SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (ટબા)માં લખ્યું છે કે-પરને વિશે મન તે ચિંતા સ્વરૂપ છે, અને આત્માને વિષે મન તે સમાધિ સ્વરૂપ છે. ચિંતામાં જ રહેનાર સમાધિ ન પામી શકે. આથી ગુણ-દોષ સર્વ છોડીને આત્માથી અભિન્ન જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીમાં લીન રહેવું જોઇએ." (સાથે સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે, જ્યાં સુધી સમાધિની અવસ્થામાં પહોંચવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી પરગુણગ્રહણ આદિ ચિંતા આવશ્યક છે.) विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिद । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ।।६।। (૬) રૂવ-જેમ સરિતા-નદીઓના જુદા જુદા પણ માર્ગો એક) સમુદ્ર-સમુદ્રને (મળે છે) તેમ મધ્યસ્થાનાં-મધ્યસ્થોના વિભિન્ની:-જુદા જુદા મી-પણ પત્થાન:માર્ગો પર્વ-એક અક્ષય-ક્ષયરહિત પરં-ઉત્કૃષ્ટ દ્રહ્મ-પરમાત્મ સ્વરૂપને પ્રસ્તુતિપ્રાપ્ત કરે છે. (૬) જેમ નદીઓના જુદા જુદા પણ માર્ગો સમુદ્રને મળે છે, તેમ અપુનબંધક, સમ્યગ્દષ્ટિ વગેરે મધ્યસ્થોના (મુક્તિપદના) જુદા જુદા માર્ગો=ઉપાયો ક્ષયરહિત એક પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. અર્થાત્ મધ્યસ્થ બનીને મુક્તિની સાધના કરનારા બધા મોડા વહેલા કેવલજ્ઞાન પામીને પરમાત્મા બને છે. स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया द्दशा ।।७।। (૭) સ્વ-માયા-પોતાના શાસ્ત્રને માત્રા-કેવળ રાગથી થયામ:-સ્વીકારતા -નથી વી-અથવા પર-ગામ-પરના શાસ્ત્રને ષત્રિા-કેવલ દ્વેષથી ત્યજ્ઞામ:તજતા નથી કિન્ત-પરંતુ મધ્યસ્થયા-મધ્યસ્થ દૃશ-દષ્ટિથી સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ). (૭) અમે (સત્યાસત્યનો વિચાર કર્યા વિના) કેવળ રાગથી પોતાના સિદ્ધાંતનો સ્વીકાર કરતા નથી, તેમ કેવલ દ્વેષથી પરસિદ્ધાંતનો ત્યાગ કરતા નથી. કિંતુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાંતનો સ્વીકાર અને પર સિદ્ધાંતનો ત્યાગ કરીએ છીએ.' मध्यस्थया घशा सर्वेष्वपुनर्बन्धकादिषु । चारिसंजीविनीचार-न्यायादाशास्महे हितम् ।।८।। (૮) પુનર્વશ્વાદિષ-અપુનબંધક આદિ સર્વેષ-બધામાં મધ્યસ્થયા-મધ્યસ્થ શ-દષ્ટિથી વારિ-સંગીવિની-વાર-ન્યાય-(ચારિત્રઘાસ) ઘાસ સાથે સંજીવની ચરાવવાના દષ્ટાન્તથી હિi-કલ્યાણ મીશામદે-ઇચ્છીએ છીએ. (૮) અમે અપુનબંધક આદિ સર્વ પ્રકારના જીવોમાં મધ્યસ્થષ્ટિથી ચારિસંજીવનીચાર ન્યાયથી હિત ઇચ્છીએ છીએ. અહીં આદિ શબ્દથી માર્ગાભિમુખ,
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy