SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪] ઐતિહાસિક પૂર્વજોની શિલાલેખ સન ૧૫૯૪-૯૫ અને વિ. સં. ૧૬૫૧-૫૨ સાલસૂચક પાટણના શ્રી પાર્શ્વનાથ ભગવંતના દેવાલયની ભીંત પર છે. સન ૧૯૦૫માં અકબરશાહનું અવસાન થયું. કરમચંદજી પણ એ પછી ઝાઝું જીવ્યા નથી. નવા બાદશાહને સલામી ભરવા જ્યારે રાયસિંગે દિલ્હીની મુલાકાત લીધી ત્યારે કરમચંદજી પિતાના આવાસમાં મરણપથારીએ હતા. રાયસિંગે આ સમાચાર સાંભળી માજી મંત્રીશ્વરની મુલાકાત લીધી અને લાગણીનું પ્રદર્શન બહુ જ સુંદર રીતે અને સારા શબ્દોમાં કરી બતાવ્યું. વાણીના પ્રભાવમાં મંત્રીશ્વરની સારવારમાં રોકાયેલા સર્વ જનને આંજી નાખ્યા. ખુદ કરમચંદજીના પુત્રો ભાગચંદ અને લક્ષ્મીચંદ પણ મુક્ત ન રહ્યા. રાયસિંગના ગયા પછી તેઓ બાલ્યા– પિતાશ્રી ! આપણું રાજવી–બકાનેરનરેશ રાયસિંગ કેવા નમ્ર અને લાગણીવાળા છે. અહીં પડી રહેવા કરતાં સ્વદેશમાં જવાનો વિચાર કરવો જરૂરી છે. રાઈના પહાડ રાતે વહી ગયા. ભૂતકાળમાં ભલે એ વહેમાયા હોય પણ હવે તો આપણા તરફ અતિશય માયા ધરાવે છે. તે વિના ચાલી ચલાવી અહીં આવે ખરા! આ સાંભળતાં કર્મચંદ્રના ચહેરા પર જબરું પરિવર્તન થઈ ગયું. કંઈક ગુસ્સાની નજર કરતા તે બોલ્યા કે પુત્ર! તમે હજુ નાદાન છે. એ તો મગરના આંસુ છે. જે, જે, ભૂલેચૂકે રાયસિંગના આ ઉપરછલા વર્તનથી લોભાઈ જતા. બીકાનેર પાછા ફરવાની ઈચ્છા હરગીજ કરશે નહીં. તમે એના હાવભાવથી મુગ્ધ બન્યા, જ્યારે મેં એની આંખમાં જુદું જ ભાળ્યું. મને આ રીતે ગૌરવપૂર્ણ સ્થિતિમાં મૃત્યુને ભેટતો નિરખી
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy