SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વીતેલા વર્ષોમાં કોના માટે તમે કર્યું? શું શું કર્યું? ક્યાં સુધી કર્યું? વિચારજો. ભગવાન કહે છે તે અડધો રસ્તો તો કાપી લીધો છે. હવે અડધો જ બાકી છે? ૧૩મા ગુણ સ્થાનકે કેવળજ્ઞાન છઠ્ઠ ગુણ સ્થાનકે દીક્ષા અડધો રસ્તો તો કપાઇ ગયો છે. આ પ્રશ્ન રોજ પાંચ વખત અંતઃકરણને પૂછતા રહો. ઘણા કહે દુકાન શરૂ કરી વાસ્તુપૂજા ભણાવી, સ્નાત્ર કર્યું પણ દુકાન જામતી નથી. સુખ આવતું નથી સુખની વ્યાખ્યા તમારી કેવી છે ? જ્યાં સુધી દેહ વળગેલો છે ત્યાં સુધી મૃત્યુનો ભય છે. અને જ્યાં સુધી દોષો વળગેલા છે ત્યાં સુધી દુર્ગતિનો ભય છે. મોતને અટકાવી ન શકો પણ દોષને તો અટકાવી શકોને? આટલી બધી સાધના કરી તે દોષ અટકાવવા કે દુર્ગતિ ન આવી જાય માટે કરી? જગતના તમામ સુખો તંદુરસ્ત દેહને બંધાયેલા છે. ભગવાનના તમામ સુખો આત્માથી બંધાયેલા છે. સુખ દેહ કેન્દ્રિત છે. ગુણ માત્ર આત્મકેન્દ્રિત છે. સરોવરમાં કેદ થયેલું પાણી નદીને મળતું નથી. પાણી નદીને મળવા માંગતું નથી કે દિવાલોના કારણે મળતું નથી? પાણી ઊંચાઇને નહિ પહોળાઇને માને છે. આપણું અંતઃકરણ પરમાત્માને મળવા માંગે છે પણ અહંકારની દિવાલ પ્રતિબંધક બને છે. દિવાલ તોડવી જ પડશે. રોગ નીકળી જાય એ ગમે પણ દોષ નીકળી જાય એ ગમતું કેમ નથી? શ્રી રામે સીતાજીને જંગલમાં મૂક્યા. સમેત શિખરજીના જંગલમાં સારથી કૃતાંતવદનને મોકલ્યો. પ્રથમ સારથી ઉતર્યો. સીતા ઘટનાનો પાર પામી ગયા. સારથી રડે છે. સીતા પૂછે છે હે કૃતાંતવદન શા માટે રડો છો? સ્વામિએ આપને જંગલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. સીતા કહે છે સ્વામિને કહે જે ‘લોકોના કહેવાથી સીતાનો ત્યાગ કર્યો તો જગતમાં સીતા કરતા સવાઇ સીતા તમને મળી રહેશે મોક્ષ અટકવાનો નથી પણ લોકોના કહેવાથી ધર્મ ન છોડી દે નહિંતર મોક્ષ અટકી જશે? આવો સંદેશ શ્રીરામને કહેવડાવે છે. ધર્મની પ્રાપ્તિ સમ્યક્દર્શનથી છે. પણ ધર્મની બુદ્ધિ સમ્યજ્ઞાનથી છે. દીવો જેમ દીવાસળીથી પ્રગટે અને તેલથી ટકે તેમ જીવનમાં ધર્મ સમ્યગ્દર્શનથી પ્રગટે અને સમ્યજ્ઞાનથી ટકે છે. પરમાત્માના વારસા માટે આપણી પાસે ૧૫ મિનિટ પણ ખરી? ઘરમાં ૧૦૦ વર્ષ જૂના કપ હોય તો કહીએ કે પિતાજીના દાદા આમાં ચાય પીતા હતા પણ પ્રભુવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ મૂકેલી દ્વાદશાંગી પ્રિય ૩૬ ૧૧૭
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy