SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ • અનેકનું આકર્ષણ સંસારનું બુકીંગ. વ્યક્તિગત લેવલે સથવારા ઓછા કરતા જાઓ. વસ્તુ-વ્યક્તિ સહુના સંપર્ક ઓછા. બે જોડી કપડા હોય તો ત્રીજી જોડ નહી. સદ્ગતિ-પરમગતિના બીજ એમાં જ છે. પૈસા વધે તેમ કર્મ વધવાના ધંધા વધે. ભોજનમાં દ્રવ્યો પણ ઘટાડો. ઓછા દ્રવ્ય ધારી ૨/૪થી ચાલતું હોય તો અથાણાં-ચટણી-રાયતા-કચુંબરોમુખવાસોના પાપો ન કરો. શ્રીમંતને પસંદગીની મુશ્કેલી હોય કયો ડ્રેસ પહેરું? જ્યારે ગરીબને મુશ્કેલી હોય કે લાજ ઢાંકવા શું પહેરું? માણસની ભૂખ મટાડવા મુશ્કેલી છે શું કરું? ૧૦ હજારની કેન્સરની દવા કોઇ મફતમાં આપે તો ખાઓ? • તમારા નવ નંબરના મોજડા હોય અને કોઇ ૭ નંબરના મફતમાં આપે તો લો. ન લેવાય તેમ પાત્રતા વગર ગમે તેટલું આવે તો ન લેવાય. ઉપયોગી જે ચીજ ન હોય તે માળીયે રાખો છો. ઘણી બિનજરૂરી ભરતી કરી માળિયાનેય હાઉસફૂલ કર્યું છે. નકામી ચીજો અને નકામા વિચારોથી મનનું માળિયું ય ભરવા જેવું નથી. આવતા જનમમાં એ સંગ્રહી રાખેલા હલકા વિચારો મારી નાખશે. ગોબા પડેલા વાસણો ઘરમાં શા માટે રાખો? કબાટોમાં મૂકેલા ભલે ન કાઢો પણ માળિયા તો ખાલી કરો. કચરામાંય આપણને પ્રેમ છે. એમાંય આસક્તિ છે. સાહેબ! આ રાજકારણીઓને તો એક એક ગોળીએ ઠાર કરવા જેવા છે? આવું શા માટે બોલો? આવું શા માટે વિચારો? મનના આંગણે વિચારો આવે પણ મનમાં નિમંત્રણ આપી દાખલ ન કરાય. આવા વિચારો અંદર રહી તો નથી જતાને? તમારો દોષ એજ છે એ છે સંગ્રહવૃત્તિના સંસ્કારો. અનંતકાળથી ચાલ્યા આવે છે. એક કામ કરશો. બહારથી આવેલા મહેમાનોને પ્રથમ ઘરનું માળિયું બતાવશો. ♦ કોઇમ્બતુર ચાતુર્માસ પરિવર્તન નાહટા પરિવારને બંગલે. નવું જ વાસ્તુ હતું. એના સંડાસો, પાણીના હોજ, નાના થિયેટરની રચના, ઇન્ટીરીયર વગેરે જોઇ લોકોએ તો પ્રશંસાના પુષ્પો વેર્યા. અમો છ મુનિવરોએ જોઇ એને કહ્યું આટલું શા માટે? કોના માટે? જરૂરીયાત કેટલી. આ સગવડોના સથવારે વૈરાગ્ય ક્યાં? ક્યારે? જગતના સર્વ જીવો પ્રત્યે જેને સ્નેહનું પરિણામ છે છતાં લાગણીની ભીખ માંગવાની ભૂમિકા નથી તેને વૈરાગ્ય કહેવાય. • ઝાંઝરીયા મુનિવરે તપ કરી કાયા ચૂકવી દીધી છે. ચામડા ઉતારવાનું સામેથી કહે છે. ‘હું કઇ રીતે ઉભો રહું તો તમને સુગમતા રહે. આ કક્ષા છે લાગણીની. સથવારો પણ છોડવો છે મર્દાનગીથી ખરુને? ૪ ૧૩૭
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy