SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દોષોની કબુલાત સમયે હૃદયમાં વેદના લાઓ. અકળામણના સ્તરે જો કબુલાત થશે તો દોષ મુક્તિ શક્ય બનશે. આપણને દરિદ્રની દરિદ્રતા હેરાન કરે છે કે અકળાવે છે? ૨) આપણને આપણામાં પ્રેમ હોય. આપણામાં દોષોને કાઢવાની તાકાત છે પણ જે પરિબળોમાં દોષમુક્ત બનાવવાની તાકાત છે એ તમામ તારક તત્વો પ્રત્યે દિલનો ભારોભાર પ્રેમ લાવો. દેવ-ગુરુ-ધર્મ અને ધર્મના સાધન પર ભારોભાર પ્રેમ. ભગવાન મને ખૂબ ગમે છે. ગુરુ મને ખૂબ પ્રિય છે તેમના પ્રત્યે આવી ભાવના આવી? દા.ત. તમે કો'કને પૈસા આપ્યા સંબંધના કારણે કે પ્રેમ ઉભરાયા માટે આપ્યા? દા.ત. ડોક્ટરને ઇલાજના પૈસા આપો ભારોભાર ઉપકાર માનો? ડોક્ટરને દર્દી પ્રત્યે પૈસાનો સંબંધ હોય જ્યારે દર્દીને ડોક્ટર પ્રત્યે ઉપકારીનો સંબંધ હોય. મરતા પહેલા ઇન્વેસ્ટીગેશન કરો ક્યાં તૂટ્યા પાત્રતામાં કે પ્રેમમાં? દેવચંદ્રજી મહારાજે ધનપાલ કવિના ભગવાન પ્રત્યેના પ્રેમને સ્તવનમાં રજૂ કર્યો છે. કહે છે કે ભગવાન તારી ભક્તિ કરતા હું ભગવાન બની જઈશ એ દિવસને યાદ કરતા કંપારી છૂટે છે. વેદના છે. કેમ કે અત્યારે ૨૪ કલાક તારા ચરણોમાં ઝુકવાનો આનંદ છે. તે ખલાસ થઈ જશે ભગવાનપણું કે મોક્ષ ન મળે તો ચાલશે ભક્તિના ભોગે મોક્ષ નથી જોઇતો. આ છે ભગવાન પરના પ્રેમની પરાકાષ્ટા. પ્રેમમાં પાત્રતાને ખેંચી લાવવાની તાકાત છે. પણ પાત્રતામાં પ્રેમને ખેંચી લાવવાની તાકાત ખબર નથી. દા.ત. ગૌતમસ્વામીને પ્રેમના કારણે પાત્રતા આવી. તમને કોઈ કેવળજ્ઞાની કહે “આ પચાસ લાખ તમને ગત જન્મના ૫૦ હજારના દાનના કારણે મળ્યા છે તો આ પ૦ લાખ તમે સત્કાર્યોમાં વાપરી નાખોને? સંપ્રતિ મહારાજાને ખબર પડી કે આ રાજ્ય મને ગત જન્મની ભક્તિરૂપે મળ્યું છે. તો એ તરત રાજગાદી ભગવાનને ગુરુને સોંપવા તૈયાર થઈ ગયા. અધ્યાત્મસારમાં લખ્યું છે કે દીક્ષા લેતી વખતે જેની આગળ ચારિત્રના પરિણામ નહોતા ફક્ત કપડાં બદલાવ્યા પણ ગુરુ પ્રત્યે ભારોભાર પ્રેમના કારણે દીક્ષા લીધી તેવા અનંત આત્માઓના મોક્ષ થઈ ગયા. દેવ-ગુરુ-ધર્મની આજ્ઞા પ્રમાણેને પુરુષાર્થ જરૂરી છે. “અન્યથા શરણે નાસ્તિ પ્રભુ મને તારા વિના કોઇનું શરણ નથી. “ચરણ શરણ સુખદાઇ...' માત્ર તારું સમર્પણ આ છે પુરુષાર્થ મહાભારતમાં અર્જુનને શ્રીકૃષ્ણે કહ્યું, “મારે શરણે આવી જાય પછી બધી જવાબદારી મારી.” અર્જુનમાં પાત્રતા દેખાઈ માટે કહ્યું. HI
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy