SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ી શિબિર અંશ | માલ મળે છે મૂલ્ય પ્રમાણે અને સફળતા મળે છે પુણ્ય પ્રમાણે. જીવનમાં કેટલાક પાપો “સંસ્કારના કારણે છૂટી જાય છે. દા.ત. માંસાહાર. જીવનમાં કેટલાક પાપો “સમજણ”ના કારણે છૂટી જાય છે. દા.ત. સડેલા દ્રવ્યો. જીવનમાં કેટલાક પાપો “શ્રદ્ધાના કારણે છૂટી જાય છે. દા.ત. રાત્રિભોજન જે જોઇએ છે તે મળી જાય છે એ જો સુખ છે તો જે મળે છે તે ગમી જાય છે એ આનંદ છે. આપવાનું મન જ ન થાય તે કઠોરતા અપાય જ નહીં તે કૃપણતા આપી દેવાય તે ઉદારતા આપ્યા વિના રહી જ ન શકાય તે કોમળતા. રોગનું મૂળ છે સ્વાદ. દુઃખનું મૂળ છે સ્નેહ અને પાપનું મૂળ છે લોભ. જગતના જીવોના માલીક બનવા કરતા જગતના જીવોના ચાહક બનતા જાઓ ફાવી જશો. ૧ લા ગુણ સ્થાનકે દયા પ્રધાન ધર્મ લાવો. ૪ થા ગુણ સ્થાનકે આજ્ઞાપ્રધાન ધર્મ લાવો. ૫ માં ગુણ સ્થાનકે યતનાપ્રધાન ધર્મ લાવો. ૬ ઠા ગુણ સ્થાનકે જાગૃતિપ્રધાન ધર્મ જરૂરી છે. ગટરને સુવાસિત કરવાના પ્રયત્નોમાં સફળતા મળે તો જ સંસારને સુખી કરવાના પ્રયત્નોમાં સફળતા મળે. પ્રિયધર્મી એ છે જેને ધર્મ ગમે, અધર્મ ન ગમે. ધર્મ સ્વભાવ છે, અધર્મ વિભાવ છે. જે ગમે તેમાં મન રમે. * * * It જામ # E i Visit: is Yaarti' Imti& Y BIRISHIકાંમાં Yes
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy