SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રસ્વામીને ઉપાશ્રયમાં આર્યાઓ તેમજ શ્રાવિકાઓ સંભાળે છે. પોતાના છોકરાઓને પ્રેમ કરતાં મોહનીય કર્મ બંધાય છે. સાધર્મિકોને પ્રેમ કરતાં મોહનીય કર્મ તૂટે છે. સાધ્વીજી મહારાજ રોજ ૧૧ અંગનો પાઠ કરે છે. ઘોડિયામાં રહેલા બાળકને ૧૧ અંગ સાંભળવા માત્રથી કંઠસ્થ થઈ ગયા. આ ૧૧ અંગ બાલ્યાવસ્થામાં સાંભળવા માત્રથી યાદ રહી ગયા એના મૂળમાં મુખ્ય કારણ શું? એક વખત ગૌતમસ્વામી અષ્ટાપદ તીર્થે ગયેલા. ત્યાં વજ્રસ્વામીનો પૂર્વભવનો જીવ દેવ તરીકે વંદન કરવા આવેલો. હૃષ્ટપુષ્ટ એવા ગૌતમસ્વામીજીને જોઈ દેવના મનમાં એમની સાધુતા પ્રત્યે શંકા થઈ. એ જ સમયે ગૌતમસ્વામીને પોતાના જ્ઞાનનો ઉપયોગ આપવાનું મન થયું. દેવના મનોગત ભાવ જાણીને એ દેવને પ્રતિબોધવા માટે તત્પર બન્યા. એ દેવને પુંડરિક-કંડરીકનો અધ્યયન કહી સંભળાવ્યો. આ દેવ આ અધ્યયન સાંભળી ભાવિત થયો. આ અધ્યયનનું દેવલોકમાં પ્રતિદિન ૫૦૦ વાર અધ્યયન કરવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ એ એ સ્વાધ્યાય દ્વારા એટલું ખપાવ્યું. જેથી સાંભળવા માત્રથી વજ્રકુમારના ભવમાં ૧૧ અંગ યાદ રહી ગયા. રોજ શીખેલાને વાગોળવું જોઈએ. એક અક્ષર નવું ન ભણાય ત્યારે ત્યારે મનમાં થવું જોઈએ કે મારો આજનો દિવસ નિષ્ફળ ગયો. આરાધના દ્વારા પાયો ભરતાં જાઓ. પાયાને મજબૂત બનાવતાં જાઓ. મકાન ઉભું કરવું સહેલું બની જશે. મહુવામાં જયારે વજસ્વામી રહેલા છે એ સમયે જાવડ નામનો શ્રાવક દર્શનાર્થે આવ્યો છે. એ યોગ્ય અવસરે ત્યાં એક દેવાત્મા પધાર્યા. વજસ્વામીને કહે છે, આપની કૃપાથી હું કપર્દી યક્ષ બન્યો છું. આપ મને ઋણથી મુક્તિ મેળવવા માટે મારે યોગ્ય કાર્ય ફ૨માવો. માતા-પિતાના ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવાય? સભામાંથી : માતાપિતાની સેવા કરી ચૂકવી શકાય. સેવા એ તો વ્યાજ છે. દીકરો દીક્ષા લે અને મા-બાપને દીક્ષા અપાવે ત્યારે મા-બાપનું ઋણ ચૂકવ્યું ગણાય. પ્રભુનું શાસન પામ્યા પછી પ્રભુનો ઉપકાર વાળવો હોય તો શું કરવું? જે ધર્મ આપણે પામ્યા છીએ તે બીજાને પમાડવો જોઈએ. દેવાત્મા વજસ્વામીને કહે છે, મારે મારું ઋણ અદા કરવું છે. વજસ્વામીજી કહે છે, મેં તમારી ઉપર ઉપકાર કર્યો હોય એવું તો મને યાદ આવતું નથી. ગુરૂદેવ! હું પૂર્વભવમાં શાળવી દારૂડીયો હતો. તમે અમારા ગામમાં આવ્યા ત્યારે ઉપદેશ સંભળાવ્યો હતો. દારૂના વ્યસનમાં હું ચકચૂર હતો. આપે મને કહ્યું : ‘‘તને દારૂ વગર ચાલે તેમ નથી તો એક કામ કર. એક નાનો નિયમ લે. દારૂ પીવાની છૂટ પણ એક નાની શરત. નિયમ - એક ગાંઠ છોડીને પછી દારૂ FEET || BHAR 259249222332824255258 259 2 ૨૮૮ Y YOG PEK
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy