SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તમે ક્યાં બેઠા છો એ મહત્ત્વનું નથી પણ તમારામાં કોણ બેઠું છે એ મહત્ત્વનું છે. જેને જ્ઞાનદષ્ટિ જાગે તેને તૃષ્ણાના ઝેરની અસર ન થાય. એને દીનતાની અસર ન થાય. તૃષ્ણા બને ઉગ્ર તો માણસ થાય ત્યગ્ર. - જંબુસ્વામિની આઠેય પત્નીઓ કહે છે, “સ્વામી, પ્રાપ્ત થયેલા ભોગોનો ત્યાગ કરો છો અને અપ્રાપ્ત યોગોને મેળવવા જતા નહીં મળે તો ક્યાં જશો?' - ગુણવાન એવી આઠેય પત્નીઓને જંબુકુમાર મધુબિંદુનું દષ્ટાંત સમજાવે છે. ગાઢ જંગલમાં એક માણસ જઈ રહ્યો છે. તૃષ્ણા માણસને ગમે ત્યાં દોડાવે. અચાનક એ માણસની પાછળ હાથી પડ્યો. માણસનો મરણનો જ વધારે ડર છે. સિદ્ધના જીવોને નિર્વાણ પછી એમનો જન્મ હોતો નથી. જન્મ પછી ફરી જન્મ જ ના મળે તે સિદ્ધગતિ. જન્મ જેને કેદ લાગે અને મરણ જેને મુક્તિ લાગે તે જૈન. સમાધિ જન્મ ન માંગતા જયવીરાયના પ્રાર્થનાસૂત્રામાં સમાધિ મરણ જ માગ્યું છે. સમાધિ મરણની જબ્બર તાકાત છે કે જે જન્મ મરણોના પરિભ્રમણને ઘટાડી દે છે. પાપના ઉદયે જન્મ તો થઈ ગયો પણ હવે જો આસક્તિમાં ફસાશો તો બરબાદ થઈ જશો. માણસની પાછળ હાથી પડવાથી માણસ ગભરાઈ ગયો. ક્યાં જવું એની એને ખબર નથી. ચલના અલગ હૈ ઔર ભટકના અલગ છે. ખાના અલગ હૈ ઔર પચાના અલગ છે. સુનના અલગ હૈ ઔર સમજના અલગ છે. લક્ષ વગરની દોટ એ આંધળી દોટ છે. હૃદયક્ષેત્રને પવિત્ર કરી દો. હૃદયક્ષેત્ર પવિત્ર થતાં જ દુભાવનાઓ ટળી જાય... સાંભળેલું પ્રવચન ફળી જાય... હાથીથી બચવા માણસ ઝાડ પર ચડે છે. હાથીએ માણસને જોયો. એને વિચાર આવ્યો કે સુંઢથી વૃક્ષને પકડી હચમચાવી નાખું. માણસ વડના ઝાડની વડવાઈઓ પકડી લટકી રહ્યો છે. વડવાઈ પર લટકતા માણસની નજર નીચે પડે છે. નીચે કૂવો છે. કૂવામાં અજગરો મોં ફાડીને બેઠા છે. કાળજું હચમચી જાય છે. ઉપર નજર કરે છે તો ત્યાં ડાળ ઉપર મધપૂડો છે. વૃક્ષના કંપનથી બધી માખીઓ ઉડી બણબણ કરતી એના શરીરને ડંખે છે. વેદનાની વચ્ચે જ્યાં મોટું ખૂલ્યું એ સમયે ઉપરથી એક મધનું ટીપું મોઢામાં પડ્યું. કેટલું સરસ...! કેટલું મીઠું...! વેદના... ભય... બધું જ ભૂલાઈ = • ૨૦ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy