SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બધા જ ઉપકરણ લીધા. આખા રસ્તે એ સાચવવાનો ભય રહ્યા જ કરશે ખરુંને? સંપત્તિ આવે તો બધા ભય ટળે પણ સંપત્તિ આવ્યા પછી એની ચોરી ન થાય, ઇન્કમટેક્ષની રેટ ન પડે માટે એને ગોઠવવાનો કેટલો ભય? પ્રયત્નોમાં વિષયો બદલાય • માણસ નોકરીએ ગયો. રસ્તામાં સ્મશાન આવે. બહુ ભય લાગે, બાવો વચ્ચે મળ્યો. બાવાને વાત કરતા બાવાએ માદળીયું આપ્યું હવે તને ડર નહિ લાગે. ૩/ ૪ દિવસે નિર્ભય તો બન્યો. પણ પંદરમા દિવસે પુનઃ બાવા પાસે આવ્યો કહે બહુ ડર લાગે છે કેમ? આ માદળીયું ક્યાંક ખોવાઈ જશે તો? અચાનક જાણ બહાર ક્યાંક પડી જશે તો? પહેલાં તો સ્મશાન પાસેથી નીકળતો એટલો સમય ભય લાગતો પણ હવે તો સમયે સમયે આ ખોવાઈ જશે તો શું થશે? એનો ભય લાગે છે. જ્યાં સુધી મોક્ષ નથી થયો ત્યાં સુધી ભ્રાન્તિમાં જ જીવીએ છીએ. ભયકકલાન્તિ રહ્યા જ કરે છે. જેલની વિશિષ્ટતા ખ્યાલમાં છે? દીર્ઘદૃષ્ટિથી દરેક રૂમમાં બહારથી જ આગડીયા હોય. અંદર સ્ટોપર પણ નથી હોતી. કેદી અંદરથી રૂમ બંધ ન કરી શકે. બહાર નીકળવાનો કે અંદર રહેવાનો નિર્ણય બહારવાળા જ કરે. ઘરની અંદર સ્ટોપર છે કારણ કે બહારવાળાને અટકાવી શકો. તમારા કંટ્રોલમાં બહારનું પરિબળ છે તો સમજજો ઘરમાં છે દરવાજા બંધ કરી દે. પરિબળો સામે ટકવાની ખૂબ કચાશ છે. હોટેલની કોઈ ઓફર કરી મન લલચાયું કોમ્પલીમેન્ટરી પાપ. પાપના પ્રવેશને પ્રવેશ કરવા માટે મનનો દરવાજો બંધ કરવો હોય તો તમે ઘરમાં છો. સાધુ સુખી કેમ? હજાર જાતના પરિબળોને મર્દાનગીપૂર્વક ના પાડી શકે છે પાછો ત્યાગી છે. ૧. કનિષ્ટની ભૂમિકા ભોગીની છે. ભોગની વૃત્તિમાં પડેલી છે. ૨. મધ્યમ ભૂમિકા ત્યાગીની છે. તક મળે અને ત્યાગ કરતો જાય. ૩. ઉત્કૃષ્ટ ભૂમિકા યોગીની છે. ભોગના પદાર્થમાં વ્યસ્ત છો. ત્યાગના પદાર્થમાં પૂર્ણ વિરામ રૂપ છો. ભોગ સન્મુખ છો ત્યાગ વિમુખ છો, યોગ પદાર્થ સાથે સંબંધ નથી. ઉપવાસ કરો ત્યારે ત્યાગ પણ બીજા દિવસે ભોગ. ભોગી ભોગવે, ત્યાગી છોડે. યોગી ભગવાન સાથે જોડાઈ જાય. ઝાડૂ છોડે તે ત્યાગી કે ઝવેરાત છોડે તે ત્યાગી? અમો મોત વખતે જે છોડવાનું હતું તે વહેલું છોડ્યું તો અમે ત્યાગી. અમો પરમાત્મા આગળ પૈસા છોડ્યા તમો પૈસા ખાતર પરમાત્મા છોડ્યા. સાધુએ સ્ત્રી છોડી તે વિશેષ નથી પણ પરમાત્માને
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy