SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [૧૧૭] કિાહારે દુ તુ દૃઢામ્” જેવી વૃત્તિ ધારણ કરી એણે ભાગચંદ અને લક્ષ્મીચંદ સમક્ષ એક ચુનંદા બાજીગર તરીકે એવો તે ભાગ ભજવ્યો કે, ભેળું માછલું જાળમાં ફસાય તેમ, તે ઉભય રાજાના આવા વર્તનથી મહાઈ ગયા અને મરણપથારી પરથી પિતાએ આપેલ શિક્ષા વિસરી ગયા. ઉભય બંધુઓને પિતાની શતરંજના ખ્યાદા બનતાં જોઈ, સુરસિંગ મનમાં મલકાવા લાગ્યો અને તેઓએ જે જાતનાં વચન માંગ્યાં તે આપવામાં પાછી પાની ન કરી. એ ઉભયના દિલમાં વસવસાનું ટીપું પણ રહેવા ન પામે તેવી દરેક ખાતરી આપી, પોતાની સાથે બીકાનેર પાછા ફરવાનું ચેકડું ગોઠવી દીધું. આ ઉપરથી જ ભવિતવ્યતાનું બળવાનપણું પુરવાર થાય છે. તેમ ન હોય તે કરમચંદ્ર મંત્રીની સૂચના આટલી જલદી ભૂલી જવાત ખરી ? પોતાના વંશને માન-મરતબે પૂર્વવત્ જળવાશે એવા ભરોસાથી લેભાયેલા, અને પ્રધાન તરીકે અધિકાર પહેલાંની માફક પોતાના હાથમાં સેંપવામાં આવશે એવા ઉજજવળ ભાવિથી આકર્ષાયેલા, ઉભય બંધુઓ પિતાના વિશાળ કુટુંબને અને સર્વ અસબાબને લઈ માતૃભૂમિના પંથે વળ્યા. એ વેળા તેમને જેમ પોતાના માદરેવતનને વર્ષો પછી નિરખવાના કોડ હતા તેમ વંશની પ્રતિષ્ઠા જાળવી માનપુરસ્સર પુનઃ ઠરીઠામ થવાની ઊંડી અભિલાષા હતી. લાંબા કાળના પરદેશ વસવાટને આ રીતે અંત આવવાથી તેમને આનંદ સમાતો નહોતો. પોતાના નેહીજન વચ્ચે પાછા ફરવાથી થનારા આનંદનાં તેઓ સેણલાં સેવી રહ્યાં હતાં. તેઓના હૃદયમાં આ રીતે પોતાના તરફ નેહભાવ દર્શાવનાર અને પિતાનું ભલું કરનાર રાજવી પ્રતિ આભારની લાગણુઓ સાગરનાં મોજાં સમી ઉછળી રહી હતી !
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy