SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા, વેરાગ્યની... અગવડ એ દુ:ખ, સગવડ એ સુખ પણ પ૨સ્પૃહા એ દુઃખ છે નિસ્પૃહતા સુખ છે. ૦ ઇચ્છાઓ સફળ બને છે પુણ્યથી જ્યારે ઇચ્છાને પેદા જ થતી અટકાવવાનું કામ ધર્મનું છે. ♦ ઇચ્છા સફળ ન થાય એના કરતા ઇચ્છા સફળ બની જાય પછીનું દુઃખ ભારે છે. પદાર્થ ક્ષેત્રે આસક્તિ ભયંકર તો જીવ ક્ષેત્રે અધિકાર ભયંકર, શરીરને પુનરાવર્તન ફાવે છે. જ્યારે મનને પરિવર્તન વિના ચેન નથી. ૦ રાગના ક્ષેત્રે એકને પકડી રાખે એનો રાગ તૂટતો જાય વૈરાગ્યના ક્ષેત્રે એકને પકડી રાખવાથી એનો વૈરાગ્ય મજબૂત થતો જાય. ઘરમાં આવતી નવી વસ્તુ જૂના રાગને મજબૂત કરતી જાય છે. ઇચ્છાની ગુલામી એ છે રાગ, ઇચ્છા પર કાબુ એ છે વૈરાગ્ય ઇચ્છાનો સર્વથા અભાવ એ વિતરાગતા. અનંત ઉપકારી, કલ્યાણકારી, સર્વ જીવોના મંગલને ઇચ્છતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જ્ઞાનસારના આધારે આપણી ભ્રમણાઓ ભાંગે છે. આપણે જે સુખ દુ:ખની વ્યાખ્યાએ કરી છે તે સાવ ખોટી છે. સગવડમાં સુખનો અનુભવ અને અગવડ થાય તો દુઃખ અનુભવીએ. બીજા ૫૨ અપેક્ષા રાખીએ એ કાંઇ સુખ નથી. હરિભદ્રસૂરિ કહે છે કે કોઇની અપેક્ષા રાખે નહિ એના જેવો કોઇ સુખી નથી. ઇચ્છા પેદા જ ન થાય એ સુખની અનુભૂતિ જુદી અત્રે ઇચ્છા પ્રમાણે મળે એ સુખની અનુભૂતિ જુદી. એક ઇચ્છા પાછળ સો ઇચ્છાઓ જન્મે. ધર્મ તત્વથી સાધના થાય, પણ પુણ્યતત્વથી ઇચ્છાપૂર્તિ થાય. દુ:ખો ચિક્કાર છે માટે જીવનમાં હોળી સળગે છે. દુઃખ દૂર કરવાના બે વિકલ્પ છે. જડ તત્વની ડીમાન્ડ ઓછી કરો. જીવ તત્વ પ્રત્યે કમાન્ડનો આગ્રહ છોડી દો. LABEL - 11ામા - મામા ||YWinimist siziY simi ૩૪ 1 **************આક Al2XM*************ક
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy