SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સથવારાનું જંગલ ઓછું કરો આ સંસારના સર્વ સુખો ભયરૂપી અગ્નિ પર ગોઠવાયેલી રાખ જેવા છે. સરોવરમાં પડતી કાંકરીને તળિયે બેસતા વાર નથી લાગતી પણ એના તરંગો લાંબા સમય સુધી ચાલે છે. બસ એજ રીતે સંસારમાં નિમિત્તોને દૂર થતા વાર નથી લાગતી પણ એનાથી ઉભી થતી અસર લાંબા સમય સુધી રહે છે. વિજ્ઞાનનું સત્ય હસ્તાંરિત થઇ શકે છે પણ ધર્મનું સત્ય તો અહસ્તારિત છે. અનેકની પાછળ દોડતા રહ્યા સિવાય સંસારનું સુખ મળતું નથી તો અનેકોને છોડતા રહેવાની હિંમત કેળવ્યા વિના આત્માનું સુખ અનુભવાતું નથી. જગતના સર્વ જીવો પ્રત્યે જેને અપાર લાગણી છે અને છતાં કોઇનીય પાસે જે લાગણીની ભીખ માંગતો નથી એ પરમાત્માના શાસનનો સાધુ છે. પદાર્થના સંયોગથી અનુભવાતું સુખ આખરે તો મારામાંથી જ પેદા થાય છે આ સમજણ આત્મસાત કરી જ લેજો. • સામી વ્યક્તિ ગાળ દે છે માટે આપણા મનમાં કષાય થતો નથી આપણે સામે ગાળ દઇએ છીએ માટે આપણું મન કષાયાવિષ્ટ બને છે. ઘણા ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલા સંસારના સુખથી શું? હમેશા ભયરહિત જ્ઞાનસુખ સર્વાધિક છે. પરમ હિતકારી ઉપાધ્યાયજી ‘નિર્ભયતા’ અષ્ટક દ્વારા આપણી ભય દશાનું ઉચ્ચાટન અને અભયદશાનું ઉદ્ઘાટન કરાવી રહ્યા છે. આ જગતના તમામ સુખોને લાગેલું કલંક ભય છે. સંસારનું તમામ સુખ રાખ છે. એક માત્ર જ્ઞાનસુખ જ એવું છે એને લયની આગ સ્પર્શી શકતી નથી. સંયોગમાં વિયોગનો ભય છે. સંપત્તિમાં વિયોગનો ભય. જ્ઞાન સુખમાં ભય નથી. વૈરાગ્ય છે. જે પદાર્થ છૂટી જતો હોય અને છોડતા ત્રાસ થાય નહીં તેમાં વૈરાગ્ય માનવો. સંયમી દૂધપાક વાપરે પણ રાગ વગર. ગમે તેવા પદાર્થોનો સંયોગો થાય સાથે છોડવાની પણ તત્પરતા/તૈયારી જ હોય, માલિકીભાવનો રસ ન હોય એ વૈરાગ્ય તરફનું વલણ છે. ઘણાં પૂજા કરે. કોઇ એક ભગવાન પર માલિકી ભાવ રાખે. આ ભગવાન મારા છે. હું જ કરું. કોલસા પર સુખોની રાખ લાગેલી છે. રાખના દર્શને ગરમી અનુભવાતી નથી. પદાર્થના સંયોગથી ૧૩૪
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy