SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દોડાવીને પસ્તાયા જ નથી. બુદ્ધિ એ સ્ટીમર જેવી છે. હૃદય એ કપ્તાન જેવું છે. બુદ્ધિને ન પૂછો - તમે તમારા અંતઃકરણને પૂછો. બહાર લઈ જવાનું કામ બુદ્ધિનું છે. અંદર લઈ જવાનું કામ હૃદયનું છે. ધર્મનો રસ્તો અંદર જવાનો છે. ગોચરી લઈને જતા સાધુના હાથમાં પાત્રાનું વજન જોઈ તેમને એ પાત્રા પોતે ઉપાડી ભાર હળવો કરવાનું કહે છે. ત્યારે એ સાધુએ જવાબ આપ્યો, “અમારા જેવા બને એને જ વજન ઉપાડવા અપાય.” (પરિપક્વ બુદ્ધિ જુદી અને નિર્મળ બુદ્ધિ જુદી)- અભયકુમારની બુદ્ધિ નિર્મળ હતી. (નિર્મળ બુદ્ધિ ભગવાન આગળ લઈ જવા રોકતી નથી અને મલીન બુદ્ધિ ભગવાન આગળ જવા દેતી નથી. - માતા પાસે આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. અઈમુત્તા મુનિના ગુરૂ ભગવાનને પૂછે છે, અઈમુત્તા કેટલા ભવ કરશે?” ભગવાને જવાબ આપ્યો “આ જ ભવમાં મોક્ષ થશે.” ઈરિયાવહી કરતાં “એકેંદ્રિય જીવની વિરાધના થઈ તેને ધિક્કારતાં. આ ભૂમિકાથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વિસ્મય યોગ તે આ ભૂમિકા. નવકાર નહીં આવડે તો ચાલશે. કાંઈ વાંધો નહીં. પરમાત્માના દર્શનમાં નિર્દોષતા હશે તો ધર્મ કરી શકશો. આપણને ધર્મી બનતા કોણ અટકાવે છે? મોક્ષમાં જવું હોય તો ભાવના જ્ઞાન જરૂરી છે. તૃપ્તિને સ્વાદમાં શું ફરક? એક ચમચી રસ પીઓ તે સ્વાદ અને પૂરેપૂરું પીઓ તે તૃપ્તિ. એક કહેવત છે. “ભાખરીની કોર ભાંગે તે આખી ભાખરી ખાધા વિના ન રહે! જીવનમાં સ્વાદની અનુભૂતિ કેટલી? જેના પુનરાવર્તનમાં મન સતત ઝંખ્યા કરે તે છે સ્વાદની અનુભૂતિ. ઉપદેશના હજારો વાક્યો ભૂલી શકશો પણ અનુભવની એક ઘડી ભૂલી નહીં શકો. આ છે ભાવના જ્ઞાન. શ્રેણિક મહારાજને પરમાત્માની ભક્તિનો સ્વાદ હતો. કુમારપાળને દાનનો સ્વાદ હતો. આવતી ચોવીસીના અગિયારમાં ગણધર કુમારપાળ, પોતાના ગુરૂ પાસે પ્રાયશ્ચિત માગે છે. “આ બત્રીસ દાંતે અનંતી વાર માંસાહાર કર્યા છે. માટે પ્રાયશ્ચિત આપો.' પાપના સેવનથી દુર્ગતિના દરવાજા ખુલ્લા છે. પાપનો બચાવ કરે તેને માટે સદ્ગતિના દરવાજા ૧૦૦ ટકા બંધ છે. s/diાદમાં કલાકારાના કાળા ડjaaj , ઘણા સારાવાણાથાના પાયાના desiltivali Yલiliiiiiiiitsliticલiી ૨૨ સારા કામ જાન પર
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy