SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૬૭ ] લક્ષ્મીચંદ-મહારાજા માનસિંગના રાજ્યકાળે ઘણાં વર્ષો પર્યત તે દીવાન રહ્યા. (સને ૧૮૦૩-૪૩) બે હજાર રૂપિયાની આવકવાળું એક ગામ તેમને જાગીરમાં મળ્યું હતું. પૃથ્વીરાજ ભંડારી-મહારાજા માનસિંગદેવના સમયમાં જાલોરના હાકેમ તરીકે તેઓ હતા. • ઉત્તમચંદ–જોધપુરના વતની હાઈ માનસિંગદેવના દરબારમાં રાજકવિ તરીકે તેમણે ખ્યાતિ મેળવી હતી. તેમણે અલંકાર આશય, નાથચંદ્રિકા આદિ ગ્રંથ રચ્યા છે જે માટે નીચેનું કવિત પ્રચલિત છે. प्रथम हि सागरचन्द्र मुनि लियो सुपंथ लगाय । रामकरण कविराय पुनि ग्रन्थ हि दिये दिखाय ॥१॥ तिन ग्रन्थन ते पाय कछु आशय बोध अनूप । सो ही मैं विरघट कियो अलंकार के रूप ॥२॥ બહાદરમલ-જૂની ઢબના જે મુત્સદીઓ થયા છે એમાં આ ગૃહસ્થનો નંબર છેલ્લે આવે છે. ડીડવાણાના જાણીતા કુળમાં એ જમેલ. ત્યાંથી તે જોધપુર ગયેલ, જ્યાં રૂઘનાથ શાહ શરાફના મેતાજી વર્ગમાં એણે સ્થાન મેળવ્યું. પાછળથી એણે રાજ્યની નોકરી સ્વીકારી, જ્યાં પોતાનામાં રહેલા સદુગુણાવડે મહારાજા તખતસિંગજીનું ધ્યાન આકળ્યું. ( સન ૧૮૪૩-૭૩). એની લાગવગ એટલી બધી થઈ પડી કે જનતામાં એ મારવાડના રાજવીના માનીતા કરવૈયા તરીકે ઓળખાતા. એણે કદી કેઈને પણ વિશ્વાસભંગ કર્યો નથી. કીશનમલ-મહારાજા સરદારસિંગના રાજયમાં શરૂઆતના કાળે એ ટ્રેઝરી ઓફિસર યાને ખજાનચી હતા. એ માટે સેંધ મળે છે કે – He was a great financier and did his best to put the Marwar finances on sounder and firmer
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy