SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ એ જ શ્વાસ • નાકને સાચવવાના પ્રયત્નો તો અનંતકાળમાં અનંતીવાર કર્યા છે. હવે નાથને | સાચવી લેવાના પ્રયત્નો શરૂ કરીએ, બેડો પાર છે. મનની દુષ્ટ વૃત્તિઓના પ્રદર્શનથી આપણે ત્રસ્ત છીએ પણ એના અસ્તિત્વથી ત્રસ્ત નથી એ જ આપણા જીવનની કરુણતા છે. • દુઃખને પરમાત્માએ ખરાબ માન્યું નથી અને દોષને પરમાત્માએ સારો માન્યો નથી. કાળ એટલો ભયંકર છે કે એ આકર્ષણમાં આકર્ષક ચીજ પ્રત્યેના મનના રસને તોડીને સાફ કરી નાખે છે. કોઈના પર અને ક્યાંય વિશ્વાસ રાખી શકાય તેમ નથી તેનું નામ સંસાર. ભારેકર્મી આત્માનો રાગ સમય જતાં દ્વેષમાં પલટાઈ જાય છે. જ્યારે હળુકર્મી આત્માનો રાગ સમય જતાં વૈરાગ્યમાં પલટાઇ જાય છે. બહિંદષ્ટિમાં આત્માના ભાવ પ્રાણોની કતલ છે. જ્યારે તત્વદૃષ્ટિમાં આત્માના ભાવ પ્રાણોની સુરક્ષા છે. બાહ્યદૃષ્ટિએ સ્ત્રી અમૃતના સાર વડે ઘડેલી ભાસે છે. તત્વદૃષ્ટિએ તે સ્ત્રી પ્રત્યક્ષ વિષ્ટા અને મૂત્રની હાંડલી જેવા ઉદરવાળી છે. અનંત જ્ઞાની, ઉપકારી શ્રી ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસારમાં બે દૃષ્ટિની વાત કરી છે. બાહ્યદૃષ્ટિ અને તત્વદૃષ્ટિ, બાહ્યદૃષ્ટિએ તમે વિશ્વનું દર્શન કરી રહ્યા છો. હજી અંતરદષ્ટિ ઉઘડી નથી. સંસારમાં બર્વિદશા આપણને રખડાવનાર છે. બહાર નીકળવા જ ન દે. ઉધઈથી ખવાઈ ગયેલા મકાનમાં સારું ફર્નિચર જેમ નકામું લાગે છે? શરીરમાં પેદા થયેલા રોગને દૂર કરવા નિદાન માટે મનને પૂછો કે શરીરને? સંસારની તમામ સમસ્યા મનથી દૂર થાય. મનની સમસ્યા આત્માથી દૂર થાય અને આત્માની સમસ્યા પરમાત્માથી દૂર થાય. નોકર શેઠનો ગુલાબ હોય તે ચાલે પણ શેઠ નોકરનો ગુલામ બને તે કેમ ચાલે? નાકને સાચવવાના પ્રયત્નો કર્યા પણ નાથને સાચવશો તો ખ્યાલ થઈ જશો. આ છે તત્વષ્ટિ. કોઈપણ કાર્ય કરતી વખતે પહેલાં વિચાર કરતા પહેલાં, બોલતાં પહેલા ક્યારેય પરમાત્માને પૂછ્યું કે તમારો ઓપીનીયન શું? દુષ્ટ પ્રવૃત્તિના પ્રદર્શનમાં કાળજી કરી પણ દુષ્ટ વૃત્તિની ઉત્પત્તિમાં કાળજી કેટલી કરી? ઘરમાં કચરો ન રહે કે ન દેખાય તેની કાળજી કરી. જે અભિગમ ઘરને માટે છે તે મનના ક્ષેત્રે આવે તો બેડો પાર છે. કચરો આવે જ નહીં તો કાઢવાની ચિંતા ક્યાં રહે? દોષોનું અસ્તિત્વ જ ન રહે તો સદ્ગતિ
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy