SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી આમ દરેકે દરેક બાબતને વિચાર કરતાં આ સાઠે સિકકા (આઠ નવ જે નામવાળા છે તે સિવાય બાકીના ૫૧–૫૨) ચષ્ઠણુવંશના ઠરતા નથી. અને જે તે મત કબૂલ રખાયો છે, જેમ અત્યારે ધારવામાં આવે છે કે, ક્ષત્રના સિક્કા ત્રણ વર્ગમાં ગોઠવી શકાય તેમ છે; તેને બદલે હવે, એકજ વર્ગમાં તે સર્વેને નોંધી શકાય તેવા છે, એમ ઠરે છે. અને તે એ કે, તે દરેકે પિતાનું મહેરૂં પાડયું જ છે અને દરેકે સાલ પણ આપી છેજ. ( જે થોડાક ઉપર સાલ નથી પાડવામાં આવી તે ચMણ અને મતિષ્કના છે. આ સા, પુસ્તકના ચેથા ભાગના અંતે આ ક્ષત્રપના સંવત વિશે જે પરિશિષ્ટ લખાયું છે તેમાં આપેલ છે તે જોઈ લેવો.) એટલે સાર એ નીકળ્યો કે, પિટીનના સર્વે સિકકા ઓ ઇ. સ. પૂ.ના સમયના ૫૭ છે. તેમાં વસનાં ચિહ્નવાળા કૌશંબીના અને હાથીનાં ચિહ્નવાળા તે સમ્રાટ પ્રિયદર્શિનના છે: અને જે સૂર્યચંદ્રનાં ચિન્હો છે તે ધાર્મિક ચિન્હ તરીકે જ વપરાયાં દેખાય છે.૫૮ પણ જેમ ચઠણવંશીઓએ પોતાનાં મહારાંવાળા સિક્કાઓ ઉપર, તે ચિન્હોને (સૂર્ય અને ચંદ્રને) પિતાનાં વંશદર્શક તરીકે કોતરાવ્યાનું લેખાવાયું છે તેમ તે વંશદર્શક નથી.૫૯ હવે, એક પ્રશ્ન જે ઉપસ્થિત થાય છે તે સાલ સંબંધી જ છે. સાઠમાંથી નવ તે નામવાળા છે, એટલે તે વિશે તે કાંઈ વિચારવું જ રહેતું નથી. બાકી રહ્યા ૫૧ઃ તેમાં વલ્સના ૧૭ (૩૨૬-૨૭ તાંબાના એ; અને ૮૮૯ થી.૯૦૩=૧૫ નંગ સીસાના, કુલ મળી ૧૭) છે: એટલે બાકીના ૩૪ રહ્યા તે હાથીના છે; અને પિટીનના છે: પ્રથમ વત્સનાં ચિન્હવાળા વિચારીએઃ તેમાં ૩૨૬૭માં વત્સ નથી પણ તે પ્રાણી સામે ચહેરે ઉભું હોવાથી ઘેટાં જેવું ૧૦ દેખાય છે. એટલે પણ તે જુદા પડે છે. તેમ, તે ઉપર સાલ પણ નથી, એટલે તે વિશે કાંઈ વિચારવા જેવું રહેતું નથી. બાકી સીસાના જે પંદર નંગ છે, તેના ઉપર વત્સ છે; અને સાલ ૨૮૦ થી ૨૯૪ છે. હવે જે હાથીના સિક્કા વિચારીએ છીએ તે નં. ૩૭૪ થી ૭૬ ઉપર ૧૩૧ થી ૧૩૯ની સાલ, અને નં. ૪૦૨ થી ૪૨૯ ઉપર ૧૪૭ થી ૧૫૮ ની સાલ છે. જ્યારે નં. ૪૬૦ થી ૪૭૧ સુધીના સિક્કાઓ ઉપર તે સાલજ નથી. એટલે તે હાથીના સિક્કાઓ ઉપર ૧૩૧ થી ૧૫૮ સુધીની સાલે છે એમ થયું. હવે તે સમયે કયે રાજા હતો કે જેના સિક્કાઓ તે હોઈ શકે તે વિચારવું રહે છે. તે સમયે ઇસુને સંવતસર હતો જ નહીં, એટલે આ આંક કયા હિંદી સંવતસરને હતે તે શેધવું રહે છે. સંવત્સરની ચર્ચા કરતાં, તેના પરિચ્છેદમાં જણાવ્યું છે કે તે (૧૦) ઉપર સિકકા નં. ૧૯, ૨૦ માં જુઓ. (૧૧) આની સમજ માટે આગળ જુઓ. (૬૨) કે. એ. ઇં. પૃ. ૯૮ ઉપર તેની સાલ ૧૪૭ અને ૧૬૨ લખી છે. (૬૩) જુઓ ત્રીજા પુસ્તકમાં સંવત્સરની ગણનાવાળા પરિચ્છેદમાં.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy