SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે ઘરમાંથી કોઈક ચોર કેટલોક સામાન ઉપાડી ગયો ને ખબર પણ ના પડી. આ બધી દ્રવ્યમગ્નતા. કર્ણ-નયન-સુગંધ-વાતચીતની મગ્નતા ભાન ભૂલાવે છે. વાતચીતની મગ્નતા એટલી જબરદસ્ત છે કે એમાં કેટલો સમય નીકળી જાય છે તેની જીવને ખબર પણ પડતી નથી. એક બહેનને બહાર જવું હતું. ઘરમાં રહેલા પોતાના પતિને એ બહેન કહે છે, હું બે મિનિટમાં બહેનપણીને મળીને આવું છું, તમે જરા દૂધ હલાવજો. જ્ઞાનસાર જિનતત્ત્વ સમજાવતા કહે છે કે વાતોમાં કેટલો સમય ચાલ્યો જાય છે એ ખબર પણ પડતી નથી. પુસ્તક રસપ્રદ હોય તો ક્યાં સાંજ પડી જાય છે ખબર પણ પડતી નથી. આપણા ગુરૂદેવ સમરાદિત્ય મહાકથાના લેખનમાં એવા મગ્ન બની જતા કે ક્યારેક સાંજે પાણી વાપરવાનું ભૂલાઈ જતું. આપણી મગ્નતા અને જ્ઞાનીઓની મગ્નતા જુદી છે. ખાવા-પીવામાં સૂવામાં મગ્ન થઈએ છીએ, એ મગ્નતા પાપનું સર્જન કરે છે, નુકસાની નોતરે છે. જ્ઞાનસારમાં દર્શાવેલી મગ્નતા એ જુદી જ છે. એક રાજા રસ્તામાં ગાલીચો પાથરી નમાજ પઢતા હતા. એ વખતે એક બહેનને સંદેશો મળ્યો કે પરદેશ ગયેલો તારો પતિ જહાજમાંથી ઉતરે છે. એણે તો સમાચાર સાંભળી દોટ મૂકી. બાદશાહ નમાજ પઢી રહ્યા હતા. બહેન પતિના સમાચાર સાંભળી ભાન ભૂલી ગઈ. બાદશાહના ગાલીચા ઉપર પગ દઈને નીકળી ગઈ. એ પોતાના પતિને મળવાની ધૂનમાં દોડી જતી હતી. બાદશાહ આ સ્ત્રીને જોઈને ગુસ્સામાં આવી ગયા. મારી નમાજ બગાડી ગઈ. વચ્ચેથી નીકળી મારી નમાજ ખલાસ કરી નાંખી. મગજ આઉટ થઈ ગયું. બાદશાહ રાહ જુએ છે. પેલી બહેન ત્યાંથી પાછી આવી. બાદશાહે રાડ પાડીને કહ્યું, “ઊભી રહે!” પેલી સ્ત્રી કહે, “સલામ, બાદશાહ.” બેશરમ... તને શરમ ન આવી? હું નમાજ પઢતો હતો અને તું ગાલીચા પર પગ દઈને ચાલી ગઈ. ગરમ થવું સહેલું છે પણ નરમ થવું મુશ્કેલ છે. ગરમી તો દરેક ગતિમાં થાય છે. મનુષ્ય ગતિ મેળવવા જેવી નરમાશ છે. ગરમ થયેલા બાદશાહને પેલી સ્ત્રી કહે છે, “બાદશાહ! મને માફ કરો. મને ખબર નહોતી કે આપ નમાર્જ ભણતા હતા. મારા પતિ જહાજ • ૫૧ છે.
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy