SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ હજાર કરોડના માલિક ઇન્ડસ્ટ્રી દુનિયાના બેતાજ બાદશાહ.. ધીરૂભાઈ અંબાણી.. એમ કહે છે કે છેલ્લે સુધી પ્લાનમાં જ રમતા રહ્યા... આવેલા ભયાનક એટેક પછીય એમની ઇચ્છા અટકી નો'તી... ધીરૂભાઇ હોય કે ધીરીયો હો... આખીર ચાર રોટલીથી વધારે કોણ ખાઈ શકવાનું?... યાદ રહે. દુનિયાનો મોટામાં મોટો શ્રીમંત પણ બે કોળીયા સાથે નથી ખાઈ શકતો, ને... બે પલંગ પર એક સાથે નથી સૂઈ શકતો... કે... બે કાનથી જુદું જુદું નથી સાંભળી શકવાનો કે નથી.. એક જીભથી બે સ્વાદ સાથે લઇ શકવાનો.. તે છતાંય.. માણસ જંપીને બેસતો નથી અથવા બેસી શકતો નથી... એનું સાચું કારણ હોય તો ઇચ્છા છે. પૂણીયા પાસે શું હતું!... છતાં એની પાસે જે હતું તે રાજગૃહીમાં કદાચ કોઇ પાસે નો'તું... આજનું લાવેલું આજે જ ખાવાનું. કાલ માટે કંઇ રાખવાનું નહી... કેવું મસ્ત અને મોજભર્યું જીવન... અને આવા જીવનનું રહસ્ય હતું... ઇચ્છાથી મુક્તિ... જેનું નામ કહી શકાય સંતોષમય જીવન... સંતોષ એટલે ઇચ્છાનો ક્ષયોપશમ... એજ રાજગૃહીમાં... સગા દીકરાએ ઉઠીને પોતાના મહાન બાપને જેલમાં કેદ કર્યા હતા... કોણિકે.. રાજા શ્રેણિકને જેલમાં નાંખીને રોજ હંટરના સો સો માર મરાવેલા... કારણ હતું... ઇચ્છા... કોણિકને રાજ્ય કબ્બે કરવાની ઇચ્છા.. બાકી કોણિકને શું ઓછુ હતું. જે માણસને મળેલાને માણવા નથી દેતી, અને વધુમાં મળેલાને જાણવા નથી દેતી. વિખ્યાત લેખક ટોલ્સટોયે એક ચિંતન પ્રેરક કથા લખી છે... એક માણસ ઉપર રાજા ખુશ થઇ ગયો અને કહ્યું... તું અહીંથી દોડવાનું શરૂ કર, જેટલું દોડીને પાછો આવીશ એટલી જમીન તારી, જેટલી જમીનની ઇચ્છા હોય તેટલું દોડ, પણ સૂર્યાસ્ત સુધીમાં તારે અહીં આવી જવાનું, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તું જેટલું દોડીને અહીં પાછો આવે એટલી જગ્યાનો માલિક તું... રાજાની સાથે આખું ગામ ઉમટ્યું, બધાના મનમાં ખાતરી છે, આજે આ માણસ હજારો એકરનો-અનેક ગામોનો માલિક બની જશે. 詳群熬糕批“耕耕耕 AIR | ૪ JAISITSINHALINEAR ASHRIT
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy