SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] ઐતિહાસિક પૂર્વજોની સજન જેવા જેનધમી દંડનાયકની હાજરી છતાં આ તીર્થમાં જીર્ણોદ્ધાર અંગે મારે વિવેચન કરવું પડે એ જૈન ધર્મની પરંપરા જોતાં શોભાસ્પદ નથી જ. પૂર્વનો ઈતિહાસ સ્વયં બોલી રહ્યો છે કે-જ્યારે જ્યારે શાસનરક્ષાના કાર્યો આવ્યા છે ત્યારે ત્યારે જેમ પૂર્વાચાર્યોએ કમર કસી છે તેમ તીર્થ કે મંદિર આદિના ઉદ્ધાર વેળા શ્રદ્ધાસંપન શ્રાવકોએ જરા પણ પીછેહઠ નથી કરી.” તેજી તુખારને ઈશારાની જ અગત્ય લેખાય. એને માટે ચાબૂકના સપાટા ન જ હોય. સગોની સાનુકૂળતા નહતી એ છતાં સજજન મંત્રીએ ગિરનારના જૈન મન્દિરને જીર્ણોદ્ધાર સં. ૧૧૮૫ માં કરાવ્યું. એમાં સૌરાષ્ટ્રની ઉપજને ઘણેખરે ભાગ ખરચાય. આ વાત પાટણમાં રાજવીને કાને પહોંચી. સિદ્ધરાજ કાનને કાશે નહોતો છતાં એ પ્રસંગે તપાસ કરવાનું મનમાં નક્કી કરી, તક મળતાં એ જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ખાસ ગિરનાર પર મંત્રીને લઈ ચઢ. જાણે હમણું જ ન બંધાવ્યા હોય એવા રમણિય મંદિરે જોયા પછી એને સમજાયું કે આ પાછળ હજારોને ખર્ચ સંભવે જ, એ ક્યાંથી આવ્યા તે જાણવું જરૂરી છે. તરતજ મંત્રી સજજનને ઉદ્દેશી સવાલ કર્યો. અહીં તાજો જ જીર્ણોદ્ધાર થયા છે નહિ વારૂ? ખરચ તે ઠીક ઠીક થયે હશે, છતાં એ સાથે કારીગરોએ કામ પણ સાચે જ મન મૂકીને કર્યું છે. ધન્ય છે એના કરાવનારને! મહારાજ ! અન્યને ધન્યવાદ આપવાની અગત્ય નથી. મહારાણી મીનળદેવીના લાડકવાયા એવા આપશ્રીની અહીં જે ઉપજ આવી હતી તેમાંથી જ મેં એ કાર્ય કરાવ્યું છે. એમ કહી ભદ્રવરસૂરિવાળા પ્રસંગની વાત કરી અને અંતમાં જણાવ્યું કે
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy