાજ્યાભિષેકની પૂર્વેને છે છતાં શિલાલેખમાં રાજ્યાભિષેક બાદ અઢીથી નવમા વરસ સુધીમાં થયેલ જણાવાય છે. તેમ (સા) તેણે પિતાની રાણી તથા અનેક મનુષ્યની કલ્લ કરાવી નાંખ્યા ઉપરાંત નકલય જેવી સંસ્થા ઉભી કરાવી હતી. જ્યારે શિલાલેખમાં તેને કૌટુંબિક અને આત્મીય જને તરફ મમતા ભરી વર્તણુંક ચલાવતે બતાવવા ઉપરાંત, સર્વ મનુષ્યજાતિ તરફ વાત્સલ્યતા દર્શાવતે બતાવાય છે. આવી તે અનેક વિરોધ દર્શક હકીક્ત અદ્યાપિ પર્યત નજરે પડતી આવી છે અને તેમાં વિદ્વાનેએ તેનું સમાધાન કરવા મરજીમાં આવે તેવી દલીલ રજુ કર્યે રાખી છે. તે સર્વને અંત આવી જાય છે. (૩) અર્થશાસ્ત્રના પ્રખ્યાત રચયિતા અને મૌર્ય ચંદ્રગુપ્તના રાજે, મુખ્ય સૂત્રધાર, કર્મચારી અને રાજપુરેહિત ચાણક્યને, કેટલાકે ચાણક્ય, ચાણિજ્ય તેમજ કૌટિલ્ય, કુટિલ્ય કે તેને જ મળતાં નામેથી જે સંબંધે છે તે સર્વ ખોટું છે તથા તેનાં જન્મ અને મરણનાં સ્થાન, સ્થળ તેમજ સમયવિશે જે તદ્દન અજ્ઞાન દશા થતી રહી છે, તે સર્વ ઉપર ઐતિહાસિક દષ્ટિએ પુરાવા આપી સાક્ષાત્ નિર્દેશ કરી બતાવ્યું છે. (૪) સમ્રાટ બિંદુસારના આખા જીવન ઉપર અત્યાર સુધી જે ઘાટે પડદે પડી જ રહ્યો છે તે ઉંચકી નાંખી, અનેક હકીકતે બહાર આણી છે. (૫) ગ્રીક શહેનશાહ સિકંદર હિંદ ઉપર ચડી આવ્યું ત્યારથી શરૂ કરીને, તેના નીમેલા સરદારેએ ભારત ભૂમિના એક ખુણે અંધાધૂની જે ચલાવી મૂકી હતી ત્યાંસુધીને લગભગ પા સદીને ઇતિહાસ સ્પષ્ટપણે ભારતીય ઈતિહાસના પાને ચડે જ લાગતું જ નથી. એટલે આ હકીક્ત એક સ્વતંત્ર પરિરછેદે બતાવવામાં આવી છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy