SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મળેલી લક્ષ્મીના સ્વામિ કોણ? તમે કે પરમાત્મા? જો પરમાત્મા હોય તો એ લક્ષ્મી ઉપર તમારો સ્વામિત્વ ભાવ કેમ આવે છે? શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજને જોઈને સંપ્રતિ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. વંદના કરી કહ્યું, મને જે આ રાજાપણું મળ્યું છે તે આપના કારણે. સ્વામિત્વ ભાવ હતો જ નહીં માટે રાજપાટ ગુરૂદેવના ચરણે ધરવા તૈયાર થયા. સિદ્ધર્ષિ ગણિએ કહ્યું કે ભિખારીને પાંચ પૈસા આપવાનો શુભ ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ ઉપર પણ પરમાત્માનો અધિકાર છે. જિંદગીમાં મેં કશું કર્યું જ નથી, દેવગુરૂ પસાથે થયું એમ જ બોલીએ છીએ. અમે પ્રવચન આપીએ, બધા વાહવાહ કરે એ જશ અમારાથી કેમ લેવાય. અમારું કાંઈ જ નથી. ભગવાનની વાણીની ડિલીવરી અમે કરી છે. ટપાલી તમને પોસ્ટમાં ૫ લાખનો ચેક આપે. ટપાલીનું કામ શું? તમને માત્ર ડિલીવરી કરી દેવાનું. એમાં એનું પોતાનું કશું જ નહીં. આત્મા પર આવી ગયેલા અભિમાનને તોડવાનો શ્રેષ્ઠ ઉપાય છે સ્વામિત્વભાવ અને કતૃત્વભાવ કાઢી નાંખવાનો. વ્યવહારના નુકસાન કરતાય અધ્યવસાયને નુકસાન ન થાય તે સંભાળજો. લક્ષપાક તેલના ચાર ચાર બાટલા તૂટી ગયા પણ સુલસાના ભાવ જરાય બદલાયા નહીં. ઊલટું લાભ ન મળ્યો એનું દુઃખ થયું. કપ રકાબી તૂટે એ વ્યવહારે નુકસાન છે. ગલત માન્યતા જેવી કોઈ ગરીબ સ્થિતિ નથી. માન્યતા ક્લિયર કરો, આચરણ પછી. સત્યદર્શન કરતા સ્નેહદર્શન કરજો. સ્નેહ દર્શનમાં આત્મા મુખ્ય છે અને સત્ય દર્શનમાં પદાર્થ મુખ્ય છે. પાપ એ પરમાત્માના વચનોનું વિસ્મરણ છે, ઉલ્લંઘન છે. સ્મરણ હોય તો ભૂલેચૂકે પાપ ન થાય. મગ્નતા લાવવામાં જે પ્રતિબંધક તત્ત્વો છે એનો સંકોચ કરો, વિષયોનો નિગ્રહ કરો - સંકોચ કરો. ભરવાડ બીજાને આપવાના દૂધમાં પાણી નાખે તો ઈન્કમ વધે તો પણ પોતાને પીવાના દૂધમાં પાણી નાખે તો તંદુરસ્તી ઘટે. તેમ દેવ-ગુરૂધર્મ આપણા છે. તેમાં છેતરપિંડી કરીશું તો આપણું જ નુકસાન છે. સાધનામાર્ગમાં મગ્નતા લાવવી છે તો પ્રથમ બહુલતા લાવો. રોજ ૧૦ દેરાસરના દર્શન એક કલાકમાં કરો. પછી અલ્પતા લાવો. ૧ કલાકમાં માત્ર એક જ દેરાસરમાં દર્શન કરો. પછી માર્મિકતા લાવો. એક જ ભગવાન પર = • ૬૫ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy