SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) સમ્યક સમજણ દુર્ગ છે. મોટા કિલ્લા જેવું છે. શરૂ કરો પણ અંત નહીં મેળવતા વર્ષો વીતી જાય. બાલિશતા, ઈર્ષ્યા, આસક્તિ, ખોટી પકડ, નકારાત્મક વલણ આ બધા તત્વો સમજણના ખંડમાં પેસવા દેતા નથી. શરમ અને શરણનો ખંડ અત્યંત જરૂરી છે. ૧) સમજણનો અભાવ દર્શન માટે બાધક છે – દુર્લભ બને છે. ૨) સમજણની અભાવતા ચારિત્ર માટે દુર્લભ છે – દુર્ગમ છે. ૩) સાચી સમજણની કચાશ વીતરાગતા માટે બાધક છે – દુર્ગ છે. મીણનાં દાંતે ચણા ચાવવા જેવો માર્ગ છે પણ સમ્યકજ્ઞાનનું ભાથુ જેની પાસે છે તેની પાસે ઉલ્લાસ ઉજાસ અને ઉમંગ છે તેને વાંધો નથી. મોત વખતે તમને આચાર બચાવશે કે સમ્યકજ્ઞાન? સાધના માટે આચાર જોઇશે. સમાધિ માટે જ્ઞાન જોઇશે. કરોડોના મંદિરો બાંધી શકાય છે પણ જ્ઞાન સાચવવાની ભૂમિકા નથી. સંપૂર્ણ સાધુપણાની તાકાત જ્ઞાનમાં છે. સંસાર, મા-બાપ, મિત્રો છોડ્યા તેની યાદ નથી આવતી કારણ જ્ઞાન છે માટે. એક વાત સમજો. શાંત દરિયાએ કુશળ નાવિકને જેમ તૈયાર કર્યો નથી તેમ પ્રચંડ પુણ્યના ઉદયકાળે સાધક પેદા નથી થયા. અમેરિકાના એન.આર.આઈ. કહે “અહીં ઝૂંપડપટ્ટીવાળા જીવવા ઇચ્છે છે અને અમારે ત્યાં અબજોપતિ આપઘાત કરે છે તો આનું કારણ શું? હોકીની સ્ટીક હોય તેને માથું હોય પણ મગજ ન હોય. હાથમાં પકડે ને મારવા દોડે. ઇન્ડિયામાં ગટર પાસે રહે તોય મજામાં રહે. ત્યાં ગાર્ડન પાસે બેસીને પણ મરે, અહીં તો લોકલ ટ્રેનમાં લટકીને જીવે. અહીં કોઈ ૧૫ કપડા લઈને ઘરમાં આવે. દરેક ખીંટીઓ ભરેલી હોય તો એ ખીંટી પર બીજા કપડા આરામથી લટકાવી ટકી જાય. નાસીપાસ ન થાય. અહીં ધંધામાં ખોટ જાય તો ભગવાનને જે મંજૂર છે એમ માની પાછો મસ્ત થઈને ફરે. સમાધિ ટકે જ્યારે વિદેશમાં સફળ ન જાય તો ડીપ્રેશનમાં આવી તૂટી જાય. તમો જીવનમાં તૂટો છો કારણ બોજા લઈને ફરો છો. હળવા થાઓ. બધા બોજોઓ ખીંટીએ લટકાવી દો. શું વાંધો આવે? તીર્થકરોએ આ જ કહ્યું છે નાની જિંદગી મળી છે. બોજારૂપ ન બનાવો. સૌરાષ્ટ્રમાં હળવદ પાસે સાંજે ખેડૂતનો ભેટો થયો. સતત ત્રીજો દુષ્કાળ હતો. વૈશાખ મહિનો લગભગ વીતવા આવ્યો હતો. થોડી સાંત્વના આપી. દુષ્કાળ ખરાબ છે કહેતા એણે જે જવાબ આપ્યો તે સાંભળી ગદ્ગદિત બન્યો. એ કહે
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy