SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ]: ઐતિહાસિક જજોની . (૫) મહામાત્ય આશુક મહામાત્ય આશુકની મંત્રણાથી સિદ્ધરાજ જયસિંહે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામનું શાસન કરી આપ્યું હતું. સં. ૧૧૭૯ થી સં. ૧૧૮૧ માં મહામાત્ય પદ શોભાવનાર, આ આથક મંત્રી વાદીદેવસૂરિ તથા કુમુદચંદ્ર વરચે વાદ થયે ત્યારે હાજર હતા. સં૧૧૭૯ માં કર્ણાવતીમાં આશુક મહામાત્ય પદે હતા એ વેળા ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત તાડપત્ર પર લખાઈ. સિદ્ધરાજે દેવસૂરિને જયપત્ર આપવા સાથે તુષ્ટિદાન તરીકે એક લાખ સોનામહોરો આપવા માંડી, પણ તે જૈન સાધુના આચાર પ્રમાણે અસ્વીકાર્ય થતાં આથક મહામાત્યની સંમતિથી એ રકમ સિદ્ધરાજે જિનપ્રાસાદ બંધાવવામાં ખરચી. સં. ૧૧૮૩ના વૈશાખ સુદ ૧૫ ને દિને એમાં શ્રી કષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. (૬) ઉદયન મંત્રી મારવાડથી વખાના મારેલા ઉદયન શ્રાવકે પોતાની પ્રજ્ઞાના જેરે પાટણમાં વસવાટ કર્યો એટલું જ નહીં પણ જોતજોતામાં એ ધનવાન બન્યા અને સાથોસાથ રાજમાન્ય બન્યા. સિદ્ધરાજના સમયમાં એ મંત્રીના અધિકારે પહોંચ્યો. ઘડીભર મહામાત્ય મુંજાલને લાગ્યું કે પિતાને આ સ્વામીભાઈ પિતાને ઊંઠા ભણાવે તે નિવડશે અને આ મહાપદ પર બેસી જશે. રત્નપરીક્ષક મહામાત્યે ઉદયનની તેજસ્વિતા પિછાની લીધી અને પ્રસંગ પ્રાપ્ત થતાં “રાજમામા”નું બિરૂદ અપાવી, એને ખંભાતના સૂબાના પદે બેસાડી દીધો. આ રીતે અણહિલપુર પાટણથી અને રાજવીની નજરથી દૂર રાખી થંભતીર્થને એ કાળે વિષમ ગણાતા વહીવટે એને સ્થાપી એક કાંકરે બે પક્ષી
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy