SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ लिप्तताज्ञानसम्पात-प्रतिधाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ||४|| (૪) નિર્લેપશનમનશ્ય-(આત્મા નિર્લેપ છે એ પ્રમાણે) નિર્લેપ જ્ઞાનની ધારાએ આરૂઢને સર્વ જિયાં-બધી આવશ્યકાદિ ક્રિયાઓ વનમ- કેવલ સમ્પતિ પ્રતિધાતાય- (આત્મા કર્મથી લિપ્ત છે એવા) લિપ્તપણાના જ્ઞાનના (સપાત=) આગમનને (પ્રતિષીતા =) રોકવા માટે ઉપયુજેતે-ઉપયોગી થાય (૪) પ્રશ્ન : આત્મા નિર્લેપ છે એવી જ્ઞાન ધારામાં ચઢેલા ઉચ્ચ કક્ષાના યોગીઓ કર્મથી બંધાતા નથી. આથી આવા યોગીઓને બાહ્ય આવશ્યકાદિ ક્રિયાઓની શી જરૂર છે? એ ક્રિયાઓ તો ચિત્તશુદ્ધિ દ્વારા કર્મબંધથી અટકવા માટે છે. નિર્લેપ જ્ઞાનમાં મગ્ન યોગીઓ તો ચિત્તશુદ્ધિ થવાથી નિર્લેપ જ્ઞાનના યોગે જ કર્મબંધથી અટકી ગયા છે, પછી એમને એ ક્રિયાઓની શી જરૂર? ઉત્તર : (અહીંથી ચોથી ગાથાનો અર્થ શરૂ થાય છે.) આત્મા નિર્લેપ છે એવી જ્ઞાનધારામાં વર્તતા યોગીને આવશ્યકાદિ સર્વ ક્રિયાઓ કેવળ નિતતાશાન... લિપ્તપણાના જ્ઞાનના સંપાતનું= આગમનનું નિવારણ કરવા ઉપયોગી છે. અર્થાત્ નિર્લેપ જ્ઞાનમગ્ન યોગી અશુભ નિમિત્ત પામીને આત્મા કર્મથી લેપાયેલો છે એવા જ્ઞાન દ્વારા સંસારમગ્ન ન બને -પરભાવમાં ન આવી જાય એ માટે એને શુભ નિમિત્ત-આલંબન રૂપ આવશ્યકાદિ ક્રિયાઓ ઉપયોગી છે, બાકી કર્મબંધથી અટકવા એ ક્રિયાઓ ઉપયોગી નથી. આવશ્યકાદિ ક્રિયાઓ અલિપ્તપણાના જ્ઞાનને ટકાવી રાખીને લિપ્તપણાનું જ્ઞાન આવવા દેતી નથી. આથી જ ધ્યાનારૂઢને પણ આવશ્યકાદિ ક્રિયા તેવા પ્રકારની ચિત્તશુદ્ધિ દ્વારા આત્મધ્યાનની ધારાથી પડતા બચાવવા માટે જ આલંબન કહી છે. અધ્યાત્મની આવી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સાધકને એ જે કક્ષામાં છે તે કક્ષાથી પતન થવાનો સંભવ હોવાથી પતન ન થાય એટલા માટે પોતાની કક્ષા મુજબ ક્રિયાની જરૂર છે એવો આ શ્લોકનો ભાવ છે. AિRATEGIETETIMESEARE ગાય આજકાસEERY & E #sis શાકાહા Y NEસાથa Y
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy