SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ઐતિહાસિક પૂર્વજોની પરાજય પમાડી, બંદીવાન બનાવી લાવી રાજવીના ચરણમાં ધર્યો. એ કાર્યથી સિદ્ધરાજ બહુ પ્રસન્ન થશે. ભૃગુકચ્છ યાને આજના ભરૂચમાં પોતાના પિતાની ઈચ્છાને અનુસરી જિનમંદિર બાંધવા માટે ભૂમિધનના કામને આરંભ કર્યો. સમી પવતી કઈ વ્યંતર તરફથી મજૂરોને વિડંબના થવા માંડી. ખોદવા માંડેલા પાયામાં મજૂરે ગબડી પડવા લાગ્યા. આ વાત કાને પડતાં જ સેનાપતિ આદ્મભટ જાતે દોડી આવ્યા એટલું જ નહીં પણ “સુવ્યંત દુઃ” એ ઉકિત મુજબ પોતાની જાતને એ ખાડામાં હામી દીધી ! આ સાહસથી પ્રસન્ન થયેલ વ્યંતરે, તેમને ખાડામાંથી બહાર આવ્યું, આસન પર બેસાડી, માત્ર પ્રાસાદ બાંધવાની છૂટ આપી એટલું જ નહીં પણ એ રસ્થાનને લગતું સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાનું વૃત્તાન્ત કહી સંભળાવી, પ્રાસાદનું નામ સમલિકાવિહાર” રાખવાની પ્રાર્થના કરી. પોતાના તરફથી દરેક પ્રકારની હાય આપવાની ખાતરી પણ એ સાથે આપી. જોતજોતામાં રમણીય પ્રાસાદ બંધાઈને તૈયાર થયે. સેનાપતિના આગ્રહથી કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય ત્યાં પધાર્યા અને શુભ મુહૂર્તમાં વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીની મનહર ને પ્રભાવિક મૂર્તિની એમાં પ્રતિષ્ઠા કરી. પોતાના પિતાની અંતકાળની ઈચ્છા આ રીતે બર આણુનાર પુત્ર બડે એ વેળા યાચકને પુષ્કળ પ્રમાણમાં દાન દઈ સંખ્યા. મંગળદીપ ઉતારતી વેળા બત્રીસ લાખ ટ્રમ્પ સુધી ચઢાવે કર્યો અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરી કે જેથી પ્રાસાદ અંગે નિભાવમાં તૂટ ન પડે. એક વેળા મૂળનાયકની સન્મુખ રહી, સેનાપતિ આંબડ નૃત્ય
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy