SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઘટે. સસ્નેહી પ્યારા રે, સંયમ કબહી મિલે.. ભાવના તો શ્રેષ્ઠ હોવી આપણે બધા ગેસ્ટ છીએ, હોસ્ટ નથી. ઘેલછામાં ક્યાંય રાચતા નહિ. જિનવચનોની અસર જમાવી દો... ભવભવની કસર હટાવી દો...! મુમુક્ષુ આત્માઓના વિડલોની અનુમોદના કરવાથી પણ ચારિત્ર મોહનીય કર્મ ખપે છે. ★ ગર્વ અને ગૌરવ બંને જુદા છે. ક્રોડપતિના દીકરા સાથે દીકરી પરણાવો કે ક્રોડપતિની દીકરી સાથે દીકરાનું લગ્ન એ ગર્વનો વિષય પણ ક્રોડપતિ પોતાના દીકરા-દીકરીઓને પારકા ઘેર ન મોકલતા ૫રમાત્માના પંથે મોકલાવે તે ગૌરવનો વિષય છે. મારૂ-તારૂં કરીને કરે અંધારૂં એનું નામ સંસારી. મારૂ તારૂં મારનારૂં છે એ સમજાવે તે સાધુ ! સાક્ષીપણું લાવો... કર્તાપણું-ભોક્તાપણું છોડી નિર્લેપ બની ભવજલમાં તરતા થાઓ એ જ શુભકામના... ઝરણું તો પ્રગટ થવા તૈયાર છે પણ તકલીફ એ છે કે આપણે પથ્થર હટાવવા તૈયાર નથી હોતા... હૃદયમાં લાગણીનો પ્રવાહ સક્રિય થવા પ્રતિપળ તૈયાર હોય છે પણ આપણે બુધ્ધિના પથ્થરને હટાવવા તૈયાર નથી હોતા... શું કરવું છે બોલો? · ૧૯ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy