SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી કાના સિક્કો છે તે માટે અનુમાન કરવા યોગ્ય દલીલા તથા તે ઉપરથી બધાતેા નિય મારી ગણત્રીથી તેના અંદાજી સમય સિક્કાની બનાવટ ઉપરથી સમયની ગણનાપ કેટલેક દરજ્જે કરી શકાય તેમ છે. પૉંચ કરેલ સિક્કાના સમય સામાન્ય રીતે ઇ. સ. પૂ. છઠ્ઠી કે પાંચમી સદીના, ઢાળેલ સિકકાના ઇ. સ. પૂ. પાંચમી અને ચેાથી સદીના ગણાય છે; અને તે બાદ સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્યે ટકશાળા નીકળી હોય એમ સંભવે છે, જેથી મુદ્રિત સિક્કાના સમય ઇ. સ. પૂ. ૭૦૩ પછીના કહી શકાય. એટલે આ નિયમા પ્રમાણે તે એ સર્વે` સિક્કાએ ઢાળેલા હૈાવાથી તેમને સમય ઇ. સ. પૂ. ૩૦૦ પહેલાના ઠરાવી શકાય; પણ તેમાંના લેખના શબ્દો ઉપરથી તે, ક્ષત્રપ હગામ, હગામસ, રાજીવુલ વિગેરેના છે એમ સ્પષ્ટ સમજાય છે અને આ ક્ષત્રાના સમય નિશ્ચયપૂર્વક ઇ. સ. પૂ. ની ખીજીથી પ્રથમ સદીના ઠરાવાય છે, એટલે આ સિકકાએ ભલે ઢાળેલા છે, છતાં જ્યારે તેના સમય ૪. સ. પૂ. બીજી સદીના કરે છે ત્યારે એમ જ અનુમાન ઠરાવી શકાય કે, ઉપરના નિયમેા અતિ દેશ જેવા સુધરેલા દેશનેજ લાગુ પાડવાના છે, અને મથુરા જેવા દેશ, જ્યાં ટંકશાળા મેાડેથી ઉઘડી હશે ત્યાં તે। અવંતિ કરતાં પણ લાંબા સમય સુધી ઢાળેલ સિક્કા પાડવાનું ચાલુ રખાયું હશે, ધર્મની બાબતમાં જણાવવાનું કેઃ—સિક્કામાં જે સ્વસ્તિકનું ચિન્હ છે તે જૈન ધર્માંનું ચિન્હ ૧૦ ગણાય છે. વળી મથુરાના લાયન કૅપીટલ પીલર નામે ઓળખાતા સ્તંભની પ્રતિષ્ઠા ૧ ક્ષત્રપ રાજીવુલના સમયે તેની પટરાણીએ કરાવી છે. તે પ્રસંગ ઉપર મહાક્ષત્રપ ભૂમકને તેણે આમંત્રણ આપ્યું છે. પણ તે પાતે ઉપસ્થિત થઈ. નહી શકવાથી તેના પ્રતિનિધિ તરીકે તેણે ક્ષત્રપ નહપાણને ત્યાં મેકક્લ્યા છે. અને તે ક્ષત્રપ હાવા છતાં ( મહાક્ષત્રપથી તેા નાનાજ ગણાય છતાં) તેને અધ્યક્ષસ્થાન અપાયું છે. આ સર્વ હકીકતથી એમ સાબિત થાય છે કે, મથુરાના ક્ષત્રપેા, ભ્રમક તથા નહપા તે સર્વે એકજ ધર્મોનુયાયી૧૨ હાવા જોઇએ. તેમજ ભ્રમક અને નપાણુ તે બન્નેના સંભંધ અતિ નિકટપણે હાવા જોઇએ.૧૩ નહી તેા તે પેાતાના પ્રતિનિધિ તરીકે તેને મેાકલે નહીં, વળી નહપાણુ પાતે ક્ષત્રપ દરજ્જે હાવા છતાં જે અધ્યક્ષસ્થાને બિરાજીત થયા છે તે એમ બતાવે છે કે, જે મહાક્ષત્રપ ભ્રમકના પ્રતિનિધિ તરીકે તે મથુરા ગયા હતા ૭૭ ઇ. સ. પૂ. ૧૨૫ થી ૭૫ (૧૧) આ બધી હકીકતના હેવાલ માટે એપીગ્રાફિકા ઇન્ડીકા પુ. ૮, પૃ. ૩૯ વિગેરે વાંચા. (૧૨) આ પ્રતિષ્ઠાનેા પ્રસંગ ધાર્મિક ગણાય. અને તેને પ્રસગે જે એકત્રિત થઇ શકે તે બનતા સુધી સર્વે સહધી જ હોય એમ મુખ્યપણે અનુમાન બાંધી શકાય. સામાજીક કે વ્યવહારિક પ્રસંગે અનેક ધર્માંના પુરૂષા મળી શકે ખરા, પણ ધાર્મિક પ્રસંગની હકીકત સથા ભિન્નજ લેખી શકાય, (૧૩) તે એને કેવા નિકટ સંબંધ હતા તે આપણે તેમના વૃત્તાંતે સાબિત કરેલ છે, તે માટે આગળ ઉપર પુ, ત્રીજો ભાગ જુએ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy