SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપણાની બુદ્ધિ તે નવ:-નવો-લોકોત્તર પશ:-પાશ છે ય:-જે તેષુશરીરાદિમાં આત્મના-આત્માએ ક્ષિપ્ત:-નાખેલો સ્વસ્થ-પોતાના વન્ધાય-બંધ માટે નાયતે-થાય છે. (૬) શરીર, ઘર, ધન વગેરે પદાર્થોમાં આત્મપણાની (હું પણાની અને મારાપણાની) બુદ્ધિ એ નવીન (લોકોત્તર) પાશ (બંધન) છે. કારણ કે એ પાશ આત્માએ શરીર આદિમાં નાખ્યો હોવા છતાં પોતાના જ બંધ માટે થાય છે. લૌકિક દોરડું વગેરે પાશ તો જેના ઉપર નાખ્યો હોય તેને બાંધે છે. જ્યારે શરીરાદિમાં આત્મબોધ રૂપ પાશ તો દેહાદ ઉપર નાખ્યો છે, તો પણ તેમને બાંધતો નથી, ઉલટું નાખનારને જ બાંધે છે. આ એક આશ્ચર્ય છે! मिथोयुक्तपदार्थाना-मसंक्रमचमत्क्रिया । चिन्मात्रपरिणामेन, विदुषैवानुभूयते ॥ ७ ॥ (૭) મિથ:-૫રસ્પર યુવન્તપવાર્થાનામ્-મળેલા જીવ-પુદ્ગલાદિ પદાર્થોનો અસંમષમયિા-ભિન્નતારૂપ ચમત્કાર ચિન્નાત્રપરિણામેન-જ્ઞાનમાત્ર પરિણામવાળા વિદ્યુષા-વિદ્વાનથી વ-જ અનુકૂર્ત-અનુભવાય છે. (૭) પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ (દ્રવ્ય પર્યાય રૂપ) પદાર્થોની લક્ષણ અને સ્વરૂપથી ભિન્નતાના ચમત્કારને જ્ઞાનમાત્રના પરિણામવાળા વિદ્વાન જ અનુભવે છે. જીવ અને શરીર જુદા હોવા છતાં પરસ્પર એવા ઓતપ્રોત થઇ ગયા છે કે જેથી આ દેહ છે અને આ જીવ છે, આ પર્યાયો શરીરના છે કે આ પર્યાયો જીવના છે એવો વિભાગ અજ્ઞાન લોકો અનુભવી શકતા નથી, વિશિષ્ટ જ્ઞાની જ અનુભવી કે છે. વિશિષ્ટ જ્ઞાની શરીરના અને જીવનાં લક્ષણોથી બંનેને ભિન્ન અનુભવી શકે છે. જીવ અને શરીર કેવા ઓતપ્રોત છે તે વિષે સન્મતિ ગ્રંથમાં કહ્યું છે કે अणोणाणुगाणं इमं च तं चत्ति बिभयणमसक्कं । जह दुद्धपाणियाणं जावन्त विसेसपज्जाया ||७|| કાં. ૧ ગા. ૪૭ દૂધ અને પાણીની જેમ પ૨સ્પ૨ ઓતપ્રોત થયેલા જીવ અને (દેહ રૂપ) પુદ્ગલ દ્રવ્યના જેટલા વિશેષ પર્યાયો છે તેમાં આ જીવના પર્યાયો છે અને આ પુદ્ગલના-શરીરના પર્યાયો છે એવો વિભાગ કરવો અશક્ય છે. સાઇના * Æ ÆsmimYA few siemYANW *1*1*12 ૬૫ J$ÆTM_*_*||*||LS WAL(MPC kinesiaYU (Usities brimmin
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy