SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ]. અન્ય વિચારણું સરદાર મિનેન્ડરનું આવાગમન થયું, ત્યારથી થયે છે. એટલે તે પૂર્વેના સિકકાનોજ અહીં આપણે વિશેષપણે વિચાર કરવો પડશે એમ સમજાય છે; જો કે ઈ. સ. પૂ. ૧૮૦ પછીના સિક્કા વિશેનું જ્ઞાન પણ આપણું અનુમાનને નિશ્ચયમાં ફેરવી નાંખવા માટે, તેમજ કેટલીક બાબતમાં સરખામણી કરવા અને કસોટીએ કસી જોવા માટે ઉપયોગી તે થશેજ. આ પ્રમાણે સમયની મર્યાદા બાંધવાથી હવે આપણું કામ કેટલેક દરજજે વિશેષ સુગમતાવાળું થઈ પડવા સંભવ છે. વળી પહેલા પુસ્તકમાં તે સમયના સેળ મેટાં રાજ્યો વિશેની ચર્ચા કરી ગયા છીએ એટલે તે સંબંધી કેટલુંક જ્ઞાન અને પરિચય પણ મેળવી શક્યા છીએ. તે ઉપરથી સમજાય છે કે, સિક્કા ઉપરનાં ચિહેમાં, હિંદના ઠેઠ ઉત્તરમાંથી શરૂ કરીએ તે તક્ષીલા, પછી મથુરા, તે બાદ કૌશાંબી, અવંતિ, મગધ અને પછી દક્ષિણ હિંદના આંધ્ર દેશના સિક્કાઓ નજર તળે કાઢી જવા પડશે તેમજ સ્થાપત્ય અને શિલ્પના નમુનાઓમાં સાંચી, તારહુત અને મથુરાના સ્તૂપે, હાથીગુંફ તથા ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ, દક્ષિણમાં અમરાવતીના સ્તૂપ વિગેરે નીહાળી જવા પડશે. આ સર્વેનું તારણ કરી જતાં, જે વીસથી પચીસ જાતનાં ચિન્હોનું વર્ણન આપણે ઉ રનાં પૃથ્થામાં કરી ગયા છીએ, તે સિવાય અન્ય કોઈ દષ્ટિએ પડતાં નથી. એટલે તે બાબત વિશેષ સમય ન ગાળતાં હવે એકદમ તેની ખાત્રી કરી લેવા તરફજ મંડી પડીએ. સિક્કા હમેશાં લેવડદેવડ કરવાનો અને વ્યાપારનાં કામમાંજ વપરાય છે. પૂર્વના સમયે કાગળની ચિડપત્રીથી કામ લેવાયા કરાતું. પણ જયારથી સિક્કા હસ્તિમાં આવ્યા ત્યારથી તે પ્રકાર ઉપર અંકુશ મૂકાયો હતઃ પણુપ છી ક્રમેક્રમે, જ્યારથી રાજસત્તા જેવું બંધારણ નકકી થઈ ગયું, ત્યારથી તો સિક્કા પણ રાજ્યની માલિકીની મત્તા અને ગિરાસ થઈ ગયા; અને જે જે રાજ્યધર્મ હોય તે તે ધર્મનાં ચિન્હ, સિક્કા ઉપર પણ ચિતરવાં પડ્યાં. પહેલા પુસ્તકમાં સળે રાજ્યનું વર્ણન ટૂંકમાં કહી ગયા છીએ. તેમાં પુરવાર કરાયું છે કે, ઈ. સ. પૂ. ૧૮૦ ના સમય સુધી સર્વત્ર જૈન ધર્મના રાજાઓનેજ અધિકાર જમા થયે હતે; સિવાય કે બે ત્રણ થોડા થોડા વર્ષના અપવાદ બાદ કરતાં –અને તેવા અપવાદમાં બૌદ્ધ ધર્મો સમ્રાટ અશોક મગધપતિનો આશરે ચાલીસ વર્ષને, અને આખા શુંગવંશી અમલના સવાસો વર્ષના (અથવા મતાંત્તરે ૯૦ વર્ષના) ગાળાને વૈદિક મતાનુયાયીને સમય ગણવાને રહે છે. તેમાં પણ આ બે સમયના કઈ સિક્કા હજુ શેાધી કઢાયા હોય એમ જાણમાં નથી કદાચ જડી પણ આવે, અથવા જડ્યા હોય, પણ તેની સમજ અન્ય પ્રકારે ગોઠવી દેવાથી બીજાના ગણી લેવાતા હોય-તે છી જે કઈ સિક્કા પ્રાચીન સમયના અત્યારે મળી આવે છે તે સર્વે (By way of elimination=ચર્ચા કરી બાકાત કરતાં જવાની પદ્ધતિ અનુસાર) કેવળ જૈન ધર્મનાજ કરી શકે એમ આ ઉપરથી અનુમાન ઉપર જવું પડે છે. જ્યારે વિદ્વાનો તે લગભગ તે સને બૌદ્ધધમી હોવાનું જણાવ્યા કરે છે. ત્યારે શું વિધાનએ ભૂલ ખાધી છે કે, આપણે જે રાજ્યસત્તા વિશેની સ્થિતિનો ચિતાર પ્રથમ ભાગમાં આપી ગયા છીએ તે અન્યથા છે. અમારે આધિન મત એમ છે કે, બેમાંથી એક પણ આડે રસ્તે ઉતરી નથી પડ્યા. બન્ને સત્યપૂર્ણ છે. દેષ જે છે તે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જણાવી ગયા પ્રમાણે જૈનધર્મ પાળતી પ્રજાને જ છે; કેમકે જ્યારે બીજા બે ધર્મવાળાએ પોતાના જ્ઞાનભંડાર વિધાનના અભ્યાસ માટે ઉઘાડા મુક્યા ત્યારે જૈન ધર્મીઓએ તેમનાં દ્વાર ઉલટાં બંધ કરી દીધાં. એટલે વિદ્વાને પોતાના હાથમાં જે જે સાધને આવી પડ્યાં તે આધારે જ અનુમાન અને નિર્ણ બાંધીને રજુ કરતા ગયા. આ પ્રમાણે વસ્તુસ્થિતિ બનવા પામી છે. એટલે હવે તે જે થઈ રહ્યું છે તેમાં બનતે સુધારે કરવો તેટલું જ આવશ્યક છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy