SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ચંદ્રગુપ્તની [ચતુર્થ ચંદ્રગુપ્ત જે પિતાનું સર્વસ્વ છોડીને,૬૫ ઉપરના સંધ સાથે ગયો હતો તે બાર વરસ સુધી બેલ ગોલમાં રહ્યો હતો અને તે પણ, ઉપર પ્રમાણેની ધર્મક્રિયા કરીને દેવલોક પામ્યો હતે. વળી આ બાબત આગળ ઉપર કાંઈક અંશે ચર્ચવામાં આવશે ત્યાં જોવા વિનંતિ છે. ભિન્ન ભિન્ન ગ્રંથકારએ ઉપર પ્રમાણે ઉધૂત કરેલાં અવતરણોથી સમજાય છે કે તેઓ સર્વ એકજ નિરધાર ઉપર આવેલ છે કે, રાજા ચંદ્રગુપ્ત ગાદીને ત્યાગ કર્યો છે. અને ગાદી ત્યાગ પછી લગભગ બાર વર્ષ પર્યત જીવંત રહેવા પામ્યો છે અને સ્વર્ગગમન સમયે તેમની ઉમ્મર આશરે ૬૨ વર્ષની હતી. જ્યારે આ વિષયના આવા પારંગત અભ્યાસીઓ સર્વ સંમત થઈને એક નિર્ણય જાહેર કરે છે, ત્યારે આપણે પણ તેને સ્વીકાર કરી લીધા વિના ચલાવી શકાય તેમ નથી. સાર એ થયો કે, સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય અમલને પ્રારંભ મ. સં. ૧૪=ઈ. સ. પૂ. ૩૮૧-૨ માં ( જુઓ પૃ. ૧૪૬ ), તેનું સમ્રાટ બનવું મ. સં. ૧૫૫=ઈ.સ. પૂ. ૩૭૨માં, તેના રાજ્યના અંત તે બાદ સોળ વર્ષે એટલે મ. સં. ૧૭૦= ઈ. સ. પૂ. ૩૫૭માં અને તે બાદ વળી બાર વર્ષે એટલે મ. સં. ૧૮૨ ઈ. સ. પૂ. ૩૪૫ માં તેનું મરણ થયેલું ગણાશે. ઉપર ટાંકેલા વિદ્વાનેની ગણત્રી મુજબ, રાજા ચંદ્રગુપ્તનું મરણ તેની ઉમર ૬૨ વર્ષની ઉમરે થવા પામ્યું હોય એમ તાત્પર્ય નીકળે છે. મુંબઈ સમાચાર નામે પત્રના ઇ. સ. ૧૯૨૩ ના દીપેસવી અંકના મૃ. ૧૯૭ માં વળી એક વિદ્વાન દાનરે તે સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી દીધું છે કે, “ ચંદ્રગુપ્ત ૫૦ વર્ષની ઉમરે રાજને ત્યાગ કરી જૈન ધર્મ અંગીકાર કર્યો હતેભદ્રબાહુએ અન્નને ત્યાગ કરી, જ્યારે દેહ પાડ્યો ત્યારે ચંદ્રગુપ્ત તેની સાથે હતા. ૧૨ વર્ષ પછી ચંદ્રગુપ્ત પણું એજ અન્નત્યાગના વૃત્તથી દેવલોક પામ્યા.” આ પ્રમાણે સર્વ ઠેકાણેથી ઉચ્ચારાતા અભિપ્રાયો તપાસતાં, જે કે એક જ વિધાન તરવરી નીકળતું દેખાય છે. છતાં ગણિત શાસ્ત્રથી જે હિસાબ કરી તપાસીએ છીએ તે તેની ઉમર ઠરાવવામાં કાંઈક વિશેષપણે ઉદારતા દાખવી ગયા હોય એમ જણાય છે. ચાલો તે તપાસીએ. હકીકત આ પ્રમાણે છે. તે પોતે જૈનધર્માનુયાયી હતા. ૨૭ નંદરાજાને હરાવીને મગધપતિ બનવાથી, અવંતિ પ્રદેશનું સ્વામિત્વ તેને પ્રાપ્ત થયું હતું. ત્યાં તેણે વિશિષ્ટ કારણોને લીધે ૧૮ રાજમહેલ બંધાવી, વર્ષને કેટલોક ભાગ નિવાસ કરવાનું રાખ્યું હતું. એકદા પિતાને રાત્રીના સંખ્યાબંધ સ્વપ્નાં ૧૯ આવ્યાં, એટલે પ્રાતઃકાળે નિત્ય કર્મમાંથી પરવારી, તે સમયના ધુરંધર જૈનાચાર્ય અને ભગવાન મહાવીરની સીધી પાટપરંપરાએ ઉતરેલા છઠ્ઠા મહાપુરૂષ શ્રી ભદ્રબાહુ સ્વામી, જે છેલ્લા શ્રતકેવળી ગણવામાં આવે છે. તે ઉજૈની શહેરની બહાર ઉપવનમાં બિરાજમાન થયા હતા તેમને વંદન કરવાને ગયો. સ્વપ્નાં આવ્યાંની સર્વે હકીકત યથાસ્થિત તેમણે ગુરૂ વૃત્તને આશરે મહાપુરૂષે પોતાના જીવનના અંતમાં લે છે ને દેહમુક્ત થાય છે. તેમાં આત્મચિંતન કરતાં કરતાં, સર્વ પ્રકારના રાગદ્વેષાદિ કષાયથી તથા સાંસારિક મેહમાયાથી અપર રહી, સ્વાનુભાવમાં રમણતા મેળવવાનો આશય હોવાથી, તે ક્રિયાને-અનશનવૃત્તથી મરણ પામવાની ક્રિયાને-અતિ ઉત્તમ કોટિની ગણેલી છે. (૧૫) સર્વસ્વ છોડીને ગયા હતા; એટલે એમજ સાર કાઢવો રહે છે કે, તે પોતાના યુવરાજને રાજ કાજ સંપી, દીક્ષા લઈ પોતે સંધ સાથે ચાલી નીકળ્યો હતે: ( ૧૬ ) જુઓ નીચે ટીપણું નં, ૭૩. ( ૬ ) ર. એ. સે. બેં. પુ. ૭ પૃ. ૪૧૧:He was jaina=ણે જૈન હતો. ( ૬૮ ) જે આગળ ઉપર આપણે જોઈ શકીશું. તથા જુએ, પુ. ૧, પૃ. ૧૮૧, કે. *
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy