SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [૧૧૧] દાર તેજને પિતાને સ્વાધીન કરવાનું ફરમાન રાયસિંગ પર મે કહ્યું અને બીકાનેરનરેશ તરફથી એ માટે આંખ આડા કાન થયાં. તરત જ અકબર શાહે ભાટનેરની જાગીર રાયસિંગ પાસેથી ખુંચવી લઈ તેના છોકરા દલપતસિંગને આપી. આ બનાવમાં શાહના દરબારમાં વસેલા માજી મંત્રી કરમચંદે કે ભાગ ભજવ્યો તે સ્પષ્ટ તારવી શકાતું નથી, પણ રાયસિંગે તો માની જ લીધું કે-આ સવ એની શીખવણીથી જ શાહે કર્યું. આ રીતે એક સમયના રાજા-મંત્રી વચ્ચે પડેલી વૈમનસ્વરૂપી ફાટ વધુ વિસ્તાર પામી. સમયનું ચક્ર અખલિત ગતિએ ફર્યા કરે છે. ઘડી પૂર્વે જ્યાં ભરતીનાં મેજ ઉછળતાં દષ્ટિગોચર થાય છે ત્યાં થોડી ઘડીયે વીતતાં ઓટના વાયુ વાય છે. કાળદેવતાને અસ્તેદયરૂપી કાંટે સદા કોઈની પણ શેમાં તણાયા વિના તેલનનું કાર્ય કયે જ જાય છે. ભાવીના ગર્ભમાં છુપાયેલ વાતને એના ઉદયકાળ પર મુલતવી રાખી મંત્રી કરમચંદે જૈન ધર્મ અને જેન સમાજ માટે શું કર્યું હતું એ ટૂંકમાં જોઈ જઈએ– આજે પણ રાજપૂતાનામાં સંઘના એક મહાન આગેવાન તરીકે કરમચંદ મંત્રીની સ્મૃતિ કરાય છે. એના દ્વારા થયેલાં કાર્યો જ એ મહાન વ્યક્તિનો યશ આજે મૂકપણે દાખવી રહ્યા છે. સન ૧૫૫૫ માં તેમણે બૃહત્ ખરતરગચ્છના શ્રી જિનચંદ્રસૂરિને પ્રવેશ મહોત્સવ બીકાનેરમાં મોટા દબદબાપૂર્વક કર્યો હતો. એ સમયે જે કવિએ પ્રસંગોચિત વર્ણન કરી સારાય બનાવનું દિગ્દર્શન કવિતામાં ગાયું હતું તેને સારો સરપાવ અપાયો હતો. સન ૧૫૭૮ ના દુષ્કાળમાં તેણે જુદા જુદા ભાગોમાં અન્ન પૂરું પાડવાનાં મથકો સ્થાપી ભૂખે મરતી પ્રજાને જબરું આશ્વાસન આપ્યું હતું. મુસ્લીમ રાજ્યકર્તાઓના તાબામાં ગયેલી સંખ્યાબંધ મૂર્તિઓ એણે પાછી મેળવી બીકાનેરના
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy