SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 'પાંચ ફર્તવ્યોની પંચસૂણી પ્રસંગ - ૧ મમ્મી! મમ્મી આજે ઘરમાં મરેલા ઉંદરની વાસ કેમ આવે છે? અરે બેટા! એવું કાંઈ નથી આ તો તું બહારથી આવ્યો એટલે તેથી વાસ આવતી હશે! અથવા તો બારી ખુલ્લી છે બહારથી દુર્ગંધ આવતી હશે. મમ્મીના પ્રત્યુત્તરે મલય ચૂપ થઈ ગયો. બપોરના જમવાના ટેબલ પર જમતા મલય કહે મમ્મી! કેરીનો મુરબ્બો આપને! મમ્મીએ કેરીના મુરબ્બાવાળી બરણી નીચે ઉતારી. બરણીમાંથી જ ભયંકર વાસ આવવા લાગી. ઢાંકણું પણ અડધું ખુલ્યું હતું. ઢાંકણું ખોલતા જ મુરબ્બાની ચાસણીમાં ઉંદરનું નાનું બચ્ચું મરેલું પડેલું. બન્ને જણાએ આ જોઈ ખેદ અનુભવ્યો. મમ્મીને યાદ આવ્યું. ગયા અઠવાડિયે કેરીનો મુરબ્બો બરણીમાંથી કાઢતા ઉતાવળ હતી. પછી સરખું કરીશ એ ગણતરી હતી. વાત ભૂલાઈ ગઈ. થોડી બેદરકારી! હિંસાનું પાપ લમણે લખાયું.. અરર...! હાલતા ચાલતા કેટલી બેદરકારીઓ...? શું થશે ? પ્રસંગ - ૨ લક્ષ્મીચંદ શેઠ, ઘરમાં કેન્સરની માંદગી છે. એકના એક દીકરાની કીડની ફેઈલ છે. બે દિકરીઓને સર્વિસ મોકલું છું તોય દવાના, ડાયાલિસીસના ખર્ચા એટલા થઈ જાય છે કે અનાજ ખાવાના પૈસા બચતા નથી. શેઠ! થોડી દયા કરો. તમારી પાસે મોટી આશા લઈને આવ્યો છું જા! જા! ચાર ચાર વખત તો તને હજાર-હજાર આપ્યા હતા. હવે પાછો શા માટે આવ્યો? એક માત્ર હું જ તને દેખાઉં છું. સમાજમાં ઘણાં શેઠિયાઓ છે એની પાસે જા...! અરે શેઠ! કાળે કરવત બદલી તેથી આ માંગવાના દહાડા આવ્યા. નહિ તો સ્વમાનભેર જિંદગી જીવતા હતા. બિમારીઓ મોટી આવી ગઈ જીવ બચાવવા ઘર ધોવાઈ ગયું. ડૉકટર અને હોસ્પિટલના ખીસ્સામાં આપીએ એટલું ઓછું છે. તમારા જેવા શેઠિયાઓ પાસે હાથ લાંબો કરીએ છીએ. શેઠ! સમાજમાં શેઠિયાઓ તો ઘણાં છે પણ અમારા જેવાને જોનારા શાકભાજી દર વરસારણ A, Jainisia THE HINDU
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy