SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્યાઓના બાવળ શા માટે? મહાન તાર્કિક શિરોમણી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. તસ્વભર્યા જ્ઞાનસારમાં જ્ઞાનદષ્ટિ જગાડી રહ્યા છે. હૃદયક્ષેત્રમાં શુભભાવોનો દીવડો પ્રગટાવી રહ્યા છે. સ્થાન - વસ્ત્ર – ઉપકરણ બદલવાની સાથે અંત:કરણ બદલવાની ચાવી દેખાડી રહ્યા છે. વ્યક્તિ તેનું મૂલ્ય અને માળખાની મહત્ત્વતા સમજાવતા તત્ત્વદર્શન કરાવી રહ્યા છે. યુગલની પૂર્ણતા આખરી શૂન્યતા છે. દેહમાં આત્મબુદ્ધિ અને પુદ્ગલમાં સુખબુદ્ધિની ભ્રમણા છે. જેમ જેમ ઈતિજન્ય સુખોની સ્પૃહા તૂટતી જાય, ઉપભોગ ઓછા થતાં જાય તેમ તેમ આત્મગુણોની પૂર્ણતાનો આનંદ વધતો જાય. ઈન્દ્રિયજન્ય સુખોનો ત્યાગ કરો. એની સ્પૃહાનો પણ ત્યાગ કરો. હમણાં જ એક સુંદર પંક્તિ વાંચવામાં આવી - અનુરાગા વિરાગઃ વૈરાગ્યની પ્રાપ્તિ અનુરાગથી. આપણે સમજીએ છીએ કે રાગ ઘટાડતા જઈએ તો વૈરાગ્ય પેદા થાય. પણ અહીં તો રાગથી... આકર્ષણથી વૈરાગ્યની વાત જણાવી છે. આ પંક્તિનું રહસ્ય પણ મજાનું છે. તારક તત્ત્વો ઉપર રાગ કેળવતા જાઓ તો મારક તત્ત્વો પ્રત્યે રાગ ઘટતો જ જશે. દાન ઉપર રાગ વધારી દો તો પૈસા પરનો રાગ ઘટશે જ! પવિત્રતાનું આકર્ષણ દિલમાં વધારો તો વાસના પ્રત્યે અરુચિ ઊભી થશે જ! તને આત્મસાત કરતા જાઓ તો આહાર સંજ્ઞા પ્રત્યે નફરત ઊભી થશે જ! ધર્મસ્થાનો પ્રત્યે તીવ્રતમ આદર ઊભો કરી દો તો પાપાનોથી છૂટવાનું મન થશે જ! રાગને ઘટાડવાને બદલે રાગના વિષયને બદલી નાખો.. બદલાયેલા એ વિષય પ્રત્યે અત્યંત પ્રીતિ ઊભી કરી દો તો તેના પ્રતિપક્ષી તત્ત્વો પ્રત્યે વૈરાગ્ય પેદા થશે જ! પણ સબૂર...! આ જ હકીકત જોખમી પણ બની શકે છે. જો પૈસા પર ખૂબ રાગ હશે તો દાન પ્રત્યે વૈરાગ્ય આવશે. * વાસનાનું આકર્ષણ દિલમાં વધી જશે તો શીલ પ્રત્યે દ્વેષ ઊભો થશે. & ઈષ્ટ-મિષ્ટ દ્રવ્યો પ્રત્યે જો દિલ ઝુકશે તો તપ અળખામણો બનશે... મારક તત્ત્વો પ્રત્યે જો રાગ વધી જાય એ પહેલા તારક તત્ત્વો પ્રત્યે એકદમ અહોભાવ | ગગભાવ વધારી દો. ચોક્કસ કાંઈક પરિણામ આવશે. •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy