SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તુકારામ રોજ પોતાની ભક્તિમાં પાંડુરંગને કહેતા તારી કૃપા બહુ સારી છે. પત્ની આવી કજીયાળી મળી તેથી જ મારું મન તારી જોડે જલ્દી લાગે છે. દુઃખ તો પરમાત્માને યાદ કરાવનાર એલાર્મ છે. કવિએ કહ્યું છે - સુખમાં સાંભરે સોની, દુ:ખમાં સાંભરે રામ! સુખકે માથે શિલા પડો, હરિ હૃદયસે જાય, બલિહારી ઉસ દુઃખકી, પલપલ હરિ સ્મરાય. જેણે મગ્નતા કેળવી છે તેને સુખ-દુઃખ કાંઈ કરી શકતા નથી. જગતની અંદર રહેલો ગમો-અણગમો એની પાસેથી વિદાય સમારંભ લઈ ગયો હોય છે. આજ દિવસ સુધી કેટલાય વ્યાખ્યાન સાંભળ્યા... જગતને ભલે સાંભળ્યા પણ છેવટે જાતને જ સાંભળશો, સાંભળશો તો જ કલ્યાણ થશે. મન પદાર્થ સાથે જોડાય તો સમાધાન.. આપ સ્વભાવમાં રે અવધુ સદા મગન મેં રહેના... પરમ તત્ત્વ સાથે જે જોડાયા છે, તન્મય બન્યો છે તે જ પોતાનો ઉદ્ધાર - જિર્ણોદ્ધાર કરી શકશે. સ્વાર્થની દિવાલ તોડ્યા વિના જીવનમાં પરમાર્થવૃત્તિ જાગતી નથી. અને પરમાર્થ વૃત્તિ સક્રિય બનાવ્યા વિના જીવનમાં પ્રેમનો ખરો આનંદ અનુભવી શકાતો નથી. = • ૫૦ • =
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy