SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નક્કી કરવું છે પાપો છોડવા છે કે ભગવાન બનવું છે? પાપો છોડવા એ જિંદગીનું ટારગેટ છે. અનીતિના માર્ગે જનાર નક્કી કરશે મારે પ્રભુ બનવું છે. એ અનિતિ છોડતો જશે. મોક્ષે જવું હોય તો હવે ફરિયાદોની એન્ટ્રી ઓછી કરતા રહો. પરોપકાર કરો પણ કેવા? દીકરાને બાપે શિખામણ આપી હમેશા પરોપકારનું કામ કરજે. દીકરાએ મગજમાં વાત ઉતારી. એક દિવસ પોતાના ઘરના કૂતરા ટોમીને લઇને સવારના ફરવા નીકળ્યો. ઘરે આવીને પપ્પાને કહે આજે હું પરોપકારનું કામ કરી આવ્યો. બાપાએ પૂછયું “શું કર્યું? આજે સવારના ટોમીને લઇને ફરવા નીકળ્યો ત્યાં રસ્તામાં એક ભાઇને ટ્રેનમાં જવાનું હતું. સ્ટેશને પહોંચતા ૨૫ મિનિટ થઈ જાય તેમ હતું. ટ્રેન છૂટી જવાની શક્યતા હતી. એને સ્ટેશને પહોંચાડી આવ્યો. બાપા પૂછે છે તારી પાસે પૈસા તો હતા નહીં. હા, પૈસા ન હોતા પણ આપણા ટોમીને એની પાછળ દોડાવ્યો કે એ પાંચ મિનિટે સ્ટેશને પહોંચી ગયો. આપણે આપણા આત્માનો સાચો પરોપકાર કરવો છે. સિદ્ધના જીવો પોતે ભલે કાંઇ કરતા નથી પણ હજારોને સન્માર્ગે ચડાવે છે. ધ્રુવનો તારો અંધારામાંય અજવાળુ પાથરે છે. અંધારામાંય દિશાનો રસ્તો સરળતાથી શોધી શકાય છે. આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રભુ! તારા વર્ણન સાંભળી અમારા પગ ધરતી પર ટકતા નથી પણ તારા જેવું બનવાનું અમારું લક્ષ છે. આપણી ભૂમિકા આ ખરીને? દુકાને માણસ જાય, દુકાન ખોલે એમાં બનાવેલ મંદિરનો પડદો ઊંચો કરી દર્શન કરે ત્યાં ઘરાક આવે તો પડદો પાછો પાડી દે ને? કૂતરાઓનું સંમેલન : અમેરિકામાં દુનિયાભરના કૂતરાઓનું સંમેલન ભરાયું. દરેક દેશપ્રાંતોથી કૂતરાઓ આવ્યા. ભારતના કૂતરાઓ ગયેલા. ત્યાં ચીન અને ભારતના બે કૂતરાઓ વાતચીત કરી રહ્યા હતા. ભારતના કૂતરાએ પૂછ્યું તમારે ત્યાં તમને ખાવાની, પીવાની અને રહેવાની સગવડ કેવી મળે? સુખી ખરા? ચીનનો કૂતરો કહે ઓહો! અમને ખાવા-પીવામાં કોઇ કંજૂસાઇ નડતી નથી. ગાડીમાં ફરવાનું, રોજ સુગંધી સાબુથી નાહવાનું, શેઠના બંગલામાં રહેવાનું. તમને પણ ત્યાં આવું સુખ હશેને? ના રે ભાઇ ના, અમારે તો આવા સુખ માત્ર વિચારોમાં જ રાખવાના. રોટલો મેળવવા ય માર ખાવો E આપણામાં જમા E વBE | 3 રીત કાજામ આ કિસ
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy