SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાળા ધોળા ઉંદર વડવાઇને કાતરી નાખશે, હું નીચે પડીશ ને નીચે નજર કરે છે, તો ત્યાં કુવો છે, એમાં ચાર ભીમકાય અજગરો ફૂંફાડા મારી રહ્યા છે. લબકારા મારતી એમની ઝેરી જીભોને લાલઘૂમ બનેલી એમની ભયાનક આંખો એને ગળી જવા તૈયાર થઇને બેઠા છે. એ ડરી ગયો, એ થીજી ગયો, ભયથી એક ચીસ એના મોઢેથી નીકળી ગઇ, પણ ત્યાંજ... હાથીએ હલાવી દીધેલા વડલાની ઉપર બેઠેલી હજારો મધમાખીઓ મધપૂડામાંથી ઊડીને સીધી જ આ માણસ પર તૂટી પડી, ભયાનક ડંખની વેદનાથી એણે ચીસ પાડી, પણ ત્યાંજ.... કમાલ થઇ, હલી ગયેલા મધપૂડામાંથી એક મધનું ટીપુ આ માણસના મોઢામાં પડ્યું... અને એ મધના ટીપાની મીઠાશે આ માણસ ભાન ભૂલી ગયો, અને... ભાન ભૂલે તે જ ભય ભૂલે... એ બધા જ ભયને ભૂલી ગયો, હાથીનો ભય, કતરાતી વડવાઇઓ, નીચે ફૂંફાડા મારતા અજગરોને, ડંખ દેતી મધમાખીઓના ઝેરથી આવનારું મોત... એ બધું જ ભૂલી ગયો, ને.. મધના ટીપા પીવામાં મસ્ત બની ગયો. કથા કહે છે... આ બાજુ એક દયાળુ વિદ્યાધર ત્યાંથી પસાર થયા, એણે જોયું આ બિચારો મરી જશે, એમણે પોતાનું વિમાન બાજુમાં લીધું ને કહ્યું... ભાઇ! તું વિમાનમાં આવીજા, તને સહીસલામત જગ્યાએ મુકી દઉં, પેલો કહે... બસ આવું... આ એક મધનું ટીપું પી લઉં એટલી વાર... વિદ્યાધર કહે ! લઇ લે.. લીધું ?.. હવે ચાલ... બસ આ એક ટીપું એક ટીપું કરતા કરતા કલાકો નીકળી ગયા. વિદ્યાધર કહે! તારે બચવું છે કે નહીં?... હું જાઉં... ના...ના... દયાળુ... એક મિનિટ ઊભા રહો... બસ આ છેલ્લી વાર... હવે પછી નહી... અને ફરી ખૂબ ઊભા રહ્યા... તો'ય પેલો.... બસ આ છેલ્લું ટીપું... હવે પૂરું... કરતો રહ્યો.. કથા એમ કહે છે વિદ્યાધર ચાલ્યા ગયા... પણ ટીપું છેલ્લું ના થયું... યાદ રહે.. પ્રભુ વીરનો અમર ઉપદેશ... જે એમની અંતિમ દેશનામાં પ્રભુશ્રીએ ઉચ્ચાર્યો હતો કે.... ‘ઇચ્છા હું. આગાસ સમા અત્યંતયા'' (ઉત્તરાધ્યયન-૯/૪૮) ઇચ્છા આકાશ જેવી એન્ડલેસ છે, અનંત છે... ઇચ્છાનો અંત નથી આવતો, ઇચ્છુકનો અંત આવી જાય છે. ટીપાને માટે તલાવ જેટલી જીંદગી 205 205 205 205 205 205 205252525205 eives miY insisiiiiWWj ૪૩ AAM | N$(CAN WIN WATER I #iUYiim (AWAY NWR R
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy