SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થોમાં અરૂચિ જ કારણ છે. આ જન્મમાં ક્રિયા દ્વારા રૂચિ એવી કેળવી લો કે શુભ પ્રવૃત્તિ સતત થયા જ કરે, દાન, શીલ, તપ અને ભાવ ધર્મની રૂચિ નિર્માણ કરો. * ૭ વર્ષના નાનકડા પંખિલને લઈને એક બેન મહારાજ સાહેબને કહેવા આવ્યા. સાહેબ! આ છોકરાને સમજાવો. વૈશાખ માસની કાળઝાળ ગરમી છે. એને વર્ધમાન તપનો પાયો નાખવો છે. તપ કરવાની ના નથી પણ પાયો દીવાળી વેકેશનમાં કરે. ત્યારે ઠંડક હશે તપ શરૂ કરે એનો વાંધો નથી પણ વચ્ચે અટકવો ન જોઈએ. આપણે જ આપણને પૂછી જુઓ દુઃખની ચિંતા છે કે પાપ ન થઈ જાય તેની ચિંતા છે? દેરાસરમાં કે ઉપાશ્રયમાં આપણે પુણ્ય-પાપની વાતો કરીએ છીએ પણ બહાર નીકળ્યા પછી સુખ દુ:ખના ચકરાવામાં પડી જઈએ છીએ એ આપણી કમજોરી છે. પરિવાર દુઃખી ન થાય એની ચિંતા કરી પણ મારો પરિવાર પાપી ન થાય તેની ચિંતા કરી? પિતા પોતાના પુત્રના સુખની ચિંતા કરે, જયારે ગુરૂ પોતાનાં શિષ્યના પાપની ચિંતા કરે. પ્રભુ કહી રહ્યા છે દુઃખને વેઠીને પણ પાપથી બચજો. બળદના ગળા પર છરી ચલાવી કસાઈ એનો ફક્ત એકજ ભવ બગાડે છે જયારે જેને ધર્મ પર રાગ હોય તેને તે કરતો અટકાવીને દીકરાના જનમોજનમ તેના મા-બાપ બગાડે છે. મહારાજ સાહેબે દીકરાને સમજાવ્યો, “હમણાં નહિં આસો મહિનામાં કરજે.” પંખિલ માની ગયો. પાછો પોતાના પરિવાર સાથે આસો માસમાં આવ્યો. ઘરના બધા જ સાથે આવેલા. એની મમ્મીએ કહ્યું સાહેબ! આ વખતે તો હવે જીદે ચડ્યો છે. હવે એને અટકાવવાની અમારી તાકાત નથી અને હવે અટકાવવું પણ નથી. પણ એક વાત છે અમને બધાને પ્રતિજ્ઞા આપો પંખિલ વર્ધમાન તપનો પાયો નાંખે છે. દિવાળીના દિવસો છે બધાના ઘરે બને તેમ અમારા ઘરે પણ મીઠાઈ, ફરસાણ બને અને ઘરે જમવાના ભાણામાં મીઠાઈ ફરસાણ જ પીરસાય. સાહેબ! મન તો નિમિત્તવાસી છે. એના પરિણામ ટકાવવા અને મીઠાઈ-ફરસાણના ત્યાગના પચ્ચખ્ખાણ આપી દો. એનો તપ સુખરૂપ થાય ત્યાં સુધી અમને પ્રતિજ્ઞા આપો. નાનકડા બાળકે સ્વીકારી વિરતિ અને પરિવારે સ્વીકાર્યો ત્યાગ. ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં પૂજ્યપાદુ શાંતિસૂરિજી મહારાજાએ લખ્યું છે કે બાજુમાં રહેનાર જો તમારો ધર્મ કરવા તૈયાર થાય તો તેને ધર્મ કરવા અનુકૂળતા કરી આપે તે ધર્મી બનવાની ભૂમિકા છે. a ways t a Editi Y ries and stars is at r a ૨૭૯ in કા ૨.૭૯ is a siawાકાજામાજાના Engliાણાપમાન શYશારા કરાશYચાંદા પાક Jain
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy