SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભલભલા મુનિઓને અને સાધકોને પટકી દે તેવો છે. લોકસંજ્ઞા, લોભસંજ્ઞા, માનસંજ્ઞા અને કામસંજ્ઞાનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. હાથીના દાંત જેવા જીવન બન્યા છે. સ્ટેજ અસાવધાની આવી તો ખેલ ખલાસ. સતત પુદ્ગલોના આકર્ષણ સામે વિવેકનો દીપક પ્રગટેલો રાખવા ખૂબ સાવધાની જરૂરી છે. દીવડાને પ્રગટેલો રાખવા પવનથી બચાવો. પવનપ્રિય વ્યક્તિઓથી દૂર રહો. મનની દોટ અટકાવવા અને સમાધિભાવમાં ઝીલવા આજે ત્રણ ભૂમિકા સમજી લઈએ. ૧) હકારાત્મક અભિગમને જીવનમાં લાવો. સંકલેશનો સંબંધ ‘ના’ સાથે છે જ્યારે સમાધિનો સંબંધ ‘હા’ સાથે છે. જે પરિસ્થિતિમાં પરિવર્તનનો સ્વીકાર નથી ત્યાં સતત સંકલેશ છે. પરિસ્થિતિ ગમે તે સર્જાય સમજથી સ્વીકાર જરૂરી છે. સ્વીકાર પ્રસન્નતા સાથેની હોવી જોઇએ. દા.ત. પ્રતિક્રમણ કરી રહ્યા છો પુષ્કળ ગરમી છે. ઊંચાનીચા ન થવું. પ્રસન્નતાથી સ્વીકાર કરી લેવું. આવેલ લાચારીમાં પ્રસન્નતાથી સ્વીકાર કરવું. આપણા પુણ્ય નબળા છે. હકારાત્મકભાવ કેળવ્યો નથી. શરીરની તંદુરસ્તીમાં સ્વભાવ બરાબર હોય પણ નબળા શરીરે સ્વભાવ ચીડીયો થાય. મૂળ પ્રતિકાર શક્તિ ઓછી થવાના કારણે સ્વભાવ ચીડીયો થાય. સાધના કઠિન નથી સમાધિ કઠિન છે. પુણ્યના ઉદયકાળમાં સંકલેશથી બચી શકાય પણ પાપના ઉદયકાળમાં સમાધિ ટકાવવી એ જ સાધના છે. શરીરની તંદુરસ્તીનું મૂળ રાતના આવતી ઉંઘ છે. ઉંઘ ઓછી થાય તો તંદુરસ્તી વેરણ છેરણ થાય. તેમ સમાધિ ઓછી રહે તો જીવન વેરણ છેરણ થાય. • રાષ્ટ્રહિત ચિંતક પૂ.આ.ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના ગુરુદેવ આમ પિતાશ્રી મુ. શ્રી દેવસુંદરવિજયજી મ. ને રાતે ઊંઘ ઓછી થઇ. આખી રાત હજાર દેરાસરોના મૂળનાયકને યાદ કરી વંદના કરતા. ભાવયાત્રા કરે. ૨૪ તીર્થકરોના ક્રમ પ્રમાણે મૂળનાયકોને વંદન કરી મનને સમાધિમાં ઝીલતું રાખે. દર્શન-વંદનની ટેવ પાડી હશે તો દેવલોકમાં તીર્થોની યાત્રાના ભાવ રહેશે. એમના જીવનમાં આ ભાવતું નથી બોલ્યા ન હતા. ના પાડવાની વાત હતી નહિ. એક મુનિને અન્નનળીનું કેન્સર. રોજ રાત્રે સંથારા પોરિસી ભણાવ્યા બાદ ૭૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરે. • અમદાવાદમાં સ્થિરવાસ રહેલા સાધ્વીજી રોજ ચૈત્યવંદનમાં ૩૦ સ્તવનો બોલે. ૫૦ બાંધી નવકારવાળી ગણે. કોઇપણ સ્થિતિમાં હકારાત્મક અભિગમને કેળવો. ૨) સહયોગાત્મકતાના પરિણામ રાખો- આ મળેલા મનુષ્યભવના શરીરથી, વચનથી અને મનથી કોઇકને ઉપયોગી બનો. સહાયક બનો. કોકને સહાયક બનવાથી સામેવાળાને શાતા મળે છે. ધર્મમાં સ્થિર બને છે. એનો સદ્ભાવ પ્રાપ્ત થાય છે. સંબંધોનું માધુર્ય ખીલે છે. મુનિપણામાં તો આ ગુણ ખૂબ ખીલવવા જેવો છે.
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy